અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

નાટ્યકાર રણછોડભાઈ દવે

.

રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923)ને ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના “આદ્ય નાટ્યકાર” તરીકે નવાજવામાં આવે છે.

રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ, રણછોડભાઈ શિષ્ટ નાટ્યકૃતિની રચના કરનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા.

રણછોડભાઈએ અગ્રેજી સાહિત્યના સમર્થ નાટ્યકાર શેક્સપિયરની કૃતિઓનો ઊંડો અભ્યાસ કરેલો. શેક્સપિયરથી પ્રભાવિત થઈ રણછોડભાઈએ ગુજરાતી ભાષાનું પ્રથમ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” લખ્યું. આમ, ગુજરાતી ભાષાના પ્રથમ ટ્રેજેડી નાટક – કરુણાંત નાટક – ના કર્તા તરીકે રણછોડભાઈ ઉદયરામ દવે જાણીતા થયા.

રણછોડભાઈનું આ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” રંગમંચ પર પણ રજૂ થયું. મુંબઈમાં તેને ભારે સફળતા મળતાં તે લાંબો સમય સુધી મુંબઈની રંગભૂમિ પર ભજવાતું રહ્યું. આમ, ગુજરાતી રંગભૂમિના વિકાસમાં રણછોડભાઈ ઉદયરામ દવે મહત્ત્વના નાટ્યકાર બની રહ્યા.

વિશેષમાહિતી: રણછોડભાઈ દવેની જીવનઝાંખી
.