અજાણી-શી વાતો · સામાન્ય જ્ઞાન

સંખ્યાવાચન: બિલિયન-ટ્રિલિયન-ક્વાડ્રિલિયન તથા ખર્વ-પરાર્ધ સંખ્યાઓ

 

છેલ્લી ત્રણ સદીઓમાં વિજ્ઞાનની અપ્રતિમ પ્રગતિના લીધે પૃથ્વી અને માનવજીવન સમૂળગાં બદલાતાં ગયાં છે. ઔદ્યોગિક ક્રાંતિના વ્યાપ્ત પછી અનેકવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થતો રહ્યો છે. છેલ્લાં પચાસ વર્ષોમાં કમ્પ્યુટર અને ડિજિટલ રેવોલ્યુશનના પરિણામે જ્ઞાનના સીમાડાઓ વિસ્તર્યા છે એટલું જ નહીં, જીવનના વ્યવહારો પણ ધરમૂળથી પરિવર્તન પામી રહ્યાં છે.

તમામ માનવ-પ્રવૃત્તિઓમાં ડિજિટલ રેવોલ્યુશનના પ્રભાવ તળે ‘ઇન્ફર્મેશન’નો મહાવિસ્ફોટ થયો છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ ટેકનોલોજી અને બિગ ડેટા પ્રચલિત થતાં જંગી આંકડાઓ અને મોટી સંખ્યાઓ દૈનિક વ્યવહારોમાં ઊભરાવાં લાગ્યાં છે.

આવા ડિજિટલ યુગમાં બિલિયન, ટ્રિલિયન અને ક્વાડ્રિલિયન જેવી સંખ્યાઓ વાચકોને ક્યારેક મૂંઝવી જાય છે. પ્રાચીન ભારતીય સંખ્યા પદ્ધતિમાં પ્રચલિત ખર્વ, નિખર્વ, મહાપદ્મથી માંડી પરાર્ધ સુધીની સંખ્યાઓ આજે વિસરાતી જાય છે.

નવી પેઢી પણ પ્રશ્ન કરી બેસે છે: ટ્રિલિયન એટલે શું? ક્વૉડ્રિલિયન એટલે શું? ખર્વ અને પરાર્ધ શું છે? આવો, ‘મધુસંચયની આજની પોસ્ટમાં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિની તેમજ ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમની સંખ્યાઓને સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

પ્રાચીન હિંદુસ્તાનમાં ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયેલ હતો. શૂન્યની શોધ ભારતીય વિદ્વાનોએ કરી હોવાની વાત સર્વ વિદિત છે. પ્રાચીન યુગમાં વૈદિક કાળમાં ગણિતશાસ્ત્ર અદભુત વિકસ્યું હતું. એસ્ટ્રોનોમીના ક્ષેત્રે ભારતીય ખગોળશાસ્ત્રીઓએ ઊંડાં સંશોધનો કર્યાં હતાં. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં મોટી મોટી સંખ્યાઓનો ઉલ્લેખ તે સમયના જ્ઞાનના વિસ્તારનો પણ સૂચક છે.

ખર્વ એટલે એક હજાર કરોડ અથવા દસ અબજ! એક ખર્વ અર્થાત દસની દસ ઘાત ! આટલી મોટી સંખ્યાઓની આવશ્યકતા કેમ જણાઈ હશે? પણ થોભો. હજી આગળ વધીએ.

શંકુ એટલે એટલે હજાર અબજ! શંકુ એટલે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં એક ટ્રિલિયન.

પરાર્ધ એટલે એકની પાછળ 17 શૂન્ય લગાડવાથી બનતી જંગી મોટી સંખ્યા!

ચાલો, આપણે ભારતીય સંખ્યા પદ્ધતિમાં સંખ્યાવાચનને સમજીએ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતીય સંખ્યા પદ્ધતિ અનુસાર સંખ્યાઓ

ભારતીય સંખ્યા પદ્ધતિમાં એકથી નવ અને શૂન્યના આમ દસ આંકડાઓ છે. શૂન્યની શોધ ભારતમાં થઈ અને ભારતના પગલે વિશ્વભરમાં શૂન્યનો ઉપયોગ શરૂ થયો.

