ગુજરાતી · સમાચાર-વિચાર

ગુજરાતી નેટ જગત

.
પ્રિય મિત્રો!

મેં આપમાંથી ઘણા મિત્રોને ગુજરાતી નેટ જગત અંગે ઈ-મેઈલ મોકલ્યા છે.

આજનો આ ઈ-મેઈલ મારા બ્લોગ “મધુસંચય” પર પણ પ્રસિદ્ધ કરું છું. આપ આ ઈ-મેઈલ “મધુસંચય” પર પણ વાંચી શકશો.

ફરી એક વખત સ્પષ્ટ કરું કે સરસ આરંભ થયો છે. પણ હવે આપણે ચર્ચાથી સહેજ આગળ જવું પડશે.

ચર્ચા કરવી તે કાર્યના આરંભ માટે આવશ્યક છે. એક તરફ ચર્ચા ચાલુ રહેશે, ત્યારે આપણા જેવા કેટલાકે પગલાં ભરવાં શરૂ કરવા પડશે.

આપણી ચર્ચાના પાયાના હેતુ સમજીશું? આપણો ઉદ્દેશ ગુજરાતી ભાષાના સંવર્ધનનો છે. ગુજરાતી ભાષાના પ્રસાર તથા પ્રચારનો છે. તે અર્થે આપણે ગુજરાતી નેટ જગતને લોકપ્રિય તથા લોકભોગ્ય બનાવવું છે. સરળ શબ્દોમાં મૂકું તો, આપણે ગુજરાતી નેટ જગતના સુનિયોજિત વિકાસ દ્વારા આપણે તેને લોકપ્રિય તથા લોકભોગ્ય બનાવી વિશ્વમાં ગુજરાતી ભાષાના પ્રચાર, પ્રસાર તથા સંવર્ધન અર્થે સર્વાંગી પ્રયત્નો કરવા છે.

આપણે શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓનું બ્રેઈન-ટ્રસ્ટ ઉભું કરીએ જેમાં કર્તવ્યનિષ્ઠ, પરિપક્વ, અનુભવી છતાં મનથી યુવાન, સંન્નિષ્ઠ, દૂરદર્શી, ઉત્સાહી સાથીદારો હોય. આપણે એવા મિત્રો જોઈશે જેઓ પોતાની દ્રષ્ટિથી અને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કાંઈક આગવું યોગદાન આપી શકે, સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ રચી શકે અને વિવિધ પ્રવૃત્તિઓમાં સૌને પ્રેરક બળ પૂરું પાડે. જ્યારે ચર્ચા ચાલુ હશે ત્યારે સાથે સાથે આ બુદ્ધિજીવીઓ આવતી કાલના નેટ જગતની રૂપરેખા ઘડવા લાગશે.

જ્યારે આપણે ગુજરાતી નેટ જગતમાં સંવાદિતા અને એકતાની વાત કરીએ છીએ, ત્યારે કેટલાક પાયાના મુદ્દાઓ આપણે સમજવા અથવા સ્વીકારવા પણ પડશે. :

(1) ગુજરાતી નેટ જગત ત્રણ ભાગમાં વહેંચી શકાય: ભારત સ્થિત ગુજરાતી નેટીઝન, અમેરિકન કોંટિનન્ટ સ્થિત ગુજરાતી નેટીઝન તથા વિશ્વના બાકીના ભાગોમાં સ્થિત નેટીઝન.

(2) ત્રણે પ્રકારના નેટીઝંસના પ્રશ્નો અલગ અલગ પ્રકારના હોઈ શકે છતાં ત્રણે વચ્ચે સમન્વય જરૂરી બનશે.

(3) ગુજરાતી નેટ જગતને લોકપ્રિય કરવા તથા લોકભોગ્ય કરવા ઘણા પ્રયત્નોની જરૂર છે. તે સમય માગી લેશે.

(4) ગુજરાતી પ્રજામાં ગુજરાતી નેટ જગત વિષે જાગૃતિ આણવી પડશે. ઘણા જાણતા જ નથી કે ગુજરાતી ભાષામાં સાઈટ્સ અસ્તિત્વમાં છે!! ઈંટરનેટનું સાર્વત્રિક મહત્ત્વ સિદ્ધ કરવું પડશે.

