.
વોટરલુની લડાઇ – બેટલ ઓફ વોટરલુ -માં અંગ્રેજ કમાંડર ડ્યુક ઓફ વેલિંગ્ટન સામે ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની કારમી હાર થઇ. 1815ના જૂન મહિનામાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની દક્ષિણે આવેલ વોટરલુના મેદાનમાં તે લડાઇ થઇ. ઇંગ્લેન્ડ- પ્રુશિયા અને યુરોપના કેટલાક દેશોનાં સંયુક્ત લશ્કરી દળોએ બ્રિટીશ નેતૃત્વમાં નેપોલિયનનાં ફ્રેંચ સૈન્ય પર વિજય મેળવ્યો.
વોટરલુમાં નેપોલિયનની હારના સમાચાર ઇંગ્લેન્ડ અને અમેરિકાનાં શહેરોમાં ચાર દિવસે જાણવા મળેલા. ચાર દિવસ!!! હવે જુઓ ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિ ગાથા!
1858ના વર્ષમાં એટલાંટિક મહાસાગરના તળિયે અમેરિકા-યુરોપ વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ કેબલ્સ (ટ્રાંસ એટલાંટિક કેબલ્સ) નખાયાં. વિશ્વનો પ્રથમ ટેલિગ્રાફ સંદેશો મોકલવાનું શ્રેય ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાને મળ્યું. 16 ઓગસ્ટ 1858ના દિવસે ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાએ અમેરિકાના પ્રેસિડેન્ટ જેમ્સ બુકેનન (યુએસએના 15મા પ્રમુખ) ને પ્રથમ ટેલિગ્રાફ સંદેશો મોકલ્યો. બ્રિટીશ ક્વિનના વિશ્વના પ્રથમ ટેલિગ્રાફિક મેસેજના તમામ 98 શબ્દોને એટલાંટિક ઓશનને પાર કરી અમેરિકન પ્રેસિડેંટ સુધી પહોંચવામાં સોળ-સત્તર કલાક (!) લાગ્યા! એક કલાકમાં છ શબ્દોનું ટ્રાંસમિશન!!!
1866માં મહાતોતિંગ બ્રિટીશ જહાજ ગ્રેટ ઇસ્ટર્ન (તે જમાનાનું સૌથી મોટું શીપ) ની મદદથી એટલાંટિક મહાસાગરના ટેલિગ્રાફ કેબલ્સ રીપેર અથવા રીપ્લેસ થયાં. નવાં ટેલિગ્રાફ કેબલ્સને કારણે સંદેશાવ્યવહારની સ્પીડ વધી – એક મિનિટના આઠ શબ્દો! વીસમી સદીમાં તે સ્પીડ મિનિટના એકસો વીસ શબ્દો પાર કરી ગઇ!
અને આજે જુઓ! ભારતમાં લખાયેલ વર્ડપ્રેસના આ બ્લોગ – મધુસંચય –ની પોસ્ટ પ્રકાશિત થતાં વેંત ઇન્ટરનેટના પ્રતાપે ભારત કે અમેરિકામાં જ નહીં, વિશ્વભરમાં વાંચી શકાય છે! ટેલિકોમ્યુનિકેશનનો કેવો ચમત્કાર!
.
5 thoughts on “અમેરિકા-યુરોપ વચ્ચે ટેલિગ્રાફ કેબલ્સ: ટેલિકોમ્યુનિકેશનનો ચમત્કાર”