એકથી નવ અને શૂન્યના આંકડાઓની ગોઠવણીથી નાની મોટી સંખ્યાઓ સર્જાતી રહે છે. એકની પાછળ એક શૂન્ય તો દસ, એકની પાછળ બે શૂન્ય તો સો, એકની પાછળ ત્રણ શૂન્ય તો હજાર. આમ સંખ્યાઓ રચાતી જાય. ગાણિતિક ભાષામાં ઘાત અર્થાત પાવર તરીકે આ સંખ્યાઓને દર્શાવીએ, તો દસ એટલે દસની એક ઘાત, સો એટલે દસની બે ઘાત (દસનો વર્ગ), હજાર એટલે દસની ત્રણ ઘાત (103).

આમ હજાર, લાખ, કરોડ અને અબજની સંખ્યાઓને આપણે સરળતાથી ઓળખી જઈએ. ‘મધુસંચયના વાચકો જાણે છે કે એકસો લાખ એટલે એક કરોડ. અને એકસો કરોડ એટલે એક અબજ. આમ, ભારતીય સંખ્યા પદ્ધતિમાં સામાન્ય રીતે અબજ (એક સો કરોડ) સુધીની સંખ્યાઓથી સૌ અવગત હોય છે.

આંકડામાં લખીએ તો-

એક લાખ એટલે એક પાછળ પાંચ શૂન્ય. અર્થાત 1,00,000 એટલે દસની પાંચ ઘાત અથવા 105.

એક કરોડ એટલે એક પાછળ સાત શૂન્ય અથવા 107.

સો કરોડ એટલે એક અબજ.

એક અબજ એટલે એક પાછળ નવ શૂન્ય. અબજને ગણિતની ભાષામાં 109 (દસની નવ ઘાત) તરીકે દર્શાવાય.

ભારતીય સંખ્યા વાચનમાં અબજ સુધીની સંખ્યાઓ આપણે રોજિંદા વપરાશમાં લઈએ છીએ. પણ તેના પછીની સંખ્યાઓ – જેમ કે ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ – વિશે આપણને પૂરતી માહિતી ન હોય તેમ બને. આવો, ખર્વથી પરાર્ધ સુધીની મહા જંગી સંખ્યાઓને સમજીએ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ખર્વ = દસ અબજ = હજાર કરોડ. ખર્વ એટલે 1 ની પાછળ 10 શૂન્ય. અર્થાત 1010.

નિખર્વ = દસ ખર્વ = સો અબજ. ખર્વ એટલે 1 ની પાછળ 11 શૂન્ય. અર્થાત 1011.

મહાપદ્મ = સો ખર્વ = હજાર અબજ. મહાપદ્મ એટલે 1 ની પાછળ 12 શૂન્ય. અર્થાત 1012.

શંકુ = હજાર ખર્વ. શંકુ એટલે 1 ની પાછળ 13 શૂન્ય. અર્થાત 1013. શંકુ માટે નીલ શબ્દ પણ પ્રયોજિત થાય છે.

જલધિ = દસ હજાર ખર્વ = સો મહાપદ્મ = જલધિ એટલે 1 ની પાછળ 14 શૂન્ય. અર્થાત 1014.

અંત્ય = એક લાખ ખર્વ = સો શંકુ. અંત્ય એટલે 1 ની પાછળ 15 શૂન્ય. અર્થાત 1015.

મધ્ય = સો જલધિ = હજાર શંકુ. મધ્ય એટલે 1 ની પાછળ 16 શૂન્ય. અર્થાત 1016.

પરાર્ધ = સો અંત્ય = દસ હજાર શંકુ. પરાર્ધ એટલે 1 ની પાછળ 17 શૂન્ય. અર્થાત 1017.