(5) તમામ ગુજરાતી નેટીઝનને સાંકળતી એક બંધારણવિહોણી સંસ્થારૂપ વ્યવસ્થા અથવા કોઈક કામચલાઉ કડીની રચના કરવી પડશે. શરૂઆતમાં આ વ્યવસ્થા તદ્દન સરળ અને બંધારણવિહોણી હશે. તેને નામ તથા પ્રતીક-ચિન્હ આપવામાં આવશે જેને ઓછી ચર્ચાથી, ઝાઝા વિવાદ વગર કામચલાઉ ધોરણે સ્વીકારી લેવામાં આવે. ગુજરાતી ભાષાની દરેક સાઈટ કોઈ પણ શરત – બંધન વિના આ બિન-પક્ષીય સંસ્થા/વ્યવસ્થા/ કડીનું નામ તથા/અથવા પ્રતીક – ચિન્હ પોતાની સાઈટ પર પ્રદર્શિત કરશે.. જો ચિન્હ શક્ય ન હોય તો એકાદ સૂત્ર – સ્લોગન મૂકી શકાય. ગુજરાતી નેટ પરની પ્રત્યેક સાઈટ આ નામ/ચિન્હ/ સ્લોગન દ્વારા ગુજરાતી ભાષા પ્રત્યેની પોતાની સેવાપરાયણતાની/ કટિબદ્ધતા વ્યક્ત કરશે. આ હશે આપણી એકતાનો પહેલો તબક્કો.

(6) બીજા તબક્કામાં આપણે ક્ષેત્રીય – રીજનલ – લેવલ પર સંમેલનો યોજી આપણા વિસ્તારના નેટીઝનથી પરિચય કેળવીશું. પ્રશ્નો, સમસ્યાઓ, સૂઝાવ તથા વિચારોની આપલે કરીશું. તેને ઈન્ટરનેટ પર મૂકીશું.

(7) દરમ્યાન ગુજરાતી બ્લોગર્સ ભાઈ-બહેનો વિશેષ સક્રિય થઈ ગુજરાતી નેટ જગતનું મહત્ત્વ દર્શાવતી પોસ્ટ્સ તેમજ તે અંગે થઈ રહેલા પ્રયાસોને ચમકાવતી પોસ્ટ્સ પોતાના બ્લોગ્સ પર સમયાંતરે પ્રસિદ્ધ કરતા રહે તે જરૂરી બનશે.

(8) ત્રીજા તબક્કામાં આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી નેટ જગતની વૈશ્વિક વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપીશું.

આ સાથે આ ક્ષણની એક તાતી જરૂરિયાત છે નવોદિત બ્લોગર્સને માર્ગદર્શનની, જાણકારીની. ટેકનીકલ હેલ્પની. ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર, ફોન્ટ અને આ બધાની પરસ્પર કોમ્પેટિબિલિટી …. આવી અનેક બાબતોની સમસ્યા સૌને સતાવતી હોય છે. આ અંગે ટેકનિકલ નિષ્ણાતો આગળ આવે અને યોગ્ય ફોરમ દ્વારા ઘટિત કરે. આને અગ્રતાક્રમ આપીં શકાય.

આપણે યથોચિત સમયે સાહિત્યસંસ્થાઓ, શાળાથી લઈને કોલેજ-યુનિવર્સિટી સુધીની સંસ્થાઓ, શિક્ષણ જગત સાથે સંલગ્ન શિક્ષકો-પ્રોફેસરો, ખાનગી જાહેર સંસ્થાઓ, પ્રચાર-પ્રસાર-મીડિયા તથા સાહિત્યજગતનો સાથ મેળવવો પડશે. આપમાંથી ઘણાએ ગુજરાતી નેટ જગત પર ઉપયોગી કાર્યો કર્યાં છે તે પ્રશંસાપાત્ર છે. ગુજરાતી નેટ જગતને લોકપ્રિય અને લોકભોગ્ય કરવા માટે આપણે સમાજનો બહોળો સાથ મેળવવો પડશે. સૌને સાથે રાખીશું તો પ્રગતિ ત્વરિત હશે. સાથે જ યાદ રાખવું ઘટે કે કાર્યો તો આપણે જ કરવાં પડશે, તેમાં બીજાના ભરોસે બેસી નહીં રહેવાય.

