ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નમ્ર અપીલ

આજે ‘મધુસંચય’ પર એક વિશેષ અપીલ કરવા લેખ મૂકી રહ્યો છું. ગુજરાતી ભાષાના પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે આપ આ લેખ આપના પરિચિતોમાં, મિત્રવર્તુળોમાં, સોશિયલ અને જાહેર મીડિયા પર આગળ વહેતો કરશો. માતૃભાષાના ચાહકો સહિયારા પ્રયત્નોથી ગુજરાતીના સંવર્ધનમાં સહયોગ આપશે તેમ મને વિશ્વાસ છે. ધન્યવાદ.  નમસ્કાર, મિત્રો! આજકાલ વિભિન્ન મીડિયામાં ગુજરાત બોર્ડના દસમા ધોરણના પરિણામની… Continue reading ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નમ્ર અપીલ

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક

આધુનિક યુગમાં માનવજીવન માટે સિનેમા મનોરંજનનું એક સર્વ સુલભ માધ્યમ છે. ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીમાં છેલ્લા 150 વર્ષોમાં હરણફાળે પ્રગતિ થઈ છે. આજે મોશન પિક્ચરની ટેકનોલોજી નવીન ઊંચાઈ પર પહોંચી છે તેની પાછળ અનેક શોધકોની અખૂટ જહેમત છુપાયેલી છે.

મોશન પિક્ચર ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં એડવર્ડ માયબ્રિજ અને ટોમસ આલ્વા એડિસનનાં નામ આગળ આવે. પરંતુ દુનિયાનું પહેલું મોશન પિક્ચર કોને ગણવું? વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ ઉતારનાર કોણ? ફ્રાન્સના લુમિએર બ્રધર્સ કે પછી ફ્રાન્સ-ઇંગ્લેન્ડના લુઈ લિ પ્રિન્સ?

ફ્રાન્સમાં વિશ્વનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો થયો. કેવો વિરોધાભાસ કે આજે ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ફીચર ફિલ્મો બને છે, પરંતુ આખા વિશ્વમાં સિક્કો તો હોલિવુડનો જ ચાલે છે. અમેરિકાના યુનિવર્સલ અને વોલ્ટ ડિઝનીના જાયન્ટ ફિલ્મ સ્ટુડિયોઝમાં નિર્મિત ફિલ્મ્સ બોક્સઓફિસ પર ટંકશાળ પાડે છે.

‘મધુસંચય’ના આજના લેખમાં આપણે ફિલ્મ ઉદ્યોગના વિકાસને અમેરિકાના સંદર્ભમાં સમજીશું અને હોલિવુડના ઇતિહાસ પર નજર નાખીશું.  

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ અને ભારતની સૌ પ્રથમ હોટેલો

કોરોના વાયરસના ભયથી વિશ્વના દેશો થથરી ઊઠ્યા છે. વૈશ્વિક મહામારી – કોવિડ-19 – એવી ફેલાઈ ગઈ છે કે આધુનિક માનવસભ્યતાના સામાજીક અને આર્થિક પાયાઓ ડગમગતા દેખાય છે. ગ્લોબલાઇઝેશનના જોરે જામેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્ય-વેપારો ખતરામાં આવી ગયા છે. લોકડાઉનના પગલે માનવજીવનની રફ્તાર થંભી ગઈ છે. આધુનિક સંસ્કૃતિના પ્રતીક સમા ઇન્ટરનેશનલ બિઝનેસ, એવિએશન, ટૂરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને અકલ્પનીય ફટકાઓ પડ્યા છે. ઝગારા મારતો હોટેલ ઉદ્યોગ અત્યારે તો જાણે તદ્દન ભૂલાઈ ગયો છે! આધુનિક માનવી માટે હોટેલ તો ‘ઘરથી દૂર બીજું ઘર’, પરંતુ આજે ઘરમાં પૂરાયેલો માનવી હોટેલને યાદ પણ શી રીતે કરે?

હોટેલ ઉદ્યોગના ઝગમગતા ઇતિહાસને વાગોળવાની આ પળ છે.