ભારતીય સંખ્યા લેખન અનુસાર, ખર્વને આંકડામાં 1,00,00,00,000 લખાય. જ્યારે પરાર્ધને આંકડામાં 1,00,00,00,00,00,00,00,000 લખાય.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

 ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમ (આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ) અનુસાર સંખ્યાઓ

પાશ્ચાત્ય દેશો આજે ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમને અનુસરે છે. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પ્રચલિત મોટી સંખ્યાઓ મિલિયન, બિલિયન, ટ્રિલિયન, ક્વાડ્રિલિયન આદિ છે. વળી પશ્ચિમી દેશોમાં સંખ્યા લેખનની પદ્ધતિ ભારતીય પદ્ધતિથી અલગ છે.

ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમમાં અંગ્રેજી ભાષામાં એકની પાછળ એક શૂન્ય તો 10 (ten), એકની પાછળ બે શૂન્ય તો 100 (hundred), એકની પાછળ ત્રણ શૂન્ય તો 1,000 (thousand). એકની પાછળ ચાર શૂન્ય તો 10,000 (ten thousand) એકની પાછળ પાંચ શૂન્ય તો 100,000 (hundred thousand).

આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં એકની પાછળ પાંચ શૂન્યની સંખ્યાને ‘હન્ડ્રેડ થાઉસન્ડ’ કહે છે જેને આપણે લાખ અથવા lakh ( lac ) તરીકે ઓળખીએ છીએ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

મિલિયન, બિલિયન, ટ્રિલિયન એટલે શું?

ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમમાં-

મિલિયન (મિલ્યન) એટલે 1ની પાછળ 6 શૂન્યની સંખ્યા. મિલિયનને આંકડામાં 1,000,000 અથવા 106 તરીકે દર્શાવાય.

બિલિયન (બિલ્યન) એટલે 1ની પાછળ 9 શૂન્યની સંખ્યા = 1,000,000,000 = 109.

ટ્રિલિયન (ટ્રિલ્યન) એટલે 1ની પાછળ 12 શૂન્યની સંખ્યા = 1,000,000,000,000 = 1012.

તો ક્વાડ્રિલિયન એટલે શું?

ક્વાડ્રિલિયન (ક્વૉડ્રિલિયન / ક્વૉડ્રિલ્યન) એટલે 1ની પાછળ 15 શૂન્યની સંખ્યા = 1,000,000,000,000,000 = 1015.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં સંખ્યાલેખન

106 =  દસ લાખ = મિલિયન (million).

107 =  કરોડ     = ટેન મિલિયન.

109 =  અબજ    = બિલિયન (billion).

1012 =  મહાપદ્મ  = ટ્રિલિયન (trillion).

1015 =  અંત્ય     = ક્વાડ્રિલિયન (quadrillion).

1016 =  મધ્ય     = ટેન ક્વાડ્રિલિયન.

1017 =  પરાર્ધ    = હન્ડ્રેડ ક્વાડ્રિલિયન.

બિગ ડેટા’ ના વધતા વ્યાપને પરિણામે આ મોટી સંખ્યાઓનું મહત્ત્વ ખૂબ વધ્યું છે.

આજે શાળાઓના અભ્યાસમાં પણ ઇન્ડિયન નંબર સિસ્ટમ તથા ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમ બંને શીખવાની હોવાથી બંને પદ્ધતિમાં સંખ્યાલેખન શીખવું આવશ્યક છે.

ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ (ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમ) માં સંખ્યાઓના લેખનની પદ્ધતિ પણ અલગ અલગ છે. જેમકે‌-

દસ લાખ (વન મિલિયન) ને ભારતીય સંખ્યા પદ્ધતિમાં 10,00,000 લખાય, પરંતુ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં 1,000,000 લખાય.

