અજાણી-શી વાતો · અધ્યાત્મ-ફિલોસોફી

સ્ટીવ જોબ્સ, લેરી બ્રિલિયંટ અને નીમ કરોલી બાબા

. ‘એપલ’ના સ્ટીવ જોબ્સ અને ‘ફેસબુક’ના માર્ક ઝકરબર્ગનાં જીવનમાં પ્રેરણાસ્રોત બનનાર નીમ કરોલી બાબા વિષે રસપ્રદ વાતો પ્રકાશિત થતી રહે છે. ઉત્તરાખંડના કૈંચી આશ્રમ (નૈનીતાલ)માં નીમ કરોલી બાબા (નીબ કરોરી બાબા / મહારાજજી) નાં દર્શન કરનાર વિદેશી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં બાબા રામદાસ (Dr Richard Alpert), ભગવાનદાસ (Kermit Michel Riggs), ક્રિશ્ના દાસ (Jeffrey Kagel), ડૉ. લેરી બ્રિલિયંટ… Continue reading સ્ટીવ જોબ્સ, લેરી બ્રિલિયંટ અને નીમ કરોલી બાબા

અજાણી-શી વાતો · અધ્યાત્મ-ફિલોસોફી

મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

. મહાયોગી શ્રી અરવિંદના પ્રતિભાવાન શિષ્યોમાં શ્રી દિલીપકુમાર રાય (1897 – 1980) નું નામ પ્રથમ પંક્તિમાં આવે. કુશાગ્ર બુદ્ધિપ્રતિભાસંપન્ન દિલીપકુમાર રાય ઉમદા વક્તા, મધુર ગાયક અને પ્રખર સંગીતજ્ઞ હોવા ઉપરાંત મહાતેજસ્વી સાધક તેમજ ચિંતનશીલ વિચારક હતા. તેમના દાદા બંગાળાના વિખ્યાત ગાયક હતા. તેમના પિતા દ્વિંજેન્દ્રલાલ રાય ગાયક અને સંગીતજ્ઞ હોવા ઉપરાંત બંગાળી ભાષાના પ્રસિદ્ધ કવિ… Continue reading મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

અધ્યાત્મ-ફિલોસોફી · અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 12

આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે. હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો: અનામિકા * * * * * * * * * * * * * * * * * . પ્રિય અનામિકા, હરમાન હેસની નવલકથા… Continue reading અનામિકાને પત્ર: 12

અધ્યાત્મ-ફિલોસોફી · ગુજરાતી

શ્રી સુંદરમ્ ની અધ્યાત્મદ્રષ્ટિ

. શ્રી ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્ માટે કાવ્યસર્જન તેમની અધ્યાત્મયાત્રાનો એક ભાગ બન્યું હતું. તેમની અધ્યાત્મદ્રષ્ટિ તેમના એક કાવ્યની નીચેની પંક્તિઓમાં ઝલકે છે: મંજરીએ મંજરીએ મીઠું મ્હોરેલું, કોકિલના કંઠે ફોરેલું, ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને, છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીત કોણ ગાતું ઘેલું? …………. – ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્

અધ્યાત્મ-ફિલોસોફી

શ્રી અરવિંદ: ધ ડિવાઈન લાઈફ

. મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “ધ ડિવાઈન લાઈફ”માંથી મહર્ષિ અરવિંદ વિષે લખવા બેસીએ તો દિવસો લાગે! તેમની ફિલોસોફીને વ્યક્ત કરવા ગ્રંથો ઓછા પડે! મહર્ષિ અરવિંદની ફિલોસોફી તેમની વિવિધ કૃતિઓમાં તેમજ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલ છે. તેમનો એક મનનીય ગ્રંથ છે: “ધ ડિવાઈન લાઈફ”. તેમાંના એક અંશનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસ્તુત છે: “અજ્ઞેયનું પ્રકટીકરણ આપણી સમક્ષ બે… Continue reading શ્રી અરવિંદ: ધ ડિવાઈન લાઈફ

અધ્યાત્મ-ફિલોસોફી · સાહિત્ય

“ગીતાંજલિ”માંથી

. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય હતા. અમર કૃતિ “ગીતાંજલિ” માટે 1913માં કવિવર ટાગોરને નોબેલ પ્રાઈઝ એનાયત થયું હતું. મારા ઘણા વિદ્યાર્થીઓએ-પરિચિતોએ ગુરૂદેવ ટાગોરની “ગીતાંજલિ” વાંચી જ નથી. “ગીતાંજલિ”ની એક ઝલક પણ તેમના હૃદયમાં એક ચમકારો કરી જશે! નીચેની સુંદર પંક્તિઓ ગુરૂદેવ ટાગોરની અમર કૃતિ “ગીતાંજલિ”માંથી લીધેલ છે: The song that I… Continue reading “ગીતાંજલિ”માંથી

અધ્યાત્મ-ફિલોસોફી · અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 8

. પ્રિય અનામિકા, તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્! તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય… Continue reading અનામિકાને પત્ર: 8

અધ્યાત્મ-ફિલોસોફી

મેટ્રિક્સ અને ભારતીય ફિલોસોફી

. ‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ કરીને પ્રથમ ભાગ. પાંચ-છ વર્ષ અગાઉ પ્રથમ વખત ફિલ્મ જોઈ ત્યારે જ મેં માર્ક કરેલું કે આ ફિલ્મ પર ભારતીય ફિલોસોફીની, વિશેષ તો આપણા વેદાંતની ખાસ્સી અસર છે. ફિલ્મ જોતી વેળા જ સ્પષ્ટ થઈ ગયું કે ફિલ્મની પ્રેરણા, તેનો આધાર જ ‘માયા’ના કંસેપ્ટ પર છે. મોર્ફિયસનું… Continue reading મેટ્રિક્સ અને ભારતીય ફિલોસોફી

અધ્યાત્મ-ફિલોસોફી

અધ્યાત્મ અને મૌન

. અધ્યાત્મ માર્ગે ફિલોસોફર, ઉપદેશક કે ગુરુજનોના ઉપદેશને, તેઓના શબ્દોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા તથા સ્થળ-કાળને લક્ષ્યમાં રાખી તેમનું યથાર્થ અર્થઘટન કરવું આવશ્યક હોય છે. નહીં તો મહાઅનર્થ સર્જાઈ જાય! અધ્યાત્મ પ્રતિ જે અભિમુખ હશે તેમણે મૌનનો અભ્યાસ જરૂર કરેલો હશે. મૌન વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. સાધકને ઘણી વખત પ્રશ્ન થાય છે: શબ્દને બ્રહ્મ કહેલ… Continue reading અધ્યાત્મ અને મૌન