ભારતમાં હોટેલ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાની સામે ઊભી તાજ હોટેલ યાદ આવે! સાથે કાલા ઘોડા સર્કલ પરની વૉટ્સન હોટેલ યાદ આવે કે જ્યાં વર્ષ 1896માં ફ્રાન્સના લ્યુમિયેર બ્રધર્સ દ્વારા નિર્મિત વિશ્વની પહેલી ફિલ્મો ભારતમાં પ્રથમ વાર પ્રદર્શિત થઈ. હકીકત એ છે કે તેની પણ પહેલાં હિંદુસ્તાનમાં હોટેલ ઉદ્યોગનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હોટેલ ઉદ્યોગના વિકાસના ઇતિહાસ પર ઊડતી નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

વાયરસ વિશે સરળ સમજૂતિ: કોવિડ-19ના સંદર્ભે

કોરોનાવાયરસના એક પ્રકારથી ફેલાયેલા કોરોના વાયરસ ડિસિઝ -2019 (કોવિડ-19) થી વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. બે વિશ્વયુદ્ધોની કડવી યાદોને ભૂલાવી દે તેવી આર્થિક અને સામાજીક બરબાદીનો ડર સૌને કંપાવી રહ્યો છે. ચીનના વુહાન શહેરમાંથી દુનિયાભરમાં ફેલાઈ ગયેલ કોરોનાવાયરસ રોગચાળાને વર્લ્ડ હેથ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી (pandemic) જાહેર કરાઈ છે. જગતની મહાસત્તાઓને હંફાવી દેનાર કોવિડ-19 રોગના મૂળમાં એક વાયરસ – એક સૂક્ષ્માણુ છે તે વાત માનવી કેવી મુશ્કેલ છે! અને આમ જુઓ તો, વાયરસ નથી સજીવ, નથી નિર્જીવ! વૈજ્ઞાનિકો તેને સજીવ તરીકે પણ સ્વીકારે છે; નિર્જીવ તરીકે પણ! મગજ ઘુમાવી દે છે ને?

આપણે વાયરસ વિશે તદ્દન સરળ માહિતી મેળવીએ તો કેવું!

‘મધુસંચય’ના આજના લેખમાં વાયરસને સમજીએ અને કોવિડ – 19ને ફેલાવનાર કોરોના વાયરસને ઓળખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર થઈ વિશ્વની પ્રથમ મેડિસિન

હેલ્થકેર ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના પ્રયોજનથી ઇંગ્લેન્ડમાં વિશ્વની પ્રથમ મેડિસિન તૈયાર કરવામાં આવી છે. મેડિકલ  સાયન્સમાં ક્રાંતિકારક બનનાર આ સિદ્ધિમાં ઇંગ્લેન્ડ તથા જાપાનની  કંપનીઓનું યોગદાન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિકસાવવામાં આવેલ આ દવા તબીબી વિજ્ઞાન ક્ષેત્રે માનસિક રોગ ‘ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ માટે ઉપયોગમાં લેવાશે.

થોડાં વર્ષોથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદરૂપ થતી રહી છે, પરંતુ ડ્રગ ડેવલપમેન્ટના તમામ તબક્કાઓમાં એઆઇને પ્રયોજવામાં આવે તેવી આ પ્રથમ ઘટના છે. આ નવી મેડિસિનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી પણ મળી ગઈ છે.

આરોગ્ય વિજ્ઞાન અને તબીબી ચિકિત્સા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ અભૂતપૂર્વ યોગદાન અત્યારે વિશ્વભરનાં સમાચારોમાં ચમકી ઊઠ્યું છે.

‘મધુસંચય’ના આજના લેખમાં એઆઈની મદદથી ડેવલપ થયેલ દુનિયાની સર્વ પ્રથમ મેડિસિન વિશે જાણીશું.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

પ્રકીર્ણ · સમાચાર-વિચાર

‘મધુસંચય’ પર 2019નાં સ્મરણો

નમસ્કાર વાચક મિત્રો! વીતેલા વર્ષ 2019માં ‘મધુસંચય’ પર આપે ઇતિહાસ, કલા, જ્ઞાન-વિજ્ઞાન આદિ વિવિધ વિષયો પર લેખો માણ્યા. વાચકોની જાણ માટે તેમાંથી બે-ચાર લેખોની ઝલક માત્ર નીચે છે. સંપૂર્ણ લેખ વાંચવા આપ આપેલ લિક પર ક્લિક કરતા જશો. ધન્યવાદ! ** * *** * **** ** * ** * * ** * મધુસંચય-લેખ: મિલ્કી વે ગેલેક્સીના… Continue reading ‘મધુસંચય’ પર 2019નાં સ્મરણો

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ

માનવી આજે જીવન અને સૃષ્ટિનાં ગોપિત સત્યોને ટટોળવા બ્રહ્માંડના સીમાડાઓ ખૂંદી રહ્યો છે.