બંને પદ્ધતિઓમાં આંક્ડાલેખન (સંખ્યાલેખન) માં તફાવત નીચેનાં ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ થશે:

સંખ્યા ભારતીય સંખ્યા પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ
દસ લાખ (મિલિયન) 10,00,000 1,000,000
એક કરોડ 1,00,00,000 10,000,000
એક અબજ (બિલિયન) 1,00,00,00,000 1,000,000,000
એક હજાર અબજ (ટ્રિલિયન) 10,00,00,00,00,000 1,000,000,000,000
અમેરિકન શોર્ટ સ્કેલ તથા બ્રિટીશ લોંગ સ્કેલ પદ્ધતિ

અત્રે એક વાતની નોંધ લઈશું કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અમેરિકનશોર્ટ સ્કેલ તથા પહેલાંની બ્રિટીશયુરોપિયનલોંગ સ્કેલ પદ્ધતિઓમાં મતભેદ રહ્યા છે. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે બંને પદ્ધતિઓમાં મિલિયનની કિંમત 106 સ્વીકારાઈ છે. પરંતુ અમેરિકાની શોર્ટ સ્કેલ પદ્ધતિ મુજબ બિલિયન એટલે 109, ટ્રિલિયન એટલે 1012  તથા ક્વૉડ્રિલિયન એટલે 1015 ગણાય છે. જ્યારે જૂની બ્રિટીશ-યુરોપની લોંગ સ્કેલ પદ્ધતિમાં બિલિયન એટલે 1012, ટ્રિલિયન એટલે 1018 તથા ક્વૉડ્રિલિયન એટલે 1024 ગણાય છે. જો કે હવે બ્રિટનમાં પણ અમેરિકન શોર્ટ સ્કેલ નંબર પદ્ધતિ પ્રચલિત થઈ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

ગુગોલ તથા ગુગોલપ્લેક્સ સંખ્યાઓ શું છે?

નંબરની વાત કરતા હોઈએ, ત્યારે ગુગોલ (Googol)  તથા ગુગોલપ્લેક્સ (Googolplex) જેવી ‘સૌથી મોટી લેખાતી’ ચર્ચાસ્પદ સંખ્યાઓનો ઉલ્લેખ કરવો જ પડે! એડવર્ડ કાસ્નર (1878 -1955) નામના  અમેરિકાના ગણિતશાસ્ત્રીએ ‘ગુગોલ’ સંખ્યાને દસની સો ઘાત તરીકે દર્શાવી.

આ અતિ મોટી સંખ્યા ગુગોલ એટલે 1ની પાછળ 100 શૂન્ય !!! ગુગોલ એટલે દસની સો ઘાત અર્થાત 10100.

ગુગોલપ્લેક્સ તો વળી એડવર્ડ કાસ્નરની ગુગોલ કરતાં પણ મોટી કલ્પનાતીત સંખ્યા છે. ગુગોલપ્લેક્સ એટલે દસની ‘ગુગોલ’ ઘાત. બીજા શબ્દોમાં દસના પાયા પર ‘દસની સો ઘાત’ અર્થાત 10ના પાયા પર (10100) ઘાત.

એક પક્ષ એવું માને છે કે વ્યવહારમાં ગુગોલપ્લેક્સ જેવી એક મોટી સંખ્યા હોવી જોઈએ. જ્યારે બીજો પક્ષ માને છે કે ગુગોલ જેવી સંખ્યાઓને વ્યાવહારિક ગણિતમાં સ્થાન નથી. આ વિવાદને બાજુ પર રાખી એક રસપ્રદ વાત નોંધીએ. વિશ્વપ્રસિદ્ધ સર્ચ એંજિન ગુગલનું નામ એડવર્ડ કાસ્નરના ગુગોલ શબ્દ પરથી પડ્યું છે. ‘મધુસંચય’ના વાચકોને જ્ઞાત છે કે અમેરિકન કંપની ગુગલના સ્થાપકો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્જી બ્રિન છે. પેજ અને બ્રિનને ગુગોલ પરથી પોતાની કંપનીનું નામ ગુગલ રાખવાનો વિચાર આવ્યો હતો. આજે આલ્ફાબેટની સબ્સિડિયરી કંપની ગણાતી ગુગલનું હેડક્વાર્ટર ગુગલપ્લેક્સ તરીકે ઓળખાય છે. ગુગલપ્લેક્સ અમેરિકામાં માઉન્ટેન વ્યુ, કેલિફોર્નિયામાં સ્થિત છે.

