પ્રકીર્ણ · સમાચાર-વિચાર

‘મધુસંચય’ પર 2019નાં સ્મરણો

નમસ્કાર વાચક મિત્રો!

વીતેલા વર્ષ 2019માં ‘મધુસંચય’ પર આપે ઇતિહાસ, કલા, જ્ઞાન-વિજ્ઞાન આદિ વિવિધ વિષયો પર લેખો માણ્યા.

વાચકોની જાણ માટે તેમાંથી બે-ચાર લેખોની ઝલક માત્ર નીચે છે. સંપૂર્ણ લેખ વાંચવા આપ આપેલ લિક પર ક્લિક કરતા જશો. ધન્યવાદ!

** * *** * **** ** * ** * * ** *

મધુસંચય-લેખ: મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ

  • બ્લેક હોલ અવકાશના સૌથી રહસ્યમય અને ચર્ચાસ્પદ વિસ્તારો
  • મોટી ગેલેક્સીઓના કેંદ્ર ભાગે મહા જંગી કદના સુપરમાસિવ બ્લેક હોલ હોવાની માન્યતા
  • બ્લેક હોલના અસ્તિત્વ, રચના અને બંધારણ વિશે વિવિધ મતો
  • બ્લેક હોલના ઇવેન્ટ હોરાઇઝન અને સિંગ્યુલારિટી જેવા મુદ્દા વિજ્ઞાન માટે પડકારરૂપ
  • આલ્બર્ટ આઇન્સ્ટાઇને ભાખેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ શોધાયાં
  • અમેરિકામાં લિગો ઓબ્ઝર્વેટરીઝ દ્વારા પ્રથમ ચાર ડિટેક્શનમાં ગ્રેવિટેશનલ વેવ સર્જાયાં હતાં બ્લેક હોલની અથડામણથી

સંપૂર્ણ માહિતીભર્યો લેખ વાંચવા અહીં ક્લિક કરો: મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ

*** * * ** * *** ** **

મધુસંચય-લેખ: વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો:

  • મ્યુઝિયમ એટલે અસાધારણ મહત્ત્વ ધરાવતી, દુર્લભ ચીજવસ્તુઓનું સંગ્રહાલય
  • ભારતનું સૌથી પ્રાચીન અને સર્વ પ્રથમ સંગ્રહાલય 1814માં કલકત્તા (હવે કોલકતા) માં સ્થપાયેલ ઇન્ડિયન મ્યુઝિયમ
  • નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ અને મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય – CSMVS (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ) ખ્યાતિપ્રાપ્ત ભારતીય સંગ્રહાલયો
  • વિશ્વના સૌથી લોકપ્રિય અને ‘મોસ્ટ વિઝિટેડ’ મ્યુઝિયમમાં યુરોપમાં ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરનું લુવ્ર મ્યુઝિયમ
  • લુવ્ર મ્યુઝિયમના પાંચેક લાખ એક્ઝિબિટ્સ પૈકી કેટલાંક પાંચેક હજાર વર્ષ જૂનાં, પ્રાચીન મિસ્ર (ઇજિપ્ત) ની નાઇલ સભ્યતાનાં
  • અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમ ન્યૂ યૉર્કના ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (‘ધ મેટ’) માં ચિત્રકલા અને સ્થાપત્યકલાના પ્રાચીન નમૂનાઓ

પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

*** * * ** * *** ** **

મધુસંચય-લેખ: ઇંગ્લેન્ડનો ઇતિહાસ, સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ:

  • ટ્યુડર વંશના પ્રથમ રાજા હેન્રી સાતમાના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદી પર તેમના પાટવી કુંવર રાજા હેન્રી આઠમા તરીકે
  • રાજા હેન્રી આઠમાએ ચર્ચ ઑફ ઇંગ્લેંડ સ્થાપીને પ્રચલિત કરી પ્રોટેસ્ટંટ વિચારસરણી
  • હેન્રી આઠમાની મુખ્ય ત્રણ રાણીઓ પ્રથમ રાણી કેથેરાઇન ઑફ એરેગોન (કેથેરીન ઓફ એરાગોન/ આરગોન) , બીજાં રાણી એન બુલિન (એન્ન બુલિન/ એન બોલિન) તથા ત્રીજાં રાણી જેઇન સિમોર (જેઇન સેમોર/ જેન સેયમોર)
  • ત્રણેય રાણીઓનાં એક એક સંતાન સમયાંતરે બન્યાં ઇંગ્લેન્ડના શાસક

પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ઇંગ્લેન્ડનો ઇતિહાસ, સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ

*** * * ** * *** ** **

મધુસંચય-લેખ: ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત:

