અજાણી-શી વાતો · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

હ્યુમન જીનોમ અને જેનેટિક કોડની અવનવી માહિતી

હ્યુમન જીનોમ અને જેનેટિક કોડ ‘મધુસંચય’ના વાચકો સજીવમાં આનુવંશિકતા (હેરિડિટી) ના વાહક ‘જીન’થી પરિચિત છે. જીન આનુવંશિકતાનું વહન કરે છે. આપણે માનવ જીવન વિશે વાત કરીએ તો, માનવ કોષના કોષકેંદ્રમાં રહેલ જીન્સ માતા-પિતાનાં આનુવંશિક લક્ષણોને તેમનાં સંતાનોમાં ઉતારે છે. આ જીન્સ કોષના કોષકેંદ્ર (ન્યુલિયસ) માં ક્રોમોસોમ નામક ઘટકો પર હોય છે. મનુષ્ય-કોષના ન્યુક્લિયસમાં 46 ક્રોમોસોમ… Continue reading હ્યુમન જીનોમ અને જેનેટિક કોડની અવનવી માહિતી

પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ડીએનએ સિક્વન્સિંગ ટેકનોલોજી: નેનોપોર સિક્વન્સિંગ

અમેરિકામાં એનઆઇએચનો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વર્ષ 2003માં પૂર્ણ થતાં મનુષ્યના ડીએનએની સિક્વન્સ સુનિશ્ચિત થઈ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ લોંચ કરનાર ‘નેશનલ સેન્ટર ફોર હ્યુમન જીનોમ રિસર્ચ’ (NCHGR) સંસ્થા પાછળથી ‘નેશનલ હ્યુમન જીનોમ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ (NHGRI) નામે ઓળખાઈ. વીસ હજારથી વધારે જીન્સ તથા ત્રણસો કરોડથી વધારે નાઈટ્રોજીન બેઇસ-પેર સાથેનો માનવ જીનોમ તૈયાર થતાં જીનોમિક્સ અને જીનેટિક્સનાં વિજ્ઞાનને નવી દિશા મળી. ડીએનએ સિક્વન્સિંગ ટેકનોલોજી વિકસાવવાનો હેતુ વ્યક્તિઓના જીનોમની માહિતી મેળવી, તેનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં આરોગ્ય-જ્ઞાન, રોગનિદાન તેમજ મેડિકલ જેનેટિક્સમાં કરવાનો હતો.

પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

જીનોમ, ડીએનએ સિક્વન્સ તથા હ્યુમન જીનોમ પ્રોજેક્ટ

સજીવોનાં જીનોમ અને ડીએનએ સિક્વન્સ વિષે તાજેતરનાં સંશોધનોએ જીનેટિક્સ (જેનેટિક્સ) ના વિજ્ઞાનને નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે. અમેરિકામાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટની સફળતા પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા “$1000 જીનોમ” પ્રોજેક્ટ સાથે માનવ-જીનોમ પરની રિસર્ચ હરણફાળ ભરી રહી છે. નેનોસ્પોર સિક્વન્સિંગ જેવી ત્વરિત ડીએનએ સિક્વન્સિંગની પદ્ધતિઓ વિકસતાં રોગનિદાન, બાયોટેકનોલોજી અને મેડિકલ જેનેટિક્સ જેવાં વિવિધ ક્ષેત્રો વિકસી રહ્યાં છે.

પ્રકીર્ણ · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

ડીએનએ: ન્યુક્લિઓટાઈડ તથા નાઈટ્રોજીનસ બેઝ

ન્યુક્લિઓટાઈડ એ ડીએનએનો ઘટક છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે) ખાતે જેમ્સ વૉટસન અને ફ્રાંસિસ ક્રીક દ્વારા 1953માં ડીએનએના ‘ડબલ હેલિક્સ’ (ડબલ હિલિક્સ) બંધારણની જાહેરાત થઈ. સાથે જ ન્યુક્લિઓટાઈડ અને નાઈટ્રોજીનસ બેઝની અગત્યતા અન્ય સંશોધકોને સમજાઈ. ડીએનએના દરેક સ્ટ્રેન્ડ પર નિર્ધારિત ક્રમમાં નાઈટ્રોજીનસ બેઝ (A,T,C,G) ની ગોઠવણી હોય છે. દરેક નાઈટ્રોજીનસ બેઝ એક સુગર મોલિક્યુલ અને એક ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાય છે. આમ, નાઈટ્રોજીનસ બેઝ, સુગર તથા ફોસ્ફેટ મોલિક્યુલથી બનેલ એકમ ન્યુક્લિઓટાઈડ તરીકે ઓળખાય છે.

પ્રકીર્ણ · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

ડીએનએની ‘ડબલ હેલિક્સ’ રચના તથા ડીએનએ સિક્વન્સમાં જીનેટિક કોડ

ડીએનએ એક પ્રકારનો ખૂબ મોટો બાયોમોલિક્યુલ છે જે વિવિધ ઘટકોની ‘ડબલ હેલિક્સ’ આકારની લાંબી શૃંખલા ધરાવે છે. ડીએનએના નાના-મોટા સેગ્મેન્ટ (ટુકડા-વિભાગો) જીન કહેવાય છે. આ બધાં જીન્સ (ડીએનએના સેગ્મેન્ટસ) બહુધા સજીવ કોષના કોષકેંદ્ર (ન્યુક્લિયસ)માં ક્રોમોસોમ પર ગોઠવાયેલાં છે.

વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

ડીએનએ, ક્રોમોસોમ, જીન અને આનુવંશિકતા

માનવ કોષ (Cell)માં ક્રોમોસોમના જીન (જનીન)માં રહેલ ડીએનએ આનુવંશિકતાનાં લક્ષણોનું વહન કરે છે. જીનમાં રહેલ ડીએનએ દ્વારા માતા-પિતાનાં આનુવંશિક લક્ષણો સંતતિમાં આવે છે.

દરેક સજીવનો સૌથી નાનો બંધારણીય અને ક્રિયાશીલ જૈવિક એકમ કોષ કહેવાય છે. એક કોષ (પેરન્ટ સેલ)માંથી બીજા કોષો (ડૉટર સેલ્સ)નું સર્જન થઈ શકે છે. કોષને કારણે જ સજીવ પોતાના જેવો બીજો સજીવ બનાવી શકે છે.