અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ

માનવી આજે જીવન અને સૃષ્ટિનાં ગોપિત સત્યોને ટટોળવા બ્રહ્માંડના સીમાડાઓ ખૂંદી રહ્યો છે.

એસ્ટ્રોફિઝિક્સની બ્રાન્ચ વિકસતાં એસ્ટ્રોનોમીમાં એવી અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે કે યુનિવર્સ વિશે આપણું જ્ઞાન ત્વરાથી વધતું રહ્યું છે. સૂર્યમંડળ અને આપણી ગેલેક્સી ‘મિલ્કી વે’ વિશે તો આપણું ઘણું બધું જાણી ચૂક્યા છીએ. હવે ખગોળ વિજ્ઞાનીઓને બ્રહ્માંડની ઉત્પત્તિ અને બંધારણનાં રહસ્યો ગૂંચવી રહ્યાં છે. ડાર્ક મેટર, બ્લેક હોલ અને વોર્મ હોલ વિશે ઉત્કંઠા વધી રહી છે.

વોર્મ હોલ વિશે આશંકાઓ ઘણી છે, પણ બ્લેક હોલ અને ડાર્ક મેટર પર ઘણો પ્રકાશ પડ્યો છે. અવકાશમાં જંગી મોટા તારાના જીવનચક્રના અંતે તેમાં સુપરનોવા – મહાવિસ્ફોટ થાય છે. અતિ જંગી તારો છેવટે બ્લેક હોલમાં ફેરવાય છે. આવા બ્લેક હોલ પ્રચંડ માત્રાની ઘનતા (ડેન્સિટી) તથા ગ્રુરુત્વાકર્ષણ (ગ્રેવિટી) ધરાવે છે. બ્લેક હોલનો અભ્યાસ બ્રહ્માંડને સમજવામાં મદદરૂપ છે. 

બ્લેક હોલ સૂર્યથી પાંચ ગણાથી વધારે મોટા જ હોય તેવી માન્યતા પ્રવર્તતી હતી, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ આપણી ગેલેક્સી મિલ્કી વેના સૌથી ટચૂકડા બ્લેક હોલને શોધી કાઢેલ છે. આ બ્લેક હોલ સૂર્યથી માંડ ત્રણેક ગણો મોટો હોવાનું મનાય છે. ઑરિગા નક્ષત્રમાં સ્થિત આ બ્લેક હોલ વર્તમાનમાં મિલ્કી વે ગેલેક્સીનો સૌથી નાનો બ્લેક હોલ મનાય છે. તેનું દળ (માસ) સૂર્યના દળ કરતાં માત્ર 3.3 ગણું જ છે!

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં બ્લેક હોલ વિશે તાજેતરના સંશોધન પર નજર નાખીએ અને તેમના વિશે અવનવી માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

વૈજ્ઞાનિકોએ ‘નિહાળી’ ન્યૂટ્રોન સ્ટાર્સથી સર્જાયેલાં  ગ્રેવિટેશનલ વેવ્ઝ – ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સની વિરલ ઘટના

 . 17 ઑગસ્ટ, 2017ના રોજ લિગો – વર્ગોનાં વૈજ્ઞાનિકોએ બે ન્યૂટોન સ્ટાર્સના મર્જરથી સર્જાયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝને સર્વ પ્રથમ વખત ‘ડિટેક્ટ’ કર્યાં હતાં. ગ્રેવિટેશનલ વેવ્ઝનું આ પાંચમું ડિટેક્શન હતું. અગાઉના ચારેય ડિટેક્શનમાં ગ્રેવિટેશનલ વેવ્ઝ બે બ્લેક હોલના મર્જરથી સર્જાયાં હતાં. 17 ઑગસ્ટના રોજ ડિટેક્ટ થયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ સૌ પ્રથમ વખત બે ન્યૂટોન સ્ટાર્સની પ્રચંડ અથડામણથી ઉદભવેલાં… Continue reading વૈજ્ઞાનિકોએ ‘નિહાળી’ ન્યૂટ્રોન સ્ટાર્સથી સર્જાયેલાં  ગ્રેવિટેશનલ વેવ્ઝ – ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સની વિરલ ઘટના

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

લિગો તથા વર્ગો: ગ્રેવિટેશનલ વેવ્ઝનાં ડિટેક્શનનો ઇતિહાસ

. આપણા યુનિવર્સ (બ્રહ્માંડ) ની ઉંમર કેટલી? યુનિવર્સની ઉંમર આશરે 1300 કરોડ વર્ષ ગણવામાં આવે છે. વધારે ચોકસાઈથી કહીએ તો, આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે 1370 કરોડ વર્ષ પહેલાં થઈ. અનંત બ્રહ્માંડમાં ભયંકર અથડામણો, પ્રચંડ વિસ્ફોટો કે અસાધારણ દળ-ઊર્જા વિનિમય સર્જતી કોસ્મિક ઘટનાઓ બને, ત્યારે ગ્રેવિટેશનલ વેવ્ઝ ઉત્પન્ન થઈ શકે છે. આ વાત આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જનરલ… Continue reading લિગો તથા વર્ગો: ગ્રેવિટેશનલ વેવ્ઝનાં ડિટેક્શનનો ઇતિહાસ

વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ગ્રેવિટેશનલ વેવ્ઝ આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઑફ રિલેટિવિટીના સંદર્ભે

. ફિઝિક્સ, એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોનોમી, ગ્રેવિટેશનલ ફિઝિક્સ જેવાં વિજ્ઞાન ઝડપથી વિકસી રહ્યાં છે. સાથે સાથે યુનિવર્સનાં રહસ્યો ખુલતાં જાય છે. ગોડ પાર્ટિકલ હિગ્સ બોસોન હોય, બ્રહ્માંડના અજાણ્યા ખૂણેથી મળતા સિગ્નલ હોય કે કરોડો પ્રકાશવર્ષ દૂરથી આવતાં ગ્રેવિટેશનલ વેવ્ઝ હોય; માનવજાતને ઑર ઉત્સુક કરી મૂકે છે! એક સો વર્ષ અગાઉ આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઑફ રિલેટિવિટીમાં ભાખેલાં… Continue reading ગ્રેવિટેશનલ વેવ્ઝ આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઑફ રિલેટિવિટીના સંદર્ભે

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ માટે લિગોના વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઇઝ

. વર્ષ 2017 માટે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ બ્રહ્માંડનાં ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ કરનાર અમેરિકાના લિગો ઑબ્ઝર્વેટરી પ્રૉજેક્ટ સાથે સંકળાયેલ ભૌતિકશાસ્ત્રીઓ રેઇનર વાઇસ,  કિપ થોર્ન અને બેરી બેરિશને આપવામાં આવ્યું છે. ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધને વિજ્ઞાન જગતની ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે, જે બ્રહ્માંડનાં રહસ્યોને સમજવામાં ખૂબ મદદરૂપ થશે. ફળસ્વરૂપ, અમેરિકાના સુપ્રસિદ્ધ ફિઝિસિસ્ટ વાઇસ – થોર્ન – બેરિશની… Continue reading ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ માટે લિગોના વૈજ્ઞાનિકોને મળ્યું નોબેલ પ્રાઇઝ