ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈંટરનેટ ચેટ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો.
આદરણીય વડીલ શ્રી રતિભાઈ ચંદરિયા થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત! અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ, કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને અન્ય નેટ શુભચિંતકોએ ભાગ લીધો. ગરવા ગુજરાતમાંથી કદાચ અમે માત્ર ત્રણ મિત્રો કોન્ફરન્સના ગુજરાત તરફથી પ્રતિનિધિ હતા. અમદાવાદથી મારા ઉપરાંત સર્વશ્રી જુગલકિશોરભાઈ અને સૌરાષ્ટ્રથી અમિતભાઈએ ચર્ચામાં ભાગ લીધો.
શ્રી વિશાલ મોણપરાનો આ મહત્ત્વાકાંક્ષી ટેકનીકલ પ્રયત્ન કાબિલે-તારીફ ગણાય. ગુજરાતી નેટ જગતનો પ્રથમ પ્રયાસ હોવાથી થોડી સમસ્યા ઊભી થઈ પણ તે ક્ષમ્ય જ ગણાય. આ રીતે નેટ પર કોંફરન્સ યોજવાનો પડકાર ઝીલવો તે જ અભિનંદનને પાત્ર!વિજયભાઈ! વિશાલભાઈ! અભિનંદન!
આ ઐતિહાસિક ગુજરાતી ચેટ સંમેલનની ઉપલબ્ધિ એ કે દૂર દૂર બેઠેલા ગુજરાતીઓ પ્રથમ વખત એક સાથે નેટ પર ‘સન્મુખ’ થઈ શક્યા તથા ‘સામસામા’ બેસી વિચાર વિનિમય કરી શક્યા.
મેં થોડા દિવસ પહેલાં જે અનુરોધ કર્યો હતો તે ફરી દોહરાવું છું કે આ પ્રકારના સંમેલનો સમયાંતરે નિયમિત યોજાતા રહે તે ગુજરાતી નેટ જગતના હિતમાં છે.
*** ** ** ** ** **
ખાસ વિનંતી: ગુજરાતી નેટ જગતના વિકાસ વિશે જાણવા અહીં ક્લિક કરી લેખ અવશ્ય વાંચો.
** ** ** ** ** ** **
હરીશભાઇ
ભારતમાંથી તમે ચાર હતા . કાર્તિક મિસ્ત્રી મુંબાઇમાં છે અને લિનક્સ પર કામ કરે છે. ‘ઉત્કર્ષ ‘ તેમની મહેનતનું પરિણામ છે.
તમારો બ્લોગ એસ.વી. ના સીન્ડીકેશનમાં કેમ નથી?