.
‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ કરીને પ્રથમ ભાગ.
પાંચ-છ વર્ષ અગાઉ પ્રથમ વખત ફિલ્મ જોઈ ત્યારે જ મેં માર્ક કરેલું કે આ ફિલ્મ પર ભારતીય ફિલોસોફીની, વિશેષ તો આપણા વેદાંતની ખાસ્સી અસર છે.
ફિલ્મ જોતી વેળા જ સ્પષ્ટ થઈ ગયું કે ફિલ્મની પ્રેરણા, તેનો આધાર જ ‘માયા’ના કંસેપ્ટ પર છે. મોર્ફિયસનું પાત્ર ગહન રીતે આ કંસેપ્ટ સમજાવે છે. ‘મેટ્રિક્સ’ એટલે જ માયા. ફિલ્મમાં વૈજ્ઞાનિક પ્લોટ ડેવલપ કરવા આ માયાને નવી કહાણીને અનુરૂપ નવા સ્વરૂપમાં રજૂ કરી છે.
ફિલ્મનો નાયક નિઓ જે કંપનીમાં કામ કરે છે, તે કંપનીના નામ વિષે વિચાર કર્યો છે? તે કંપનીનું નામ છે “Metacortex”.
તેનો ગર્ભિત અર્થ થાય છે: બુદ્ધિની મર્યાદાથી ઉપર ઊઠવું, તમારા ભૌતિક અસ્તિત્વની સીમાથી ઊંચે જવું, સ્થળ અને કાળના બંધનોથી પર થવું.
વેદાંત પણ આમ જ કહે છે ને? ફિલ્મ પૂરી થઈ ત્યારે અંતિમ ભાગ પર તો હું સ્થિર થઈ ગયેલો.. આપણા એ પ્રાચીન, અમર મંત્રોએ તમારા સૌનું ધ્યાન પણ જરૂર ખેંચ્યું હશે.
હું તો જ્યારે જ્યારે આ ફિલ્મ જોઉં છું, કાંઈક નવું ચિત્ર ઉપસે છે. મઝા આવે છે.
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
આપે કિપ થોર્નની બ્લોકબસ્ટર હૉલિવુડ ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ ની વાત જાણી છે?
ક્રિસ્ટોફર નોલાન- જોનાથન નોલાનની ‘ઇન્ટરસ્ટેલર’ ફિલ્મમાં કિપ થોર્નના સહયોગથી બ્લેક હોલ અને વોર્મ હોલ ના કન્સેપ્ટને સ્ટોરીમાં રસપૂર્વક વણ્યો છે. ‘ઇન્ટરસ્ટેલર’ ફિલ્મ વિશે અહીં વાંચો .