દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

બ્રહ્માંડમાં અનેક એક્ઝોપ્લેનેટની ખોજ કરતાં નાસાનાં ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા ‘નાસા’નાં બે મહત્ત્વાકાંક્ષી મિશન ‘કેપ્લર’ અને ‘ટેસ્સ’ અંતરિક્ષમાં પૃથ્વી સમા એક્ઝોપ્લેનેટની ખોજ માટે ખ્યાતિ પામ્યાં છે. અમેરિકામાં એરોનોટિક્સ તથા એરોસ્પેસ ક્ષેત્રે  સંશોધન ઉપરાંત વિવિધ સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ્સનાં સંચાલનની જવાબદારી ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ને હસ્તક છે.

અવકાશ સંશોધન ક્ષેત્રે નાસાના સમાનવ અને માનવરહિત કાર્યક્રમોનું યોગદાન બહુમૂલ્ય છે. વર્તમાનમાં પૃથ્વી પર જીવનના અસ્તિત્વ ટકવા વિશે સંશયો અને ચિંતા ફેલાતાં જાય છે, ત્યારે પૃથ્વીવાસીઓને વસવાટ યોગ્ય વિકલ્પરૂપ ગ્રહોની શોધ અનિવાર્ય બની છે.

આપણા સૂર્ય સમાન અન્ય તારાઓને પણ પૃથ્વી જેવા ગ્રહો હોઈ શકે છે જેમને એક્ઝોપ્લેનેટ કહેવામાં આવે છે.

આપણી ગેલેક્સી મિલ્કી વેમાં અન્ય તારાઓના ગ્રહો-એક્ઝોપ્લેનેટની ખોજ માટે નાસા સક્રિય છે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના ઉપક્રમે છેલ્લાં દસ વર્ષમાં ‘કેપ્લર’ અને ‘ટેસ’ નામક બે મહત્ત્વાકાંક્ષી મિશન સફળ થયાં છે. 2009માં કાર્યરત થયેલ કેપ્લર સ્પેસ મિશન હેઠળ કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ અને K2 દ્વારા અવકાશમાં 2600થી વધુ એક્ઝોપ્લેનેટ્સ શોધી કઢાયાં છે. 2018માં લૉંચ થયેલ ‘ટેસ્સ પ્રોજેક્ટ’ના ટેસ સેટેલાઇટ દ્વારા દસ ‘કન્ફર્મ્ડ’ એક્ઝોપ્લેનેટની ખોજ થઈ ચૂકી છે.

શું આવા એક્ઝોપ્લેનેટ પર જીવન વિકસ્યું હશે? એલિયન સભ્યતાઓ ત્યાં વસી હશે? માનવજીવનને વિકસવા યોગ્ય એક્ઝોપ્લેનેટ શોધી શકાશે? અત્યારે તો આશાનાં કિરણો ફૂટતાં જણાય છે. ‘મધુસંચય’ના આજના લેખમાં કેપ્લર મિશન અને ટેસ્સ પ્રૉજેક્ટ હેઠળ એક્ઝોપ્લેનેટની ખોજ અંગે દિલચશ્પ વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નાસાનું સ્પેસક્રાફ્ટ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાની ઐતિહાસિક સફરે

સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરવા અમેરિકાની અવકાશસંસ્થા  ‘નાસા’નું અવકાશયાન ‘પાર્કર સોલર પ્રોબ’ તેજવેગે આગળ ધપી રહ્યું છે. નવેમ્બર 2018 માં તે સૂર્યની કક્ષામાં પહોંચે તેવી યોજના છે.

સૂર્ય અને  કોરોનામાં ઘટતી ઘટનાઓનો અભ્યાસ કરવા પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીક પહોંચનાર વિશ્વનું પ્રથમ સ્પેસક્રાફ્ટ બનશે.

‘પ્રોબ’ એ વૈજ્ઞાનિક સંશોધન અર્થે આઉટર સ્પેસમાં મોકલાતું માનવરહિત સ્પેસક્રાફ્ટ છે.

એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સાયન્ટિફિક ઇંસ્ટ્રુમેન્ટ્સ ધરાવતા પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટને નાસાએ 12 ઑગસ્ટ, 2018ના રોજ ડેલ્ટા-4 હેવી ( DELTA – IV Heavy ) રોકેટની મદદથી અવકાશમાં છોડ્યું હતું. એક મિનિટમાં 11,500 કિલોમીટરથી વધુની વિશ્વવિક્રમી ગતિથી ઊડીને પાર્કર સોલર પ્રોબ જ્યારે સૂર્યના કોરોનાની ‘નિકટ’થી પસાર થશે, ત્યારે તે સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ તરીકે વિશ્વવિક્રમ બનાવશે.

અગાઉ સૂર્યની સૌથી નજીકથી પસાર થનાર સ્પેસક્રાફ્ટ ‘હેલિયોસ 2’ નું સૂર્યથી અંતર 43 મિલિયન કિલોમીટરનું હતું. પાર્કર સોલર પ્રોબ સૂર્યને ભ્રમણ કરતાં તેની કક્ષાના ‘પેરિહેલિયન’ પોઇંટ પર સૂર્યથી આશરે 6 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થશે.