એસ્ટ્રોફિઝિક્સની બ્રાન્ચ વિકસતાં એસ્ટ્રોનોમીમાં એવી અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે કે યુનિવર્સ વિશે આપણું જ્ઞાન ત્વરાથી વધતું રહ્યું છે. સૂર્યમંડળ અને આપણી ગેલેક્સી ‘મિલ્કી વે’ વિશે તો આપણું ઘણું બધું જાણી ચૂક્યા છીએ. હવે ખગોળ વિજ્ઞાનીઓને બ્રહ્માંડની ઉત્પત્તિ અને બંધારણનાં રહસ્યો ગૂંચવી રહ્યાં છે. ડાર્ક મેટર, બ્લેક હોલ અને વોર્મ હોલ વિશે ઉત્કંઠા વધી રહી છે.

વોર્મ હોલ વિશે આશંકાઓ ઘણી છે, પણ બ્લેક હોલ અને ડાર્ક મેટર પર ઘણો પ્રકાશ પડ્યો છે. અવકાશમાં જંગી મોટા તારાના જીવનચક્રના અંતે તેમાં સુપરનોવા – મહાવિસ્ફોટ થાય છે. અતિ જંગી તારો છેવટે બ્લેક હોલમાં ફેરવાય છે. આવા બ્લેક હોલ પ્રચંડ માત્રાની ઘનતા (ડેન્સિટી) તથા ગ્રુરુત્વાકર્ષણ (ગ્રેવિટી) ધરાવે છે. બ્લેક હોલનો અભ્યાસ બ્રહ્માંડને સમજવામાં મદદરૂપ છે. 

બ્લેક હોલ સૂર્યથી પાંચ ગણાથી વધારે મોટા જ હોય તેવી માન્યતા પ્રવર્તતી હતી, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ આપણી ગેલેક્સી મિલ્કી વેના સૌથી ટચૂકડા બ્લેક હોલને શોધી કાઢેલ છે. આ બ્લેક હોલ સૂર્યથી માંડ ત્રણેક ગણો મોટો હોવાનું મનાય છે. ઑરિગા નક્ષત્રમાં સ્થિત આ બ્લેક હોલ વર્તમાનમાં મિલ્કી વે ગેલેક્સીનો સૌથી નાનો બ્લેક હોલ મનાય છે. તેનું દળ (માસ) સૂર્યના દળ કરતાં માત્ર 3.3 ગણું જ છે!

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં બ્લેક હોલ વિશે તાજેતરના સંશોધન પર નજર નાખીએ અને તેમના વિશે અવનવી માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

વિશ્વનાં મશહૂર મ્યુઝિયમ્સ માનવસભ્યતાઓના અણમોલ વારસાને સાચવી રહ્યાં છે. આવાં મ્યુઝિયમ્સમાં બ્રહ્માંડનાં અને માનવજીવનના અવનવા રંગોને પ્રગટ કરતાં પદાર્થો, નમૂનાઓ કે ચીજવસ્તુઓ છે. કેટલાંક મ્યુઝિયમ સૂર્યમંડળ અને પૃથ્વીના અસ્તિત્વને ઉજાગર કરે છે, કેટલાંક ઇતિહાસની ચડતીપડતીની ગાથા કહે છે, કેટલાંક જીવનનાં વણદેખ્યાં પાસાંઓ પ્રગટ કરે છે, તો વળી કેટલાંક માનવ સંસ્કૃતિનાં બેનમૂન સર્જનોને સાચવીને ખડાં છે.

ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંસ્કાર નગરી વડોદરાનાં મ્યુઝિયમ્સ પ્રખ્યાત છે. અમદાવાદનું કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઇલ્સ એક અનોખું મ્યુઝિયમ છે. રાષ્ટ્રીય સ્તર પર ભારતનાં જાણીતાં મ્યુઝિયમ્સમાં નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, મુંબઈનું છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), કોલકતાનું સૌથી પ્રાચીન ઇન્ડિયન મ્યુઝિયમ, હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ, ચેન્નાઈનું મદ્રાસ ગવર્નમેન્ટ મ્યુઝિયમ આદિ સમાવિષ્ટ થાય.

