.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા આજે પુરવાર થઈ રહી છે; લોકપ્રિયતા વધી રહી છે; સાથે ગુજરાતી ભાષાના વારસાને ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સંરક્ષવાની શુભ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે.
પહેલાં ગુજરાતનું સંસ્કારપોષક સામયિક “કુમાર” ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સીડી પર ઉપલબ્ધ થયું. તે પછી તાજેતરમાં “વીસમી સદી”ની બેનમૂન વેબસાઇટ બની અને તેના અંકો નેટ પર મૂકાયા.
હજી આ પ્રકારનાં અન્ય કાર્યો પણ કેટલીક ગુજરાતી સંસ્થાઓએ હાથ ધરેલ છે. “કુમાર”ની સીડી મેં જોઈ નથી. પરંતુ “વીસમી સદી”ની વેબસાઈટ મેં ગયા જુલાઈ માસમાં ત્રણ-ચાર દિવસ પાંચ-છ કલાક વિઝિટ કરી.
“વીસમી સદી” એક શ્રેષ્ઠ વેબસાઈટ.
ઉત્કૃષ્ટ પ્રયત્નો અને ધ્યેયનિષ્ઠતા જ આટલી સુંદર વેબ સાઈટ સર્જી શકે. વેબસાઈટના સર્જકોની કર્તવ્યનિષ્ઠાને હું વંદન કરું છું.
પણ નિષ્ઠાવાન કાર્યકરોની કાળજીભરી જહેમત પછી બનેલી આવી અદભુત વેબ સાઈટમાં ક્ષતિઓ મળે તે નવાઈની વાત! ક્યારેક ઉતાવળે કાર્ય થતું હોય અને ડેડલાઈન સાચવવાની હોય ત્યારે કદાચ આમ બની શકે. આપણે સ્વીકારી લઈએ.
પરંતુ ભવિષ્યમાં નેટ પર કે ડિજિટાઇઝડ (digitized) ફોર્મમાં ગુજરાતી ભાષાનો અમૂલ્ય વારસો સચવાય, ત્યારે આવી ભૂલોનું પુરાવર્તન ન થાય તે માટે આપણે વિચારવું રહ્યું.
હવે પછી આવાં કાર્યો હાથ ધરાય ત્યારે તેની ગુણવત્તા, ઉપયોગિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે આપણે કટિબદ્ધ થઈએ.
આ હેતુથી આપણે “વીસમી સદી”ને નજરમાં રાખી તેની ઊણપો અને ક્ષતિઓનો અભ્યાસ કરીએ.
“વીસમી સદી” એક વેબ સાઇટ તરીકે બેનમૂન છે.
સ્નેહી સર્વ શ્રી રજનીકુમાર પંડ્યા, ઉર્વીશભાઈ કોઠારી, ધીમંતભાઈ પુરોહિત અને સાથીઓનું અજોડ સર્જન છે. આપણો હેતુ “વીસમી સદી”ની વેબસાઈટના મૂલ્યાંકનનો નથી. આવા મહાન કાર્યનું વિવેચન કરનાર હું કોણ? આપણે તેનું વિહંગાવલોકન કરી પ્રેરણા પામીશું.
“વીસમી સદી”ના અનુભવ દ્વારા ભવિષ્યના વારસાને સાચવનારાઓ માટે આપણે માર્ગદર્શક સૂચનો તૈયાર કરી રહ્યા છીએ. “વીસમી સદી”ને વિષે નીચેના મુદ્દાઓ પર જરૂર ધ્યાન આપવું જોઈએ: (1) માહિતી (Data) ની વિસંગતતાઓ (2) માહિતીમાં શાબ્દિક/વ્યાકરણની ભૂલો Data entry errors (3) ભૂલભરેલાં અનુસંધાન/સંદર્ભ Erroneous or irrelevant links (4) વેબ સાઇટના એક ભાગ પરથી બીજા ભાગ પર જવા માટે અપૂરતાં નેવિગેશન ફીચર્સ inadequate navigation features (5) વિષય-શોધ માટે વિશિષ્ટ શોધની સુવિધાઓનો અભાવ Absence of advanced search features.
“વીસમી સદી”ના સંદર્ભમાં આપણે આ પ્રકારની ભૂલો સંક્ષેપમાં સમજવા પ્રયત્ન કરીએ.