  • ભારતમાં સૌ પ્રથમ ક્રિકેટ મેચ રમાઈ ગુજરાતમાં વર્ષ 1721માં
  • ભારતની પ્રથમ ક્રિકેટ ક્લબ અંગ્રેજો દ્વારા કલકત્તામાં સ્થપાયેલ ‘કલકતા ક્રિકેટ ક્લબ’, જે એમસીસી (ઇંગ્લેન્ડ) પછી વિશ્વની બીજી ક્રિકેટ ક્લબ
  • મુંબઈમાં ભારતીયો દ્વારા સ્થપાઈ પહેલી ક્રિકેટ ક્લબ ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ જે પછીથી બની પારસી ક્રિકેટ ક્લબ કે યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ
  • બ્રિટીશરો/ યુરોપિયનોએ ફોર્ટમાં સ્થાપી મુંબઈની પ્રથમ ક્લબ બૉમ્બે જીમખાના
  • વિલાયત/ ઇંગ્લેન્ડનો પ્રથમ ક્રિકેટ પ્રવાસ કરનાર પહેલી ભારતની ક્રિકેટ ટીમ મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ટીમ (વર્ષ 1886)

પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

*** * * ** * *** ** **

વિશ્વને પલટી દેનાર આઇઓટી ઇન્ટરનેટ ઑફ થિંગ્સ વિશે જાણવામાં રસ છે?

મધુસંચય-લેખ: ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન:

  • ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) બને છે વિજ્ઞાનક્ષેત્રની ઊભરતી ટેકનોલોજી
  • વિશ્વભરનાં અનેકાનેક ગેજેટ્સ અને સિસ્ટમ્સ સંકળાશે ઇંટરનેટ કનિક્ટિવિટીથી
  • માનવજીવનને ઉપયોગી ડિવાઇસિઝ અને મશીનોનાં નેટવર્ક જોડાશે; સર્જાશે ‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’
  • ઇન્ટરનેટ ઑફ થિંગ્સ ટેકનોલોજીથી સુસજ્જ થશે સ્માર્ટ હોમ અને સ્માર્ટ સિટી
  • સ્વાસ્થ્ય આરોગ્ય, સંદેશા-વ્યવહાર, વાહનવ્યવહાર, વ્યાપાર-ઉદ્યોગ, કૃષિ-એગ્રીકલ્ચર જેવાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી થશે અદ્યતન ટેકનોલોજી આઇઓટી

પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન

*** * * ** * *** ** **

મધુસંચય-લેખ: નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે!:

  • નેનોટેકનોલોજી અને ન્યુરોટેકનોલોજી સાથે કમ્પ્યુટર એન્જીનિયરિંગના સહયોગથી ડેવલપ થશે હ્યુમન બ્રેઇન-ટુ-મશીન ઇન્ટરફેસ
  • રિચાર્ડ ફેઇનમેન નામક અમેરિકન ફિઝિસિસ્ટ દ્વારા રજૂ થયો નેનોટેકનોલોજીનો કન્સેપ્ટ, જાપાનના પ્રોફેસર નોરિયો તાનીગુચીએ આપ્યું નામ ‘નેનોટેકનોલોજી’
  • એક મિલિમીટરનો દસ લાખમો ભાગ તે નેનોમીટર
  • બ્રેઇન-મશીન ઇન્ટરફેસ કે બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ સર્જવામાં નેનોરોબોટ્સનું મહત્ત્વનું કામ
  • બ્રેઇન-ક્લાઉડ ઇન્ટરફેસની મદદથી સર્જાશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ

પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે

*** * * ** * *** ** **

મધુસંચય-લેખ: ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા:

  • ભવાઈ ગુજરાતની લોકનાટ્ય કલા
  • ગુજરાતી નાટ્યપ્રવૃત્તિઓનાં મૂળ ચૌદમી સદીમાં શરૂ થયેલ ભવાઈમાં
  • ભવાઈના વેશનો આરંભ કરનાર સિદ્ધપુરના અસાઈત ઠાકોર
  • મુંબઈમાં અંગ્રેજોએ મનોરંજન માટે બાંધ્યું ‘બોમ્બે ગ્રીન થિયેટર’ (બોમ્બે થિયેટર)
  • 1846માં બંધાયું ગ્રાંટ રોડ પર ગ્રાંટ રોડ થિયેટર જેનાં અન્ય નામ રોયલ થિયેટર કે શંકર શેઠની નાટકશાળા
  • 1879માં બોરીબંદર (વિક્ટોરિયા ટર્મિનસ કે છત્રપતિ શિવાજી ટર્મિનસ) પાસે બંધાયું ગેઇટી થિયેટર
  • ગેઇટી થિયેટરમાં વર્ષો સુધી ભજવાયાં લોકપ્રિય ગુજરાતી નાટકો
  • ગેઇટી થિયેટર બન્યું ગ્લોબ થિયેટર કંપનીનું કેપિટોલ સિનેમા (1929)

પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ ઉદયકાળની કથા

*** * * ** * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s