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની યાદીનો તો અંત જ ન આવે! આવી યાદીમાં યુરોપનાં ફ્રાન્સનું લુવ્ર મ્યુઝિયમ, અમેરિકાનાં સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ, ગુગનહાઇમ મ્યુઝિયમ્સ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ઇંગ્લેન્ડનું ‘બ્રિટીશ મ્યુઝિયમ’, વેટિકન સીટીનાં વેટિકન મ્યુઝિયમ્સ અને ચીનમાં બાઇજિંગના નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇનાનાં નામને ટોચ પર મૂકીએ તો પણ દુનિયાનાં અન્ય સેંકડો મ્યુઝિયમ્સને અન્યાય કરી બેસીએ!

‘મધુસંચય’ના આજના લેખમાં વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ્સની બહુરંગી દુનિયાની એક ઝલક મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ભારતનાં ચંદ્રયાન મિશનો અને વિશ્વમાં અવકાશ સંશોધનનાં અન્ય મિશનો

ભારતના વૈજ્ઞાનિકોએ ‘ચંદ્રયાન 2’ મિશન દ્વારા અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર પર ભારતીય યાનને ઉતારવાનો પ્રયત્ન વિશ્વભરમાં બિરદાવાયો છે.

કબૂલીએ કે મિશનના લેન્ડર ‘વિક્રમ’ના સોફ્ટ લેન્ડિંગમાં ચૂક રહી ગઈ, પરંતુ તે સ્વીકાર્ય છે. ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર આજે પણ સફળતાથી તેનાં કાર્યો કરી રહ્યું છે, તે ભારતના અંતરીક્ષ મિશનની મહાન સિદ્ધિ છે. આજ સુધીમાં માત્ર ત્રણ દેશો રશિયા, અમેરિકા તથા ચીન ચંદ્ર પર સોફ્ટ લેંડિંગ કરી શક્યા છે. જ્યારે સ્પેસ સાયન્સ ક્ષેત્રે ભારત દુનિયાના પ્રથમ ચાર દેશોની યાદીમાં પહોંચવાને આરે છે, ત્યારે ભારતીય અવકાશ-વિજ્ઞાનીઓની ઉપલબ્ધિને આપણે એક અવાજે વધાવી લેવી જોઈએ.

અંતરીક્ષ ક્ષેત્રે સ્પેસ એક્સ્પ્લોરેશન અર્થે યુએસએ (અમેરિકા) તથા યુએસએસઆર (રશિયા) વચ્ચે તીવ્ર સ્પર્ધા રહી છે.

વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ‘સ્પુટનિક-1’ તત્કાલીન યુએસએસઆર (સોવિયેટ યુનિયન) દ્વારા 1957ના ઑક્ટોબરની 4થી તારીખે તરતો મૂકાયો અને અંતરીક્ષ વિજ્ઞાનમાં નવો અધ્યાય શરૂ થયો. 1969માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) નું એપોલો-11 યાન ચંદ્ર પર ઉતરનાર પહેલું સમાનવ અવકાશયાન બન્યું. 1969ના જુલાઈની 20મીએ એપોલો-11 મિશનના અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર સૌ પ્રથમ માનવ બન્યા. આ પછી ચંદ્ર જેવા ઉપગ્રહમાં જ નહીં, દૂર અવકાશના બ્રહ્માંડમાં પણ ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ વિજ્ઞાનીઓનો રસ વધતો ગયો.

ભારત તેનાં અનેક માનવસર્જિત ઉપગ્રહો, મંગળયાન, ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 સાથે અંતરીક્ષ વિજ્ઞાનમાં મોખરાનો દેશ બની ગયો છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ઇંગ્લેન્ડનો ઇતિહાસ, સત્તાની સાઠમારીઓ અને રાણી એલિઝાબેથ પ્રથમ

ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ પ્રથમ (ક્વિન એલિઝાબેથ ફર્સ્ટ) સત્તા પર આવ્યાં તે પહેલાંનો ઇંગ્લેન્ડનો ઇતિહાસ સત્તાના કેવા કાળા કાવાદાવાઓથી ખરડાયેલો હતો તે આપે ‘મધુસંચય’ના ગયા લેખ (12 ઑગસ્ટ 2019)માં વાંચ્યું.