પહેલાં જોઈએ માહિતીની વિસંગતતાઓ અને શાબ્દિક/વ્યાકરણ ભૂલો. ઉદાહરણ રૂપે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જેવા છે: (1) સાઇટ પર અનુક્રમણિકાના સ્તંભમાં “છબી-છબીકાર”માં એક નામ છે સી. અબ્દુલ્લાનું. તેના પર ક્લિક કરશો તો સમજાશે કે “વીસમી સદી”માં સી. અબ્દુલ્લા લેખક છે, છબીકાર નહીં. સાઇટ પર અનુક્રમણિકાના સ્તંભમાં જે લેખ મળશે તે લેખનું નામ છે “સર રવિશંકર એમ. રાવલ”. તમે તેના પર ક્લિક કરશો તો જે લેખ પ્રગટ થશે તેનું નામ છે “સર રવીન્દ્રનાથ ટાગોર”. (2) નવેમ્બર, 1916 તથા જુલાઈ, 1919ના વર્ષોના અંકોમાં “ચાંપશી વિ. ઉદ્દેશી” ના નામમાં લેખ લખાયેલા છે. પરંતુ સાઇટ પર અનુક્રમણિકાના સ્તંભમાં આ નામ અંગ્રેજીમાં બે વાર ખોટી રીતે લખાયેલ છે – એક વાર Chapanshibhai Uddeshi તરીકે તો બીજી વાર Chapansibhai Uddeshi તરીકે. નવેમ્બર, 1916નો ચાંપશીભાઈનો સંદર્ભ “માધુરી” શીર્ષક સાથે છે જે ક્લિક કરતાં માત્ર ચિત્ર પ્રગટ થાય છે –“સલીમ અને એરીના”. (3) સાઇટ પર અનુક્રમણિકાના સ્તંભમાં લેખકોના નામમાં ભગવાનલાલ ભટ્ટ, ભગવાનલાલ જી. ભટ્ટ તથા ભગવાનલાલ ગિરીજાશંકર એમ ત્રણ અલગ નામો છે. પરંતુ ત્રણેય એક જ લેખક માટે વપરાયેલ છે. ઓક્ટોબર 1916, માર્ચ 1918 તથા જુલાઈ 1919માં પ્રગટ ત્રણે ય લેખોમાં લેખક તરીકે “ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ” છે. (4) 1916-17માં “વીસમી સદી” ના ચાર અંકોમાં એક લેખક ઝળકે છે – “છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર”. પરંતુ સાઇટ પર અનુક્રમણિકાના સ્તંભમાં તે લેખ ત્રણ નામોથી બતાવેલ છે. Chhotalal Da. Jagirdar, Chhotalal Jagiradar અને Chhotalal Jagirdar. આ લેખકના લેખનું શીર્ષક ગુજરાતીમાં “મ્હારા ફઈબા” છે. સાઇટ-ઇંડેક્સમાં અંગ્રેજીમાં આ શીર્ષક “Mharan Faiba” કે “Mhra Faiba” તરીકે લખાયેલ છે! આવા બીજાં ઉદાહરણો પણ મારી નજરે ચઢ્યાં હતાં જે હું નોંધી નથી શક્યો.
હવે જોઈએ ભૂલભરી લિંક્સ – Erroneous or irrelevant links. નવેમ્બર, 1916નો ચાંપશીભાઈનો લેખક તરીકેનો સંદર્ભ લેખ “માધુરી” શીર્ષક સાથે છે જે ક્લિક કરતાં માત્ર ચિત્ર પ્રગટ થાય છે –“સલીમ અને એરીના”. જહાંગીર તારાપોર સાથે લિંક શ્રીમાન પુરુષોત્તમ પર ક્લિક કરવા છતાં મને ત્રણેક વખત કોઈ પરિણામ મળ્યાં નથી!! આવી બીજી થોડી લિક્સ તદ્દન વિપરીત પરિણામો આપતી હતી.
હવે જોઈએ નેવિગેશન ફીચર્સ. સાઇટ પર અનુક્રમણિકાનો સ્તંભ સ્થાયી રાખી શકાયો હોત તો સારું થાત. ધારો કે તમે કોઈ લેખકને સર્ચ કર્યા; હવે તમારે છબીકારને સર્ચ કરવા હોય તો ફરી “હોમ” પર જવું પડે. દરેક વખતે “હોમ” પર જવું અનિવાર્ય ખરું? બીજી વાત. હું એક લેખક “છોટાભાઈ”ને સર્ચ કરી બીજા લેખક “ચાંપશીભાઈ” પાસે ગયો; હવે જો મારે ફરી અગાઉના લેખક “છોટાભાઈ” પર જવું હોય તો ? આટલી હેવી સાઈટ માટે “બેક” અને “નેક્સ્ટ”ની સુવિધા તદ્દન સરળ હોવી જોઈએ.
હવે “એડવાન્સ્ડ સર્ચ ફીચર્સ” વિષે. “વીસમી સદી” એક વિશાળકાય હેવી સાઈટ છે. તેમાં ડેટા રૂપે અદભુત ખજાનો છે. તે ખજાનો ત્વરિત સર્ચ સિવાય કોઈને હાથ લાગી શકવાનો નથી. “Find” કે “Topic Search” જેવું એકાદ બોક્સ વાચકો માટે ઉપકારક સાબિત થાત. ધારો કે મારે “વીસમી સદી”ના 1917ના બધા લેખકોનાં નામ જોઈએ છે, મળી શકે? મારે માત્ર લેખક છોટાલાલના માત્ર 1917ના બધા લેખો જોવા છે… હું જોઈ શકીશ? આવી હેવી સાઇટમાં કોમ્બિનેશન સર્ચ પણ વિશેષ ઉપયોગી નીવડે. આપણી “વીસમી સદી”ની સાઇટ પર જાહેરાતો માટે સર્ચને કોઈ સ્કોપ જ નથી!