અમેરિકાના સુપ્રસિદ્ધ એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરના સન્માનમાં નાસાએ આ અમેરિકન સ્પેસ મિશનને પાર્કર સોલર પ્રોબ નામ આપ્યું છે. યુજીન પાર્કરે 1958માં સૂર્યના કોરોનામાંથી ઊઠતા સુપરસોનિક સોલર વિંડ (સૌરપવન) ની સમજૂતિ આપતી થિયરી રજૂ કરી હતી.

પાર્કર સોલર પ્રોબ નાસાના સાયન્ટિફિક પ્રોગ્રામ ‘લિવિંગ વિથ અ સ્ટાર’ (એલડબલ્યુએસ) ના અંતર્ગત લોંચ કરવામાં આવ્યું છે.

સૂર્યથી આપણી પૃથ્વીનું અંતર પંદર કરોડ કિલોમીટર (9 કરોડ 30  લાખ માઇલ) જેટલું છે. સૂર્યની નિકટતમ પહોંચનાર અંતરિક્ષયાન બનવા છતાં પાર્કર સોલર પ્રોબ સૂર્યથી આશરે બાસઠ લાખ કિલોમીટરના  ‘સલામત’(?)  અંતરે રહેશે, જ્યાં તાપમાન 1350 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોઈ શકે છે. કોરોનાના ઊંચા તાપમાનને સહન કરવા નાસાએ જંગી ખર્ચ કરીને અવકાશયાનને વિશિષ્ટ રક્ષાત્મક ટેકનોલોજીથી બનાવેલ છે. અતિ આધુનિક સાધન- સામગ્રી અને વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતા પાર્કર સોલર પ્રોબના સમગ્ર સ્પેસ મિશન પર અંદાજે 150 કરોડ ડોલરનો ખર્ચ થશે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. તે પછી નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

સૂર્યના ભડભડતા કોરોનામાં પહોંચશે નાસાનું સ્પેસશીપ પાર્કર સોલર પ્રોબ

અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ એ અતિ તેજવેગી સ્પેસશીપ ‘પાર્કર સોલર પ્રોબ’ને સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરવા મોકલ્યું છે. નાસા દ્વારા પાર્કર સોલર પ્રોબ સ્પેસશીપને ફ્લોરિડા, અમેરિકા ખાતેથી 12 ઑગસ્ટ, 2018 ના રોજ છોડવામાં આવ્યું.

અમેરિકાનું આધુનિક અવકાશયાન પાર્કર સોલર પ્રોબ બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે:

પહેલો વિશ્વવિક્રમ, તે સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ માનવસર્જિત ઓબ્જેક્ટ હશે.

બીજો વિશ્વવિક્રમ, એ કે કલાકના સાત લાખ કિલોમીટરની અકલ્પનીય ગતિથી ઊડનાર તે પ્રથમ માનવનિર્મિત, ફાસ્ટેસ્ટ  વેહીકલ હશે.

 ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે કોરોના એ સૂર્યના વાતાવરણનો બાહ્યતમ વિસ્તાર (આવરણ) છે જે પ્રચંડ ઉષ્ણતામાન ધરાવે છે. કોરોનામાંથી હાઇ એનર્જી રેડિયેશન ફેંકાય છે જે પૃથ્વી અને જીવનને બહુવિધ રીતે પ્રભાવિત કરે છે. સૂર્યના કોરોનાને  ‘સ્પર્શ’ કરનાર વિશ્વનું આ પહેલું સ્પેસશીપ ‘પાર્કર સોલર પ્રોબ’  સૌર પવનો – સૂર્યમાંથી ફેંકાતા વિકિરણોનો  અભ્યાસ કરશે. એસ્ટ્રોફિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત સોલર વિંડ – મહત્તમ ઊર્જાયુક્ત સોલર પાર્ટિકલ્સ (રેડિયેશન) ના જન્મસ્થાન કોરોનાની માહિતી આપણને મળશે. કોરોનાના 1300 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાનને સહન કરવા પાર્કર સોલર પ્રોબને ખાસ ટેકનોલોજીથી રક્ષવામાં આવ્યું છે. આવો, ‘મધુસંચય’ની આજની પોસ્ટમાં પાર્કર સોલર પ્રોબ વિશે વિગતે જાણવા લેખ આગળ વાંચીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ?

. સ્ટીફન હૉકિંગ જેવા સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક માનવસભ્યતાને બ્રહ્માંડના કોઈ નવા ગ્રહ પર લઈ જવાની વાત કરી રહ્યા છે. પૃથ્વી પર માનવજાતના અસ્તિત્વ સામે સમસ્યાઓ વધતી જાય છે. પર્યાવરણ-પ્રદૂષણ અને આતંકવાદનાં પ્રશ્નોથી ત્રસ્ત દેશોને હવે વિશ્વયુદ્ધનો ભય સતાવી રહ્યો છે. અણુયુદ્ધ થાય તો અમેરિકન પ્રેસિડેન્ટ સહિતના મહાનુભાવોને સલામત રાખવા માટેનાં પ્લાન અમેરિકામાં તૈયાર હોવાની વાતો છે… Continue reading બ્રહ્માંડના ખૂણેથી પરગ્રહવાસી એલિયન સભ્યતાના રહસ્યમય રેડિયો સિગ્નલ?