હજાર-બારસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ પર સેક્સન (સેક્સોન) તથા ડેઇન્સ (ડેન્સ) શાસકોએ રાજ્ય કર્યું.

ઇસ 1066માં ફ્રાન્સના ડ્યુક ઑફ નોર્મન્ડીએ ઇંગ્લેન્ડ પર જીત મેળવી અને કિંગ વિલિયમ ફર્સ્ટ (વિલિયમ પ્રથમના નામે ઇંગ્લેન્ડની ગાદી સંભાળી. તેમને વિલિયમ ધ કોન્કરર પણ કહે છે. નોર્મન અને પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ) વંશના શાસકોએ ચારસોથી વધુ વર્ષો શાસન સંભાળ્યું.

પંદરમી સદીમાં ટ્યુડર વંશના પ્રથમ શાસક રાજા હેન્રી સાતમા પછી તેમના પુત્ર કિંગ હેન્રી આઠમાએ ઇંગ્લેન્ડની સત્તા સંભાળી. કેથોલિક પંથનો છેડો ફાડી પ્રોટેસ્ટંટ વિચારસરણી અપનાવનાર હેન્રી આઠમા પ્રથમ ઇંગ્લિશ રાજ્યકર્તા  હતા. 1547માં હેન્રી આઠમાના અવસાન પછી તેમની મુખ્ય ત્રણ રાણીઓનાં ત્રણ સંતાનો વચ્ચે સત્તાની હોડમાં આટાપાટા ખેલાતા રહ્યા જે ઇતિહાસમાં બેજોડ બની રહ્યા.

‘મધુસંચય’ના આજના લેખમાં હેન્રી આઠમા પછીના ઇંગ્લેન્ડના ઇતિહાસ પર નજર નાખીએ. સાથે ‘વર્જિન ક્વિન’ એલિઝાબેથ ફર્સ્ટ પૂર્વે કાંટાળા તાજ માટે સાઠમારીઓની કેટલીક કહાણીઓ જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ

લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સમાજ માટે શ્રેયસ્કર છે; સાથે પડકાર રૂપ પણ છે. તેને દીર્ઘ સમય માટે સંરક્ષિત કરવા દ્રઢ શાસનતંત્ર સાથે જાગૃત સમાજ પણ આવશ્યક છે.

લોકશાહીના જનક તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડમાં એક સમયે નિરંકુશ રાજાશાહી ફૂલીફાલી હતી. પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ/ પ્લાનટેજનેટ) વંશના રાજ્યકાળમાં એક ઐતિહાસિક ઘટના બની. ઇસ 1215માં ‘મેગ્ના કાર્ટા’ના ચાર્ટર ઓફ રાઇટ્સ પર ઇંગ્લેન્ડના કિંગ જહોનના દસ્તખત થયા. રાજા જોહને પ્રજાના કેટલાક હક્કો સ્વીકાર્યા અને રાજાની અમર્યાદ સત્તાઓનો અંત આવ્યો.

મેગ્ના કાર્ટામાં પ્રજાતંત્રની શક્તિ પ્રતિબિંબિત થઈ. મેગ્ના કાર્ટા થકી લોકતંત્રમાં વ્યક્તિસ્વાતંત્ર્યનાં વિચારનાં નવીન બીજ રોપાયાં.

પરંતુ પંદરમી સદીથી સત્તરમી સદી દરમ્યાન ઇંગ્લેંડમાં રાજસત્તાના એવા દાવપેચ રમાતા રહ્યા કે ઇતિહાસનાં કેટલાંક પાનાંઓ કાળાં પડી ગયાં!

