સમાચાર-વિચાર

“ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદનો કાર્યક્રમ “સંવાદ”

.
ગુજરાતી ભાષાના નવ-સર્જકોને પ્રોત્સાહિત કરવા તથા માર્ગદર્શન આપવાના હેતુથી “ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદ દ્વારા “સંવાદ” કાર્યક્રમ બુધવાર, 5 જુલાઈના રોજ યોજાયો હતો. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જકોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવોદિત સર્જકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્વાનોએ તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું.

ગુજરાતી સાહિત્ય પરિષદની આ પ્રવૃત્તિ આવકારદાયક છે. આ અંગે આપણા ગુજરાતી નેટ જગત વતી હું ડાયરેક્ટર શ્રી રમેશભાઈ દવે તથા ટ્રેઝરર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાથે રૂબરુ/ ટેલિફોન પર સંપર્કમાં છું. આ મારો અંગત પ્રયત્ન નથી. આપ સૌ પાસેથી મને મળેલ પ્રેરણા તથા સહકારનું પરિણામ છે.

આપ સમક્ષ સંક્ષેપમાં મેં કરેલ ચર્ચા રજૂ કરું છું:

(1) આપણા મિત્રો ( ગુજરાતી નેટ જગત ) ઈંટરનેટ પર ગુજરાતી ભાષામાં કેવી સુંદર અને ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેનો પરિચય.

(2) ગુજરાતી ભાષાને, તેના સાહિત્યને ઈંટરનેટ પર લઈ જવાની અને દેશ-વિદેશના ગુજરાતી ભાષાના ચાહકો માટે તેને લોકભોગ્ય કરવાની જરૂરત.

(3) ગુજરાતી સાહિત્ય પરિષદ પાસે હાલ પોતાની એક્ટીવ વેબ-સાઈટ નથી. પરિષદ માટે તાત્કાલિક સર્વોપયોગી વેબ-સાઈટ બનાવવા મેં ખાસ ભાર મૂક્યો છે. તે અંગે બધી મદદ કરવા મેં ઓફર કરેલી છે. અંગત કારણોસર હું “સંવાદ”માં હાજર રહી શક્યો ન હતો પણ આવતા અઠવાડિયે હું ફરી પરિષદની મુલાકાત લઈશ ત્યારે હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરીશ.

(4) ગુજરાતી સાહિત્ય પરિષદ વિશ્વભરનાં ગુજરાતી ભાષાપ્રેમીઓના સંપર્કમાં રહી શકે તે માટે મેં આપ સૌ વતી એક ઓફર મૂકી છે. ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓની મને જાણ થશે કે તરત હું આ સમાચાર “મધુસંચય”ના “સમાચાર-વિચાર” વિભાગ પર મૂકીશ અને તે સમાચાર ગુજરાતી નેટ જગતના આપ સૌના બ્લોગ્સ પર મૂકવા આપ પ્રયત્નશીલ રહેશો. જે રીતે મારી વિનંતીથી મૃગેશ ભાઈએ “રીડ ગુજરાતી” પર “સંવાદ”ના સમાચાર તાત્કાલિક પબ્લિશ કર્યા હતા (ખૂબ ખૂબ આભાર, દોસ્ત!), તે રીતે અન્ય જે કોઈ બ્લોગર પોતાના બ્લોગ પર, ભલે સંક્ષેપમાં, પણ આ સમાચાર મૂકે તો સાહિત્ય પરિષદ તથા ગુજરાતી ભાષાનું મોટું કામ થયું ગણાશે.

(5) ડાયરેક્ટરશ્રી રમેશભાઈએ અંગત રસ લઈ મને પરિષદની લાયબ્રેરીના ઉપયોગ અંગે તુરંત વ્યવસ્થા કરી આપી તથા આપણા ગુજરાતી નેટ જગતના ઉપયોગ માટે પરિષદના પુસ્તકો અંગે વ્યવસ્થા કરી આપી તે માટે મેં તેમનો આપ સૌ વતી આભાર માન્યો છે.

