.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.
યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો છો ને?
બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલો ઝેકોસ્લોવાકિયા દેશ ‘વેલ્વેટ રેવોલ્યુશન’ દ્વારા સોવિયેટ સંઘ – રશિયાની સામ્યવાદી ચંગુલમાંથી 1989માં મુક્ત થયો. ચાર જ વર્ષ પછી, 1993માં ઝેકોસ્લોવાકિયાના બે ટુકડા થયા.
પરિણામે, પહેલી જાન્યુઆરી, 1993ના રોજ યુરોપના નકશા પર બે સ્વતંત્ર નવા દેશ અસ્તિત્વમાં આવ્યા: એક ઝેક (Czech Republic), બીજો સ્લોવાકિયા (Slovakia).
ઝેકની રાજધાની પ્રાગ (પ્રેગ); જ્યારે સ્લોવાકિયાની રાજધાની બ્રાટીસ્લેવા. ** * *
.
મારા નાનકડા કામને સુંદર શબ્દોથી નવાજ્યું. આજે નહીં તો કાલે મારા પાંચ બ્લોગ્સ ગુજરાતી નેટ જગત પર જરૂર કબીર વડ બની રહેશે, દોસ્ત! તમે મારો ઉત્સાહ વધાર્યો.
એક વિનંતી…….
આ વિનંતી માત્ર અખિલને જ નહીં, તમામ ગુજરાતી વાચકોને છે … ગુજરાતી ઇંટરનેટને અત્યારે પ્રોત્સાહનની જરૂર છે. જ્યાં જ્યાં સારા બ્લોગ્સ નજરમાં આવે, તેમને શુદ્ધ ભાવથી જરૂર બિરદાવશો. આવી જ પ્રેમાળ કોમેંટ મૂકશો.
ધન્યવાદ. … હરીશ દવે અમદાવાદ
સ્નેહલ હરિશભાઇ,
તમારા બ્લોગ- બ્લોગરોલના ઉપવનમાં આવીને : ખોવાઇ ગ્યો. મારો પ્રતિભાવ તમારી કોઈક ચોક્કસ પોસ્ટ માટે નથી. મને એમ લાગ્યુ કે, ઘટાદાર ઝાડની નીચે શેતરંજી પાથરીને એક ઝોકૂ મારવાની મઝા પણ લઈ લેવી જોઈએ.
ભરૂચ પાસે ક્બીરવડ જોયું છે ?
– અખિલ
સાચી વાત હરીશકાકા. રાશ્ટ્રોના સીમાડા કેટકેટલીય વાર બદલાયાં કરતાં હોય છે. સરસ માહીતી પુરી પાડી.