પંદરમી સદીમાં સત્તાના કાવાદાવાઓએ રાજગાદીને ઝાંખપ આપી. સત્તાની લાલસામાં કલંકિત ઘટનાઓ બનતી ગઈ. ટ્યુડર વંશનો શાસનકાળ પણ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો. રાજા આઠમા હેન્રીનું શાસન રિફોર્મેશનના ચિહ્નો લઈને આવ્યું, પણ ખટપટોનો પાર ન હતો! ટ્યુડર વંશના આખરી શાસક ‘વર્જિન’ ક્વિન તરીકે ઓળખાયેલ રાણી એલિઝાબેથ ફર્સ્ટના રાજ્યકાળને સંલગ્ન સમય ઝંઝાવાતોથી ઘેરાયેલો રહ્યો. તેમના મૃત્યુ પછી પણ સત્તરમી સદી સુધી એવા કાવાદાવા ખેલાતા રહ્યા કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં તેનો જોટો નથી!    

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં 15મી-16 મી સદીમાં ઇંગ્લેન્ડમાં રાજસત્તાના કાવાદાવાઓની કેટલીક કહાણીઓ જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

ક્રિકેટપ્રેમી દેશોમાં વર્તમાન આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો નશો છવાયેલો છે. ભારતમાં ક્રિકેટ પાછળનું પાગલપન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ પહેલાના સમયથી છે. પદ્ધતિસરની રમત તરીકે ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો, પરંતુ આ રમત હિંદુસ્તાનની હોવાનો અવિશ્વસનીય દાવો પણ થતો રહ્યો છે.

અત્યારે ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની ટુર્નામેન્ટ (12મી એડિશન) રોમાંચક તબક્કામાં છે. વન ડે ઇંટરનેશનલ (ઓડીઆઇ) ક્રિકેટ માટેના વર્તમાન બારમી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન કોણ બનશે તેની અટકળો થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જગતના વર્લ્ડ ચેમ્પિયન બનવા થનગની રહ્યા છે, ત્યારે બીજા દેશો પણ તાજપોશી માટે હવાતિયાં મારી રહ્યાં છે.

ક્રિકેટમાં સર્વ પ્રથમ ઑફિશિયલ ટેસ્ટ મેચ 1877માં રમાઈ. વિશ્વની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે માર્ચ 1877 માં રમાઈ, જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ.

ભારતના ટેસ્ટક્રિકેટનો આરંભ 1932 માં ઇંગ્લેન્ડ સામેની સૌ પહેલી ટેસ્ટ મેચથી થયો. ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે ગ્રેટર લંડનના લૉર્ડ્ઝના ગ્રાઉન્ડ પર 1932માં રમ્યું. જો કે તેના વર્ષો પૂર્વે ભારતના પારસી ક્લબની ક્રિકેટ ટીમોએ ઇંગ્લેન્ડના અનધિકૃત પ્રવાસો કર્યા હતા. મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ભારતીય ક્રિકેટ ટીમ 1886માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના ક્રિકેટ પ્રવાસે ગઈ હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા, તેના સો વર્ષ પહેલાં બ્રિટીશ રાજમાં, હિંદુસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે આશ્ચર્યજનક વાત ને!

1933માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પહેલા પ્રવાસે આવી, ત્યારે ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ. ઇંગ્લેન્ડ સામેની ભારતમાં સર્વ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં બૉમ્બે જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી! 

ભારતીય ક્રિકેટની આવી તો કંઈક નાની મોટી રસપ્રદ કહાણીઓ ભૂલાઈ ગઈ છે.

‘મધુસંચય’ના આજના લેખમાં ભારતમાં ક્રિકેટના ઉદયની ગાથાને તેમજ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રારંભિક મેચોની રસપ્રદ વાતોને માણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન

‘મધુસંચય’ના અગાઉના લેખોમાં આપે વિજ્ઞાન અને ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિથી માનવજીવનમાં થઈ રહેલાં પરિવર્તનો વિશે વાંચ્યું છે. બિગ ડેટા અને ક્લાઉડ કમ્પ્યુટિંગના પીઠબળે ઇંટરનેટ વિશ્વભરને એક તાંતણે બાંધી રહ્યું છે.

‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (આઇઓટી) આધુનિક ટેકનોલોજીનું નવલું નઝરાણું છે.

ઘડીભર કલ્પના કરો કે: આપના ઘરના અને ઓફિસના ફોન, કમ્પ્યુટર્સ, એપ્લાયન્સિઝ, ગેજેટ્સ અને વાહનો સહિતનાં મશીનો પરસ્પર વાતો કરવા લાગે તો! આ કલ્પનાને હકીકતમાં પલટે છે ‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (Internet of Things – IoT).