આપ સૌને ખુશી થશે કે છેલ્લા ચાર-છ મહિનાથી આ દિશામાં મેં નક્કર અને પરિણામલક્ષી કાર્યો સ્વેચ્છાએ ઉપાડી લીધાં છે. મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીને હું વધતે-ઓછે અંશે માહિતગાર કરતો રહું છું. “મધુસંચય” પર આ અંગે જૂન 2006થી વખતોવખત માહિતી મૂકેલી છે.

મારી વાતો, મારાં સૂચનો અંતિમ સત્ય છે અને તે જ સ્વીકારવાં તેવો મારો જરા યે આગ્રહ નથી. મને સૂઝ્યું તે લખ્યું. આપણે એક-બીજાના વિચારો પર ખુલ્લા દિલે ચર્ચા કરીએ અને ઉદારતાથી બીજાના વિચારો સાંભળીએ.

આપણી વચ્ચે મતભેદ હોઈ શકે. સ્વીકારી લઈએ. વિમર્શ કરી પછી નિર્ણય પર આવીએ. પણ સાથે રહીએ.

આપણી સામે સમસ્યાઓ ઘણી છે. દા.ત. ફોન્ટ અથવા જોડણી અંગે વિચારણા. જો આવા પ્રશ્નોને અત્યારે વળગી રહીશું તો ચર્ચાઓ ચાલ્યા જ કરશે, મત-મતાંતરો થશે , વિવાદો ઉભા થશે અને કામ ખોરંભે પડશે. તેથી તબક્કાવાર ઝડપભેર કામ ઉપાડી લઈએ તો જ કાંઈક નક્કર થઈ શકશે.

પહેલાં એકતાની ભાવના સિદ્ધ કરીએ, પછી સાથે બેસીને સમસ્યાઓનો ઉકેલ શોધીએ.

ચાલો, ગુજરાતી નેટ જગતને લોકપ્રિય તથા લોકભોગ્ય કરીએ.

શુભેચ્છાઓ સાથે …. હરીશ દવે અમદાવાદ.

10 thoughts on “ગુજરાતી નેટ જગત

 1. ગુજરાતી નૅટ જગતને અંગે કેટકેટલું વાંચવા મળ્યું આ સમયમાં ! એક અવાજે સૌ આ ક્ષેત્રે નવું ઝંખે છે ત્યારે એકબીજાને દ્વારે મળતાં થાય(ઈ-મેઇલ) ,ચર્ચા ચોતરે ભેગાં થાય (કોંફરંસ) અને એકબીજાના બ્લોગ્સમાં ભાગીદારી કરીને જે તે બ્લોગ પર મુકાએલું માણે તો આ ઈ-સામયિકો ઘણું કરી શકશે. હમાણાં એક મહાનુભાવને કહેતાં સાંભળ્યા કે પાનાં ઉપર છપાય તે જ શાશ્વત ! ઈ-મેઇલના માધ્યમનો સાહિત્યક્ષેત્રે શું હિસાબ?!

  આધુનિક છે તેથી જ ફક્ત નહીં, પણ રોજીંદા અને હાથવગા માધ્યમ રૂપે ઈ-મેઇલને અવગણી કેમ શકાય ?! કાગળ પરના સાહિત્યને ય શાશ્વત તો શી રીતે કહીશું? એક હાઈકૂમાં કવિ કહે છે:
  અભેરાઈની
  ચોપડીને રસથી
  મૂલવે કીડા !
  એટલે આપણે આ નૅટ-માધ્યમે થઇ શકે તેટલું કરવા મથવું રહ્યું.આપણા તાંત્રિકો આ માટે મથી રહ્યા હોવાની જાણકારી સંતોષપ્રદ ને ઉત્સાહપ્રેરક છે.

 2. આપ બધાની ગુજરાતી ભાષા માટે ની ચિંતા અને લાગણી અનુભવી ખરેખર આનંદ થાય છે.હું તો આમાં શું યોગદાન આપી શકું એ ખબર નથી..વિજયભાઇને મેઇલમાં પણ એ જ વાત કહી હતી.

