*
.
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
“મધુસંચય” ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પૂરી પાડવાની હતી.
મુંબઈના સર જમશેદજી જીજીભોય નામના પ્રતિષ્ઠિત ગુજરાતી પારસી વેપારીએ 1838માં મુંબઈમાં અદ્યતન હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા એક લાખનું દાન આપ્યું.
સર જમશેદજી જીજીભોયના દાનમાંથી મુંબઈને 1845માં જનરલ હોસ્પિટલ તથા તબીબી શિક્ષણ માટે “સ્કૂલ ઓફ પ્રેક્ટિસ” મળ્યાં.
રોબર્ટ ગ્રાંટ અને જમશેદજી જીજીભોયના પ્રયત્નોથી બનેલ મુંબઈની આ સંસ્થાઓ સર જે. જે. હોસ્પિટલ તેમજ ગ્રાંટ મેડીકલ કોલેજને નામે તબીબી ક્ષેત્રે એશિયામાં જાણીતી થઈ.
* *
સરસ માહીતી જાણવા મળી. આભાર