મનુષ્ય દ્વારા વપરાતાં સાધનો, ડિવાઇસિસ અને મશીનોને ઇંટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવે તો તે બધાં એકબીજા સાથે ‘ઇલેક્ટ્રોનિકલી કમ્યુનિકેટ’ કરી શકે. ઇંટર કનેક્ટેડ મશીનો વચ્ચે માહિતી કે સૂચનાઓની આપ લે દ્વારા મશીન-મશીન કમ્યુનિકેશનની ટેકનોલોજી ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ (આઇઓટી) કહેવાય છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી એમ-ટુ-એમ ઇકોનોમી (મશીન-ટુ-મશીન ઇકોનોમી M2M Economy) જેવી નવી અર્થવ્યવસ્થા ઊભરી રહી છે. મનુષ્યની દખલગીરી વિના હજારો ગેજેટ્સ અને મશીન્સ એકબીજા સાથે ‘ઇન્ટરએક્ટ’ કરીને ભાતભાતનાં કાર્યો અને જવાબદારીઓ સ્વયં ઉપાડી લેશે.   

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ માનવજીવનને ગહરાઈથી પ્રભાવિત કરશે. મનુષ્યનાં રોજિંદા વ્યવહારો અને કામગીરી, ગૃહવપરાશનાં ઉપકરણોનું સંચાલન, ગૃહવ્યવસ્થા, હેલ્થ-ફિટનેસને લગતો રેકોર્ડ, તે અંગે માર્ગદર્શન, ટ્રાન્સપોર્ટેશન, સંદેશાવ્યવહાર, શોપિંગ જેવી બહુવિધ પ્રવૃત્તિઓમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ મદદરૂપ થશે.

‘મધુસંચય’ના આજના લેખમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને તેનાથી પ્રભાવિત મનુષ્યજીવન વિશે આપ સૌને ખૂબ રસ પડે તેવી વાતો કરીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નેનોરોબોટિક્સ શક્ય કરશે ઇન્ટરનેટ ઑફ થોટ્સ: માનવમગજ અને ‘ક્લાઉડ’ કનેક્ટ થશે!

વિજ્ઞાનની આગેકૂચ સંભાવનાઓના સીમાડા વટાવી રહી છે.

એક તરફ પાયોનિયર, વૉયેજર અને પાર્કર સોલર પ્રોબ જેવાં સ્પેસ પ્રોગ્રામ બાહ્ય બ્રહ્માંડને ખોજી રહ્યાં છે, તો બીજી તરફ ધરતી પર કમ્પ્યુટર ટેકનોલોજી, ક્લાઉડ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને નેનોરોબોટિક્સના ઉપયોગથી વિશ્વનાં મનુષ્યોનાં મગજને ‘ક્લાઉડ’ સાથે કનેક્ટ કરી ‘ઇન્ટરનેટ ઑફ થોટ્સ’ રચવા વૈજ્ઞાનિકો સક્રિય છે.

વિશ્વભરનાં તમામ કમ્પ્યુટર્સ, જાયંટ સર્વર્સ અને મનુષ્યોનાં હ્યુમન બ્રેઇન્સને સાંકળી લેવા ‘હ્યુમન બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ’ (B/CI) બનાવવાની તૈયારીઓ ચાલુ છે. ન્યુરોસાયન્સમાં અપ્રતિમ પ્રગતિથી ‘થોડા દાયકાઓ’માં માનવ મગજમાં નેનોરોબોટ્સ મૂકી શકાશે, ત્યારે બ્રેઇન સીધું જ ‘ક્લાઉડ’માંથી તમામ માહિતી અને જ્ઞાન મેળવી શકશે. સેલફોન કે કમ્પ્યુટરમાંથી નેટ પર સર્ચની જરૂર નહીં રહે!

ન્યુરોટેકનોલોજી ડેવલપ થતાં ‘સુપરહ્યુમન બ્રેઇન્સ’ જેવા પાવરથી ઇન્ટરનેટ ઑફ થોટ્સ વિશ્વ સાથેના માનવીના વ્યવહારોને અને જીવનને સદંતર પલટી દેશે.