હું જાણું છું, આજની તારીખમાં મારી આ પોસ્ટ કોઈ જ નહીં વાંચે. કદાચ બે-ચાર વાંચશે, તો એકાદ કોમેંટ પણ નહીં મૂકે. મને અફસોસ નથી.
મારો લેખ બાવીસમી સદીના ગુજરાતી નેટ જગતને ધ્યાનમાં રાખી લખાયેલ છે.
આ લેખ ગુજરાતી ભાષાના ડિજિટાઇઝેશન (digitization) ના ક્ષેત્રે સક્રિય સર્જકોને ઉપયોગી થશે.
તેઓ સીડી કે વેબસાઈટ બનાવે ત્યારે “વીસમી સદી” જેવી ભૂલો ન કરે તે માટે આ વિસ્તૃત પોસ્ટ લખી છે.
અહીં હું થોડા જ મુદ્દા ચર્ચી શક્યો છું. જિજ્ઞાસુઓને વિગતે માર્ગદર્શન આપવા હું તૈયાર છું.
આપ વિના સંકોચે મારો સંપર્ક કરી શકશો.
…
Please visit : વીસમી સદી
આટલી મહેનત તદન નિસ્વાર્થભાવે કરનારને સલામ.હરીશભાઇ આપને અભિનન્દન
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
http://www.searchgujarati.com
ગોંડલનરેશે ભગવદ્ ગોમંડળ પ્રગટ કર્યું ત્યારે એક રાજવી હોવા છતાં એમણે કેવી કાળજી દર્શાવી હતી ?!
આજનાં પુસ્તકો, મેગેઝીનો, અરે, શબ્દકોશોની હાલત શી છે ?! એમાંય પારાવાર ગરબડ હોય છે !
આવા સમયે હરીશભાઈએ આવી રહેલા સમયને નજર સમક્ષ રાખીને અત્યારથી જ સૌનું ધ્યાન તીવ્રતાથી ખેંચવાની કામગીરી કરી છે. આ કાર્યને હું ભલે નાના પાયે પણ ગોંડલના કાર્ય સાથે જોડવામાં સંકોચ નથી કરતો !! એમણે આને 22મી સદીનું કહ્યું છેપણ 21મીના પ્રથમ અર્ધા ભાગમાં જ ગુજરાતી નેટ પર છવાઈ જવાનું છે. અમે એ વખતે હશું પણ નહીં. તો ય જે ઝડપે બધું જઈ રહ્યું છે તેમાં એમના જેવી ઝીણી નજરે નહીં જોઈએ તો ઘંઉંમાંના કાંકરા વીણવાની જરુર નહીં રહે, કાંકરામાથી ઘઉં જ શોધવાના રહેશે !!
એમણે સમયસર ધ્યાન દોર્યું છે. કરુણતા એ છે કે આ ગુજરાતી નેટજગત પર મોટાભાગના સાયંસ-ટેકનોલોજીનાં માણસો જ વધુ છે. બ્લોગના નિષ્ણાતો ભાષા જાણતા નથી; ભાષાના માણસો બ્લોગમાં બહુ જાણતા નથી. કોઈ ભાષા-સાહિત્યની વ્યક્તિઓને આમાં આવવા મન નથી જણાતું. એટલે થશે એવું કે ખુબ બધું પ્રગટ થશે પણ ગરબડો સાથેનું. આપણા મતભેદો પણ નડશે.
હરીશભાઈનું અરણ્યરુદન રુદન જ રહેશે ??!
ONE NEEDS GUJARATI TO BE MASTERED in intrenet world who uses the blog and or website.
Harishkaka,
Your suggestions are really good. What I have seen in a typical software project is : pressure of deadline, inexperienced developers, less application testing! Companies in India do not spend much time in all these very key aspects of a complete project life-cycle. And hence, we have such things. Also, customers do not pay attention to such abnormalities if they are not from technical field.
I completely blame to the company who developed this web-site. It is their responsibility to deliver a quality product to customers.
I am happy you read this long post patiently, Sureshbhai! Thank you, You got the point. Can you give details of KUMAR CD?
Thanks …. Harish Dave Ahmedabad
સાવ સાચી વાત. આવો જ અનુભવ મને ‘કુમાર’ ની સીડી માં થયો છે. માત્ર જુનાં પાનાં સ્કેન કરીને મુકવાથી કોઈ ઉપયોગીતા થતી નથી. સરસ અનુક્રમણીકા પણ બનાવવી જોઈએ. ડેટાબેઝ બનાવવામાં આવે તો જ ઉપયોગીતા વધે.