સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

.

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) 

સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો!

ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે.

આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે.

કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી કરી રહ્યું છે સંક્ષિપ્તમાં નહીં, પૂર્ણ રૂપે.

આપની જાણ બહાર, આપની સંમતિ વિના, આપની પોસ્ટ વ્યાવસાયિક હેતુથી અન્ય જગ્યાએ કઈ રીતે પ્રકાશિત થાય?

કોઈકને આમાં કશું અજુગતું ન પણ લાગે. કોઈક આ વાતને હસી કાઢશે!

આ નાનકડી, નિર્દોષ જણાતી પ્રવૃત્તિ છે. પણ કાલે તેનાં શું પરિણામો હશે?

હું ટેકનોક્રેટ કે લીગલ એક્સપર્ટ નથી. આ મુદ્દાની ગંભીર અસરો હું પૂરી રીતે સમજી શકતો નથી. તેથી કશો નક્કર અભિપ્રાય કે સલાહ આપવાનો મને અધિકાર નથી.

પરંતુ મને એટલું તો જરૂર જણાય છે કે આ ઈચ્છનીય પ્રવૃત્તિ નથી અને કાલે ઊઠીને તે વકરી જશે!

મારો હેતુ ગુજરાતી નેટ જગતને સજાગ કરવાનો છે.

આજે આ ક્ષુલ્લક જણાતો મુદ્દો છે, કાલે બીજા મુદ્દા ઊઠશે.

ભલે નાનો પ્રશ્ન હોય, પણ આપણે સભાનપણે અવલોકીએ. એક થઈ યોગ્ય કદમ ઊઠાવીએ.

ગુજરાતી નેટ જગત સંગઠિત હશે તો આવા પ્રશ્નો પરત્વે જાગ્રતિ કેળવી શકાશે.

આપણી વાત વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ તો શું, ગુગલને પણ સાંભળવી પડે તેવી તાકાત આપણે કેળવવી પડશે.

મિત્રો! આપણે જાગીશું? આપણે એક થઈશું? આપણે એક રહીશું?

.

3 thoughts on “બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

  1. YES THAT IS A POSSIBLE ANSWER & THEN YOU ARE IN A LEGAL FIGHT FOR SOME TIMES DO YOU WANT THAT ? WHAT YOU PUBLISH ON NET DO YOU WANT OTHERS TO KNOW OF IT VIA YOUR WEB PAGE ONLY OR YOU WANT IT TO BEPASSED ON TO OTHERS ? UNALTERD IF PASSED ON IS IT OKAY ? CAN OTHRS QUOTE YOU IN THE ARTICLES THEY PUBLISH ?IF YOUR WEB PAGE JNFORMATIONS CA NOT BE COPIED OR DOWNLOADED THEN MAY BE A SOLUTION IN THE FUTURE>>>>DR. C. M. MISTRY

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s