.
કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”(1892-1919)ને ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાના પ્રણેતા લેખવામાં આવે છે. તેમના જીવનકાળ સમયે ગુજરાતી ભાષાનું વાર્તાક્ષેત્ર મુખ્યત્વે બોધાત્મક હતું.
જો કે રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલ “હીરા”(1904)ને ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા ગણવામાં આવે છે, પરંતુ તે વાર્તાની શૈલી ઘડાયેલ ન હતી. “મલયાનિલ”ની ટૂંકી વાર્તા “ગોવાલણી” બોધાત્મકતાની અસરથી મુક્ત અને આધુનિક શૈલીની છાંટવાળી ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી.
સત્યાવીસ વર્ષનું અલ્પાયુ ભોગવી “મલયાનિલ” અવસાન પામ્યા. તેમના નિધન બાદ તેમની ગુજરાતી વાર્તાઓનો સંગ્રહ “ગોવાલણી અને બીજી વાતો” 1935માં પ્રગટ કરવામાં આવ્યો.
“મલયાનિલે” ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાક્ષેત્રે નૂતન યુગનો આરંભ કર્યો.
very knowledgeable post.
બહુ જ સરસ માહીતિ જાણવા મળી.