 ડિજિટલ યુગમાં ડેટાની ગણતરી માટેના એકમ

આજે ડિજિટલાઇઝેશનના યુગમાં કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના વ્યાપ સાથે આપ સૌ બિટ અને બાઇટ જેવા શબ્દોથી પરિચિત છો. કમ્પ્યુટર ટેકનોલોજીમાં માહિતી (ડેટા) ના સ્ટોરેજ કે તેની આપલે ( ડેટા ટ્રાંસફર કે ડેટા પ્રૉસેસિંગ) માં બાયનરી સિસ્ટમના ઉપયોગ વિશે ‘મધુસંચય’ના વાચકો જાણે છે. સામાન્ય ભાષામાં એમ સમજી શકાય કે ડેટા સ્ટોરેજ કે પ્રોસેસિંગનો લઘુતમ એકમ ‘બિટ’ કહેવાય છે તથા એક કેરેક્ટરને સ્ટોર કરવા એક બિટ વપરાય છે.

ઇન્ફર્મેશન સ્ટોરેજ માટે સૌથી નાનો ડિજિટલ યુનિટ ‘બિટ’ છે. બિટથી મોટો એકમ ‘બાઇટ’ છે.

આઠ બિટ મળી એક બાઇટ બને છે.

આમ, એક બાઇટ = આઠ બિટ. 1 Byte = 8 bits. બિટ અને બાઇટ ઘણા નાના એકમો છે.

ડિજિટલ ઇંફર્મેશનમાં મોટા વ્યાવહારિક એકમો તરીકે કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ  આદિ વધારે વપરાય છે. આવા યુનિટોનો ઉપયોગ આપે ડેટા કે ડિજિટલ ઇન્ફર્મેશન સ્ટોરેજના યુનિટ તરીકે તેમજ ડેટા ટ્રાન્સફરની સ્પીડ માટે થતો જાણ્યો છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આપના ઇ-મેઇલની સાઇઝ થોડા કિલોબાઇટ (કેબી KB) હોઈ શકે; કોઈ વિડીયો ફાઇલની સાઇઝ થોડા મેગાબાઇટ (એમબી MB) હોઈ શકે; ડાઉનલોડ કરેલ કોઈ મુવિની ફાઇલ બે-પાંચ ગીગાબાઇટ (જીબી GB) ની હોઈ શકે અને લેપટોપની હાર્ડ ડ્રાઇવ 500 જીબી કે 1 ટીબીની હોઈ શકે.

જો કમ્પ્યુટર ટેકનોલોજીની ચોકસાઈથી કહીએ તો,

એક કિલોબાઇટ (KB) = 1024 બાઇટ્સ

એક મેગાબાઇટ (MB) = 10241048576 બાઇટ્સ

એક ગીગાબાઇટ (GB) = 1073741824 બાઇટ્સ

પરંતુ સામાન્ય વ્યવહારમાં આપણે ડિજિટલ ઇન્ફર્મેશનના સ્ટોરના / ડેટા પ્રોસેસિંગ રેટના આ એકમોને દસની ઘાત તરીકે સમજીએ છીએ.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

