અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન

.

.

આર્કિયોલોજી – પુરાતત્ત્વવિદ્યા –  મહત્વપૂર્ણ વિજ્ઞાન છે.  ધરતીના પેટાળમાં અને પટ પર પથરાયેલ જાણી-અજાણી કડીઓને શોધી-સાંકળીને માનવજાતના અને માનવસભ્યતાઓના ઇતિહાસને આલેખવામાં,  સંસ્કૃતિઓના ઉતારચઢાવને સમજવામાં પુરાતત્ત્વવિજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે.

જો કે બેબિલોનના રાજા નેબુશેડ્નેઝર (Nebuchadnezzar)ને પુરાતત્ત્વમાં રસ લેનાર પ્રથમ રાજ્યકર્તા તરીકે ઓળખવામાં આવે છે, આમ છતાં પુરાતત્ત્વશાસ્ત્ર ઝાઝું પુરાણું નથી. અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા) ના ત્રીજા પ્રેસિડેન્ટ થોમસ જેફરસન (પ્રેસિડેન્ટ ટોમસ જેફરસન Thomas Jefferson 1743-1826)ને આર્કિયોલોજીના જનક હોવાનું શ્રેય આપવામાં આવે છે.

“ મધુસંચય”ના વાચક-મિત્રો રોઝેટા સ્ટોનની કહાણી જાણે જ છે! એક પથ્થર પણ કેવો કેવો ઇતિહાસ કહે છે! આજે પુરાતત્ત્વવિજ્ઞાનમાં માટીનાં ઠીકરાંથી માંડી ધાતુની ચીજ-વસ્તુઓ અને હાડકાના ટુકડાથી લઇને હાડપિંજર સુધીના નાના-મોટા તમામ અવશેષોનો વિગતે અભ્યાસ થાય છે.

ઇસ્વીસન પૂર્વે પાંચમી સદીમાં યુફ્રેટિસ-ટાઇગ્રીસ નદીઓના કિનારે મેસોપોટેમિયા (હાલના ઇરાકનો પ્રદેશ) માં બેબિલોનને સમૃદ્ધ કરનાર રાજવી નેબુશેડ્નેઝરને ધરતીમાં ધરબાયેલા પ્રાચીન અવશેષોમાં રસ પડ્યો. તેણે ભૂમિ નીચે ખોદકામ કરી અગાઉની પ્રજાઓની કેટલીક ચીજ વસ્તુઓ શોધી કાઢી પોતાના મહેલને શોભાવ્યો. હકીકતમાં પંદરમી સોળમી સદીમાં પણ પુરાતત્ત્વવિદ્યાને મુખ્યત્વે ભૂ-ઉત્ખનન સાથે જ સંબંધ હતો.

યુએસ પ્રેસિડેન્ટ થોમસ જેફરસન (ટૉમસ જેફરસન) બહુમુખી પ્રતિભા ધરાવતાં વિદ્વાન અમેરિકન પ્રમુખ હતાં. થોમસ જેફરસને જમીનમાં દટાયેલા પ્રાચીન અવશેષોના અભ્યાસ માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. તેમણે ખોદકામની આગવી પધ્ધતિઓ અપનાવી અને ધરાતલના અવશેષોનો વૈજ્ઞાનિક પધ્ધતિથી વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો. પુરાતત્ત્વવિદ્યાને વિજ્ઞાનનો દરજ્જો મળ્યો અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન આર્કિયોલોજીના જનક ગણાયા.

પુરાતત્ત્વવિજ્ઞાનનો વિકાસ ઓગણીસમી – વીસમી સદીમાં અતિ તેજ બન્યો. પરિણામે પ્રાચીન સંસ્કૃતિઓ પ્રકાશમાં આવી. તેમાં યુફ્રેટિસ-ટાઇગ્રીસ નદીઓના કિનારે મેસોપોટેમિયાની સભ્યતા, પ્રાચીન હિંદુસ્તાનમાં સિંધુ નદીના તીરે સિંધુ-સંસ્કૃતિ (મોહેં-જો-દરો અને હડપ્પા – Indus Valley Civilization), ઇજિપ્તમાં નાઇલ નદીના કિનારે નાઇલ સભ્યતા, દક્ષિણ અમેરિકામાં એઝ્ટેક – માયા સભ્યતા આદિનો સમાવેશ થાય છે. આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) ના ક્ષેત્રે નોંધનીય યોગદાન આપનાર નિષ્ણાતોમાં ગ્રીસ-ટ્રોય ની સભ્યતાઓને ઉજાગર કરનાર હેઇનરીશ શ્લીમાન(1822-1890),  ક્રેટે–નોસોસને ખ્યાતિ બક્ષનાર આર્થર ઇવાન્સ (1851-1941), ઇજિપ્તના પિરામિડોમાં તુતનખામનની કબર શોધનાર હોવર્ડ કાર્ટર(1874-1939) ઇત્યાદિ જાણીતાં છે.

.

.

2 thoughts on “આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s