  પણ થઇ શકે..મારાથી કંઇ તો જરૂર કરીશ.
  આભાર

 3. ચર્ચા – ચાલો, ગુજરાતી નેટ જગતને લોકપ્રિય તથા લોકભોગ્ય કરીએ.
  છેલ્લા અઠવાડીયા થી મેં મારુ એક વિચાર કંપન બ્લોગર મિત્રોમાં ઇ.મેલ સ્વરુપે મુક્યુ હતુ
  મારી માન્યતા એ છે કે વાતો કરનારા કામ કરનારા વર્ગથી જુદા હોય છે. કામ કરનારા વર્ગને એવુ લાગતુ હોય છે કે આ કામ કરવા યોગ્ય છે. તે કેવી રીતે કરવુ તેના રસ્તા તે શોધતા હોય છે. જેમાનાં મહદ અંશે કામ કરતા કરતા અટક્યા હોય કે તેમને આગળ કશુ સુઝતુ ન હોય. જ્યારે વાતો કરનારા કાંતો દ્રષ્ટા (visionery) હોય કે નવરા હોય. સારા નશીબે મને જેટલા પણ સંદેશા મળ્યા તેમાનાં કોઇ પણ નવરા નહોંતા. દરેક્ની પાસે હકારત્મક કે વ્યવહાર દ્રષ્ટી છે.હું માનુ છુ કે તે શુભ સંકેત છે.
  વાત શરુ થઇ હતી એક નાના વિચારથી અને તે અત્યાર સુધી જે વિકાસ થયો છે તે સૌને બીરદાવવા અને એક સ્થળે ભેગા કરવા કે જેથી કામ કરનાર અને દુર દ્રષ્ટી કરનારા ભેગા થાય અને આગનાં ત્રણ પરીબળો ઘી,તણખો અને સળગી શકે તેવા માધ્યમ ભેગા થાય.
  હવે આ ઘટના તેનુ સ્વરુપ પકડે તે પહેલા કૅટલાક ચિંતકોને આગળ મળેલ નિષ્ફળતાઓ પહેલા સુલઝાવો અને આવો ખર્ચ ન કરવો જોઇએ વાળા પ્રત્યુત્તરો મળ્યા. આમા તેમનો કોઇ દોષ નહોંતો પરંતુ અજ્ઞાન વધારે કામ કરતુ હતુ.
  કેટલાક સુંદર સુચનો આવ્યા જેમા વાંચક વર્ગ કેમ વધારવો તે ચિંતા વધુ હતી.
  મને તો સૌ બ્લોગરોને મળવામાં અને તેમને તેમના કાર્યમાં વધુ સક્ષમ બને તે જોવામાં રસ હતો નહીં કે સીંડીકેશન,ફોંટ,જોડણી અને ખર્ચની વાતોમાં.( that may be part of discussion) મને લાગે છે કે ટેલી કોન્ફરન્સ અને વીડીયો કોન્ફરન્સથી કામ શરુઆતનુ વધુ થશે.
  મારા મત પ્રમાણે બે વર્ગ છે અને તે બન્નેને તેમનુ કરવા યોગ્ય કામ કરવા હું ફરીથી મારો પ્રશ્ન દોહરાવીશ.
  તમે ગુજરાતી ભાષા માટે શું કરી શક્શો?
  (હાલ ધનની જરુર નથી તન અને મન થી શું કરી શકશો તે મને જણાવવા વિનંતી.)
  તમારો પ્રત્યુત્તર તમે અહી વેબ ઉપર અથવા નીચેના ઇ મેલ ઉપર આપી શકશો.તમારો સંપર્ક નંબર હશે તો ટેલી કોન્ફરન્સમાં પણ સહભાગી થઇ શકશો. (vijaykumar.shah@gmail.com)
  આપણે આરંભે શુરા છીયે તે ટૉણા કરતા વિચારો રજુ કરતા ડરીયે છે તેવુ જ્યારે સંભળવા મળે ત્યારે દુઃખ વધુ થતુ હોય છે. દરેક વાચક અને ચિંતક વર્ગને વિનંતી કે તેઓ પ્રતિભાવ આપે. આપના પ્રતિભાવો કિંમતી છે અને ગુજરાતી નેટ જગતનાં અભિયાનમાં પોતાનુ અમુલ્ય યોગદાન કરે છે.