(6) ગુજરાતી સાહિત્ય પરિષદ પાસે મર્યાદિત સાધન-સ્રોત છે. એક જ કોમ્પ્યુટર અને તે પણ સ્ટાફ માટે ઈંટરનેટ કનેક્ટિવિટી નથી! વાચકો માટે તો ભૂલી જ જાવ! મર્યાદિત ફંડમાં કેટલું મેનેજ કરે? તેથી લાયબ્રેરીમાં કોમ્પ્યુટર- સ્કેનર- ઝેરોક્સ વ્યવસ્થા …. બધી દૂરની વાતો થઈ.

પણ આપણે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા હવે પ્રયત્ન કરી શકીએ. આપણે ગુજરાતી ભાષા માટે કાર્ય કરતી સંસ્થાઓમાં પ્રાણ ફૂંકવો પડશે તથા તેમને આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે પ્રેરવી પડશે. ચાલો, વિશ્વભરના ગુજરાતી ચાહકો સમક્ષ આપણે તેમની સુયોગ્ય કામગીરીને બિરદાવીએ તથા પ્રોત્સાહિત કરીએ.

આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો સફળતા જરૂર મળશે.

આપના ઉષ્માભર્યા પ્રતિભાવની અપેક્ષા રાખી શકું? આભાર … હરીશ દવે .

** ** ** ** ** ** **

ખાસ વિનંતી:

ગુજરાતી નેટ જગતના વિકાસને સમજવા માટે આપ અહીં ક્લિક કરી આ લેખ જરૂર વાંચો.

** ** ** ** ** ** **

11 thoughts on ““ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદનો કાર્યક્રમ “સંવાદ”

 1. હું મારાથી બનતું યોગદાન આપીશ.લગભગ બધા જાણીતા બ્લોગમાં
  રસપૂર્વક વાંચું છું.આ પ્રવ્રુત્તિને આધારની ખૂબ જ જરૂર છે.નમસ્કાર !

 2. શ્રી સુવાસ જી તથા શ્રી સુરેશભાઈ,

  આપ પરિષદની સમસ્યા બરાબર સમજ્યા છો. મારી દૃષ્ટિએ પરિષદ માટે બે પ્રાયોરિટી હોવી જોઈએ:

  (1) તાત્કાલિક ધોરણે સર્વોપયોગી વેબ-સાઈટ ઊભી કરવી તેટલું જ નહીં, તેને સક્રિયતાથી ‘મેન્ટેન’ કરવી. (આપણે ત્યાં ગુજરાત તથા કેન્દ્ર સરકારના ઘણા ખાતા/ સંસ્થા વેબ-સાઈટ પબ્લિશ કરે… પછી ખાલી ડબ્બા જેવી પડી રહે. ઈ-મેઈલ કરો, કોઈ જોનાર જ ન હોય!)

  (2) શ્રી સુરેશભાઈ કહે છે તે પ્રમાણે ઈન્ટરનેટ કનેકશન – કોમ્પ્યુટર વગેરેની સગવડ … સાથે જ તેને મેન્ટેન’ કરવાની વ્યવસ્થા ….

  પહેલાં તો પરિષદના સભ્યો દેશ- વિદેશમાં જ્યાં છે, તેમનામાં આ પરત્વે જાગૃતિ લાવવી પડશે. શ્રી મૃગેશભાઈએ વડોદરાના સાહિત્યવર્તુલનો સંપર્ક કર્યો (દા.ત. સિતાંશુ જી) તે પ્રશંસા પાત્ર છે. આ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં ઈન્ટરનેટ પર ગુજરાતી વિષે સભાનતા કેળવવી પડશે. આ માટે વ્યક્તિગત પ્રયત્નો હોઈ શકે, પણ આખરે તો સામૂહિક પ્રયત્નો જ મહત્વના છે. આપણે બ્લોગર્સ મિત્રોએ ખૂબ પ્રયત્નો કરવા પડશે. જે કોઈ જ્યાં પણ છે, ત્યાં બેઠા બેઠા કાંઈક કરે. કાંઈ નહીં તો છેવટે ગુજરાતી ભાષા માટે ઈન્ટરનેટ પર આવા પ્રયત્નો થઈ રહ્યા છે તેની નોંધ પોતાના બ્લોગ પર મૂકી જાગૃતિ ફેલાવે. ચર્ચા કરે. સાથે જ આપણે નક્કર પગલાં લઈએ તો પરિણામ જરૂર મળશે.

