અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ

માનવી આજે જીવન અને સૃષ્ટિનાં ગોપિત સત્યોને ટટોળવા બ્રહ્માંડના સીમાડાઓ ખૂંદી રહ્યો છે.

એસ્ટ્રોફિઝિક્સની બ્રાન્ચ વિકસતાં એસ્ટ્રોનોમીમાં એવી અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે કે યુનિવર્સ વિશે આપણું જ્ઞાન ત્વરાથી વધતું રહ્યું છે. સૂર્યમંડળ અને આપણી ગેલેક્સી ‘મિલ્કી વે’ વિશે તો આપણું ઘણું બધું જાણી ચૂક્યા છીએ. હવે ખગોળ વિજ્ઞાનીઓને બ્રહ્માંડની ઉત્પત્તિ અને બંધારણનાં રહસ્યો ગૂંચવી રહ્યાં છે. ડાર્ક મેટર, બ્લેક હોલ અને વોર્મ હોલ વિશે ઉત્કંઠા વધી રહી છે.

વોર્મ હોલ વિશે આશંકાઓ ઘણી છે, પણ બ્લેક હોલ અને ડાર્ક મેટર પર ઘણો પ્રકાશ પડ્યો છે. અવકાશમાં જંગી મોટા તારાના જીવનચક્રના અંતે તેમાં સુપરનોવા – મહાવિસ્ફોટ થાય છે. અતિ જંગી તારો છેવટે બ્લેક હોલમાં ફેરવાય છે. આવા બ્લેક હોલ પ્રચંડ માત્રાની ઘનતા (ડેન્સિટી) તથા ગ્રુરુત્વાકર્ષણ (ગ્રેવિટી) ધરાવે છે. બ્લેક હોલનો અભ્યાસ બ્રહ્માંડને સમજવામાં મદદરૂપ છે. 

બ્લેક હોલ સૂર્યથી પાંચ ગણાથી વધારે મોટા જ હોય તેવી માન્યતા પ્રવર્તતી હતી, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ આપણી ગેલેક્સી મિલ્કી વેના સૌથી ટચૂકડા બ્લેક હોલને શોધી કાઢેલ છે. આ બ્લેક હોલ સૂર્યથી માંડ ત્રણેક ગણો મોટો હોવાનું મનાય છે. ઑરિગા નક્ષત્રમાં સ્થિત આ બ્લેક હોલ વર્તમાનમાં મિલ્કી વે ગેલેક્સીનો સૌથી નાનો બ્લેક હોલ મનાય છે. તેનું દળ (માસ) સૂર્યના દળ કરતાં માત્ર 3.3 ગણું જ છે!

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં બ્લેક હોલ વિશે તાજેતરના સંશોધન પર નજર નાખીએ અને તેમના વિશે અવનવી માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

વૈજ્ઞાનિકોએ ‘નિહાળી’ ન્યૂટ્રોન સ્ટાર્સથી સર્જાયેલાં  ગ્રેવિટેશનલ વેવ્ઝ – ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સની વિરલ ઘટના

 . 17 ઑગસ્ટ, 2017ના રોજ લિગો – વર્ગોનાં વૈજ્ઞાનિકોએ બે ન્યૂટોન સ્ટાર્સના મર્જરથી સર્જાયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝને સર્વ પ્રથમ વખત ‘ડિટેક્ટ’ કર્યાં હતાં. ગ્રેવિટેશનલ વેવ્ઝનું આ પાંચમું ડિટેક્શન હતું. અગાઉના ચારેય ડિટેક્શનમાં ગ્રેવિટેશનલ વેવ્ઝ બે બ્લેક હોલના મર્જરથી સર્જાયાં હતાં. 17 ઑગસ્ટના રોજ ડિટેક્ટ થયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ સૌ પ્રથમ વખત બે ન્યૂટોન સ્ટાર્સની પ્રચંડ અથડામણથી ઉદભવેલાં… Continue reading વૈજ્ઞાનિકોએ ‘નિહાળી’ ન્યૂટ્રોન સ્ટાર્સથી સર્જાયેલાં  ગ્રેવિટેશનલ વેવ્ઝ – ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સની વિરલ ઘટના

વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

સ્ટાર (તારા) નું જીવનચક્ર તથા ન્યૂટ્રોન સ્ટારનો પરિચય

. સજીવના જીવન ચક્રની માફક સ્ટારને પણ પોતાનું જીવનચક્ર (લાઇફ સાયકલ) હોય છે. તારો જન્મે છે, વૃદ્ધિ પામે છે અને નાશ પામે છે. આપણો સૂર્ય પણ એક તારો જ છે. પ્રત્યેક તારો સામાન્ય રીતે હાઇડ્રોજન – હિલિયમ જેવા ગેસનો ધગધગતો ગોળો છે. તેનામાં સતત ચાલતી ન્યુક્લિયર રીએક્શન્સ (Nuclear reactions) જેવી પ્રક્રિયાઓને કારણે તારામાંથી ઉષ્મા અને પ્રકાશ… Continue reading સ્ટાર (તારા) નું જીવનચક્ર તથા ન્યૂટ્રોન સ્ટારનો પરિચય

અજાણી-શી વાતો · ઇતિહાસ · પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ

. અમેરિકાના અગ્રગણ્ય ફિઝિસિસ્ટ કિપ થોર્ન તાજેતરમાં સાયન્સ ફિક્શન ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ના બ્લેક હોલ – વોર્મ હોલ તથા લિગો સાયન્ટિફિક કોલૅબરેશનના ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્શનને લીધે ભારે પ્રસિદ્ધિમાં રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (કેલ્ટેક Caltech)ના ભૌતિક વિજ્ઞાની કિપ થોર્ન વિશ્વપ્રસિદ્ધ બ્રિટીશ વૈજ્ઞાનિક કોસ્મોલોજીસ્ટ સ્ટિફન હૉકિંગ (સ્ટીફન હોકિંગ) ના મિત્ર છે. અમેરિકન એસ્ટ્રોનોમર કાર્લ સગાન (કાર્લ સાગાન)… Continue reading કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