‘મધુસંચય’ના આજના લેખમાં કમ્પ્યુટર – ક્લાઉડ ટેકનોલોજી તથા નેનોરોબોટિક્સનાં સમન્વયથી માનવ મગજ શી રીતે સુપર પાવર હાસિલ કરશે તે સરળ ભાષામાં સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મનુષ્યનું મગજ વટાવશે તમામ સીમાઓ

માનવમગજ એક અદભુત રચના છે, જેને સંપૂર્ણપણે સમજવા સદીઓ લાગી જશે. મનુષ્યના મગજમાં અગણિત ઇમેજ-દ્રશ્યો અને અમાપ ડેટાથી સમૃદ્ધ મેમરી, અસીમ જ્ઞાનનો ભંડાર, વિસ્મયકારી તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ, અંગ-ઉપાંગોના ઉચિત ઉપયોગની ક્ષમતા, વિવિધ કૌશલ વિકસાવવાની શક્તિ, જીવન ટકાવવાનું સામર્થ્ય આદિ અસંખ્ય વિશિષ્ટતાઓ છે. તેનાથી મનુષ્ય અન્ય પ્રાણીઓથી ચડિયાતો સાબિત થાય છે.

હ્યુમન બ્રેઇન પ્રકૃતિના શ્રેષ્ઠતમ સર્જનની દેન છે. આજ સુધી મગજની જટિલ રચનાના ભેદ ઉકેલી શકાયા નથી. પ્રતિદિન મગજની રચના તથા ક્રિયાશીલતાનાં નવાં રહસ્યો બહાર આવે છે. સાથે મગજની તમામ મર્યાદાઓને વળોટી, તેની કાર્યક્ષમતાને સીમાઓની પાર લઈ જવા ન્યુરોસાયન્ટિસ્ટ્સ નિતનવા પ્રયોગોમાં વ્યસ્ત છે.

વૈજ્ઞાનિકો ન્યુરોસાયન્સ અને ફિઝિક્સને સાથે રાખી, અદ્યતન પ્રયોગો દ્વારા માનવમગજને ‘સુપરબ્રેઇન’ ની દિશામાં લઈ જવા કટિબદ્ધ છે. અત્યારે નેનોટેકનોલોજી, નેનોરોબોટિક્સ, બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ અને ઇન્ટરનેટ ઑફ થોટ્સ જેવા ચમકભર્યા શબ્દો આપણને આંજી રહ્યા છે.

જ્યારે માનવીઓનાં મગજ પરસ્પર જોડાશે અને સાથોસાથ ઇન્ટરનેટ સાથે પણ કનેક્ટ થઈ શકશે, ત્યારે માની ન શકાય તેવી ટેકનોલોજીનો ઉદય થશે: ઇન્ટરનેટ ઑફ થોટ્સ.

આપણે નેનોટેકનોલોજી અને નેનોરોબોટિક્સથી સર્જાનાર બ્રેઇન/ ક્લાઉડ ઇન્ટરફેસ અને ઇંટરનેટ ઑફ થોટ્સ વિશે વાતો કરવી છે. પણ તે માટે આપણે પહેલાં તો માનવમગજને સમજવું પડશે. મનુષ્યના મગજને સમજવા બે હેમિસ્ફિયર, ચાર લોબ તેમજ સેરિબ્રમ, સેરિબેલમ અને બ્રેઇન સ્ટેમને સમજવા પડે. મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર/ નર્વસ સિસ્ટમ)  નો સૌથી મહત્ત્વનો ભાગ મગજ છે.

મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર)નો બંધારણીય અને ક્રિયાત્મક એકમ ન્યુરોન છે. હ્યુમન બ્રેઇનમાં સેન્સરી અને મોટર સંવેદનાઓના વહન માટે કાર્યક્ષમ ઇન્ટરન્યુરોન કનેક્શન્સ અનિવાર્ય છે.

આ લેખમાં આપણે માનવમગજનાં ભાગોની મૂળભૂત રચના અને કાર્યપદ્ધતિને ટૂંકમાં સમજીશું. આ પછીના બીજા લેખમાં આપણે સુપરબ્રેઇનથી માંડીને ઇન્ટરનેટ ઑફ થોટ્સ સુધીના અદભુત વિજ્ઞાનને સરળ રીતે સમજીશું.

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં માનવમગજ વિશે થોડી રસપ્રદ વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]