  આ માટે આપ સૌનો – પ્રત્યેક નો સપોર્ટ જરૂરી બનશે. ફરી સૌને આ ચર્ચામાં સામેલ થવા વિનંતી. ધન્યવાદ … હરીશ દવે

 3. પ્રિય સુરેશ ભાઈ,

  આપના ઉત્સાહજનક પ્રતિભાવથી બધા જ વાચકો ખુશ થશે.

  આપણે આ દિશામાં જરૂર વિચારી શકીએ. હું કોઈ પણ સ્વરૂપે શક્ય તે વ્યક્તિગત સેવા આપવા તૈયાર છું. મેં નેટ પર અગ્રેજી ભાષામાં મારી પોતાની ઘણી સાઈટ્સ મૂકેલી છે.

  મારા યત્કિંચિત જ્ઞાન તથા સેવા માટે મેં પરિષદને ઓફર કરી છે. મારી સાથે અહીંના સ્થાનિક બ્લોગર્સ પણ જોડાઈ શકે. તેમાં નેહા જેવા કોમ્પુટર એક્ષ્પર્ટ પણ હોય. ભાઈ શ્રી મૃગેશ તથા ડો. વિવેક જેવા બધા ગુજરાત સ્થિત મિત્રો પણ હોય … સમગ્ર ગુજરાતી નેટ જગત આ બાબતે એક થઈ કામ કરે તેવું હું ઈચ્છું છું.

  બીજા મિત્રો પ્રતિભાવ આપશે? આભાર … હરીશ દવે

 4. ફોર એસ.વી નું સર્વર કોઇ કારણસર બંધ છે. એટલે હું ત્યાં વાતચીત વિભાગમાં ચર્ચા મુકી શક્યો નથી. માટે અહીં એક પ્રશ્ન કરું છું. શું આપણે સૌ ભેગા મળીને સાહિત્ય પરિષદના પ્રાંગણમાં દસ બાર ટર્મીનલો, એક કોમ્યુટર અને ઇંટરનેટ કનેક્શન સાથેની સુવિધા ઊભી કરવા માટે ફાળો ના આપી શકીએ?
  હરીશભાઇ ! તમે જો આ બાબતમાં સક્રીય કામ કરી કોઓર્ડીનેટર થવા તૈયાર હો, તો હું આર્થિક ફાળો આપવામાં પહેલો હોઇશ. કુલ કેટલું ફંડ જોઇએ તેની કોઇ જાણકાર વ્યક્તિ અંદાજ આપીએ શકે?

 5. ઘણું સરસ, નેટ પરના ગુજરાતી જગતને અન્‍યો સુધી પહોંચાડવા બદલ આભાર. આ પેલા મુંબઇ જેવું નથી કે એક તરફ મોટી મોટી બિલ્‍ડીંગો અને ત્‍યાં જ બાજું માં ઝુપડ પટ્ટીઓ…
  એક તરફ નેટ પર સાહિત્‍યનું આખું ગુજરાતી વિશ્વ ઉભરી રહયું છે, અને બિચારી ગુજરાતી ભાષાની પતિનિધિત્‍વ કરતી સંસ્‍થા જ આનાથી વંચિત છે.

 6. અભિનંદન …
  ઘણું મોટું કામ થયું છે. તમે શરૂ કરેલ આ પ્રયત્ન સફળ નીવડે તે માટે શુભેચ્છાઓ .
  સાહિત્ય પરિષદને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ યુગમાં લઇ જવા માટે શું કરવું જોઇએ તેની એક ચર્ચા બ્લોગ જગતમાં શરૂ કરીએ . ફોર. એસ. વી. ના ‘વાતચીત’ વિભાગમાં હું આની આજે શરૂઆત કરીશ. સૌને વિનંતિ કે આમાં ઊલટભેર ભાગ લે.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s