 4. Gujarati net jagat is a dream and it has many road blocks. Sureshbhai mentioned few and there might be many while we start journey.
  Logically if you see radio took much longer time to spread than the TV and Internet is gaining momentum faster than TV. Technology has many answers and for bringing them to one plateform is never an easy task. These are the questions we needed to resolve in brainstorming sessions like one which I suggested. If we take the readers concern than I would say serving them right from the beginning is our challange!
  If I have to beleive Sureshbhai’s statstics true than also I feel it is a high time when we needed to have intigrated team of dedicated bloggers.
  I appreaciate the efforts of all bloggers who has come up to this level and I respect all of them.
  To create core group meeting each other face to face makes more sence to me as apart from gujarati their personality, leval of dedication, and expertise can be felt by all the team members.
  I do not care which level meeting should be there,who should be invited or how, where and when this meeting should be arranged. I felt the need of this and hence I have offered my willingness. I beleive people have already worked on above mentioned issues and are waiting to get proper recognition.
  I salute all bloggers as they have helped me to rekindle my creativity.and hence I enjoy blogging on http://www.vijayshah.wordpress.com and
  http://www.gujaratisahityasarita.wordpress.com
  As usal for a good cause of gujarati sahitya I love to be an initiater and appreaciate everybody who is active in this discussion as well as guidance from Harishbhai/Sureshbhai/Uttambhai/Ratidada/Vipoolbhai/ Jugalkishorbhai/Harnishbhai and many more viewers who is reading all the openion very carefully.
  Ahesan mere dil pe tumahara hai doshto
  ye dil tumhare pyar ka mara hai doshto

 5. મારા ઇમેઇલમાં મેં આ બાબતમાં વિચારો વ્યક્ત કર્યા છે જે અહીં ફરીથી રજુ કરું છુ –

  Hello Vijaybhai,
  May I request you to use only English for communication? The Roman script ia OK for transliteration , but it makes reading very difficult. Till the net becomes suitable for Gujarati, we will have to live with this. But as Dhaval has rightly put, the world is understanding
  the potential of India and days are not far OFF when, Gujarati can be read as nicely as English.
  Regarding your zeal and initiative for bringing all Gujarati Net contributors at one platform, hats off to your pasion.
  But my views differ a bit. Time for Such a confernece is not yet ripe. My reasoning is as under –
  There are following categories of Gujarati people
  1. Those with passion for Gujarati , but having not much technical skill except posting on a blog.
  2. Those with passion as also having greater skill in Blog design like me
  3. Those with passion as well as HTML programming skill like Dhaval
  4. Those who do not have adequate passion, but just love for language, but exceptional IT skills
  5. Those who like to read but have no skills, but have money and would like to contribute for a just cause.
  6. Those who may read but may not contribute in any way
  7. Those who are totally averse to this activity.
  Unfortunately the last two categories constitute a vast majority – may be more than 99% of Global Gujarati population,
  Even on a very liberal estimate of 2000 readers per day, it is a corpuscle, compared to newspaper readers. And the bitter fact is that unless the readers increase, the activity can not blossom into a beautiful garden. It will remain at a level of an elite club.
  So our effort should primarily be to widen the readership. The bloggers have and will come forward of their own zeal and enthusiasm.For them writing is not a problem , thanks to excellant maturity of blogging companies.
  For readers too blogs are OK. There are excellant typing pads for them to give comments. Even if they comments in English or none at all, it is oK with me. At least the fact that they are reading is enough.
  Therfore the Font problem is not the real issue. Let there be chaos as regards emailing aspect. slowly that will be overcome like gmail for all.
  The urgent need is to develop a central ‘State of art’ syndication site as described in my writeup on ‘Kaavya Soor’. A volunteer IT professional OR a hired one can do the job in an acceptable way.
  Another need is a campaign with media for spreading awareness. Masses can be reached only through newspapers and small screen.
  What we need is funding for these.
  That will be a real objective use of money.
  Once a redership on mass scale is developed, say 50,000 or so, then a multi dimensional confernce can touch upon advanced aspects like future for next 50 years, technology etc.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s