1 કિલોબાઇટ (KB) = 103 બાઇટ્સ = 1000 બાઇટ્સ

1 મેગાબાઇટ (MB) = 106 બાઇટ્સ = એક મિલિયન બાઇટ્સ

1 ગીગાબાઇટ (GB) = 109 બાઇટ્સ = એક બિલિયન બાઇટ્સ

1 ટેરાબાઇટ (TB)  = 1012  બાઇટ્સ = એક ટ્રિલિયન બાઇટ્સ

1 પેટાબાઇટ (PB) = 1015  બાઇટ્સ =  એક હજાર ટેરાબાઇટ્સ

1 એક્ઝાબાઇટ (EB) = 1018 બાઇટ્સ = એક હજાર પેટાબાઇટ્સ

1 ઝેટ્ટાબાઇટ (ZB) = 1021 બાઇટ્સ = એક હજાર એક્ઝાબાઇટ્સ = એક બિલિયન ટેરાબાઇટ્સ

1 યોટ્ટાબાઇટ (YB) = 1024 બાઇટ્સ = એક હજાર ઝેટ્ટાબાઇટ્સ

ડેટા ટ્રાન્સફર સ્પીડ કે ઇન્ટરનેટ સ્પીડ કે બ્રોડબેંડ સ્પીડ જેવા કોમન શબ્દો પણ ‘મધુસંચય’ના વાચકો જાણે છે. ડેટા ટ્રાંસફર સ્પીડ સામાન્ય રીતે મેગાબાઇટ કે ક્યારેક મેગાબિટ જેવા એકમોમાં વ્યક્ત થાય છે. મેગાબાઇટ માટે ‘MB’ સિમ્બોલ છે, પરંતુ મેગા બિટ માટે ‘Mb’ સિમ્બોલ છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

સામાન્ય રીતે ઇંટરનેટ કનેક્શન સ્પીડ ‘મેગાબાઇટ પર સેકંડ’ (MBps, MB/s) માં દર્શાવાય છે. પરંતુ ઘણા સર્વિસ પ્રોવાઇડર પોતાની ઇન્ટરનેટ સ્પીડને મોટી સંખ્યા તરીકે મેગ્નિફાય કરવા ‘મેગાબિટ પર સેકંડ’ (Mbps, Mb/s)  માં દર્શાવે છે. આપ સમજી શકશો કે મેગાબિટ કરતાં મેગાબાઇટ આઠ ગણી મોટી સંખ્યા સૂચવે છે. તેથી 5 MBps  અને 40 Mbps  એકસરખી સ્પીડ છે.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

11 thoughts on “સંખ્યાવાચન: બિલિયન-ટ્રિલિયન-ક્વાડ્રિલિયન તથા ખર્વ-પરાર્ધ સંખ્યાઓ

 1. નમસ્તે હરીશભાઈ,
  આપનો બ્લોગ ખુબ સુંદર, માહીતીપુર્ણ છે. સંખ્યાની આટલી વીગતવાર માહીતી જાણી આનંદ થયો. મારી પાસે માત્ર નીચે મુજબ માહીતી હતી.
  સંખ્યાનાં નામો
  એકમ=૧, દસક=૧૦ શતક=૧૦૦ હજાર=૧,૦૦૦ દસહજાર=૧૦,૦૦૦ લાખ=૧,૦૦૦૦૦
  દસલાખ=૧૦ ૦૦ ૦૦૦ કરોડ=૧ ૦૦ ૦૦ ૦૦૦ (૧ પર સાત શૂન્યો) દસકરોડ=૧૦ ૦૦ ૦૦ ૦૦૦, (૮ શુન્યો)
  અબજ=૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦ ખર્વ=૧૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦ નિખર્વ=૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦(૧૧ શુન્યો)
  મહાપદ્મ=૧૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦ શંકુ=૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦(૧૩ શુન્યો)
  જલધિ=૧૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦ અંત્ય=૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦(૧૫ શુન્યો)
  મધ્ય=૧૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦ પરાર્ધ=૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦(૧૭ શુન્યો)
  હાર્દીક આભાર.
  -ગાંડાભાઈ

 2. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  તમને ક્યાં સુધી ગણતા આવડે છે? અમારા ટ્રંપ સાહેબ ના ડોલર ૭૦ રૂપિયાના ભાવે કન્વર્ટ કરો અને તે રૂપિયાના પૈસા કરીને તમને ગણવાનું કહે તો એ પૈસા ગણતા કેટલો સમય લાગે? અમારા દવે સાહેબને જવાબ જોઈએ છે. આ લેખ રસિક અને જ્ઞાન વર્ધક છે. દવે સાહેબના આભાર સહિત આપને માટે રજુ કરું છું.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s