.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
ગુજરાતી નેટ જગતની વિવિધ સાઇટ્સ પર નજર નાખું છું, ત્યારે મને તેના વિસ્તરતા સ્વરૂપની ઝાંખી થાય છે.
એક શક્તિશાળી માધ્યમ તરીકે ગુજરાતી નેટ જગત ઊભરી રહ્યું છે.
આવતી કાલે ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતનું આ માધ્યમ ગુજરાતી સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રવાહોને પ્રભાવિત કરશે તેમાં શંકા નથી.
જ્યારે ગુજરાત રાજ્ય સમર્થ અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ભારત દેશ અને વિશ્વની નજરમાં ઊંચું આવી રહ્યું છે, ત્યારે ગુજરાતી નેટ જગત ગુજરાતના પ્રગતિપથ પર મશાલચી બની પ્રકાશ રેલી શકે તો ગુજરાત અને ગુજરાતીઓ સાથે દેશના વિકાસના નવા માર્ગો ખુલી જશે.
ઇન્ટરનેટ પર સક્રિય મારા ગુજરાતી નેટ જગતના તમામ મિત્રો આ હકીકત હજી પૂરી સમજી શક્યા નથી. તે જ રીતે ગુજરાતના વિવિધ વર્ગો પણ હજી ગંભીર બની શક્યા નથી.
સ્પર્ધા વધવા સાથે કેટલાક ગુજરાતી પ્રકાશકો, વિક્રેતાઓ અને વર્તમાન પત્રો/ સામયિકોએ ઇન્ટરનેટ પર અસ્તિત્વને ઊજાળવા વત્તાઓછા પ્રયત્નો કર્યા છે, પરંતુ તે પાશેરામાં પહેલી પૂણી પણ નથી.
આલબેલ!
જાગો! મિત્રો! જાગો!
ગુજરાતી ભાષાના પ્રેમીઓ જાગો! ગુજરાતી સમાજ જાગો!
ગુજરાત રાજ્ય જાગો! ગુજરાત સરકાર જાગો!
ઇન્ટરનેટ અને ગુજરાતી નેટ જગત ગુજરાતના બૌદ્ધિક, સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય પ્રવાહોને તેમજ રાજ્ય અને સમાજના તમામ ક્ષેત્રોને દૂરગામી અસરોથી પ્રભાવિત કરનાર છે.
હવે ગુજરાતી નેટ જગતને અવગણી શકાય તેમ નથી. તેના પ્રચાર અને પ્રસાર માટે વિવિધ સ્તરોએ સક્રિય પ્રયત્નો થવા જોઈએ.
કેટલાક વર્તમાન પત્રો ગુજરાતી નેટ જગતની પ્રવૃત્તિઓની છૂટીછવાઈ નોંધ લે છે, તે પૂરતું નથી.
સમાજના બહુવિધ વર્ગો ગુજરાતી નેટ જગતની પ્રવૃત્તિઓમાં રસ લઈ તેને બિરદાવશે અને ઉત્તેજન આપશે ત્યારે ગુજરાતી સમાજ, ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશના સર્વાંગી વિકાસ અર્થે નવી દિશાઓ ખુલી જશે.
બહુ સરસ અને સાચી વાત કરી છે હરીશભાઇ
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com
ઉત્તીષ્ઠત !
આજની આ ઘોષણા છે, ગુજરાતીઓ !
નેટ પર આપણે સમયસર છીએ પણ સતર્ક નથી. આવી રહેલા સમય માટે સતર્કતા એ બીજો બહુ મહત્ત્વનો શબ્દ છે !!