અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

વર્ડઝવર્થ અને ગુજરાતી સાહિત્ય

.

અંગ્રેજ કવિ વિલિયમ વર્ડઝવર્થને આપ સૌ જાણો છો. અંગ્રેજી સાહિત્યમાં અગ્રગણ્ય બ્રિટિશ કવિ. અંગ્રેજી કાવ્યક્ષેત્રે “રોમેંટિસિઝમ”ના પ્રણેતા કવિ તે વિલિયમ વર્ડઝવર્થ.

વિલિયમ વર્ડઝવર્થના પૌત્ર મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના પ્રિન્સિપાલ નિમાયા હતા. પ્રિન્સિપાલ વર્ડઝવર્થ તેમના મહાન દાદા જેવા જ સાહિત્યપ્રેમી.

પ્રિન્સિપાલ વર્ડઝવર્થ ગુજરાતી ભાષામાં સાહિત્ય-સર્જનને ઉત્તેજન આપવામાં નિમિત્ત બન્યા. તે સમયે ગુજરાતના બુદ્ધિમાન વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાતા. પ્રિન્સિપાલ વર્ડઝવર્થના હાથ નીચે ગુજરાતના મહાન સાક્ષરો ઘડાયા.

પ્રિન્સિપાલ વર્ડઝવર્થના પ્રીતિપાત્ર ગુજરાતી સર્જકોમાં મુખ્ય હતા: મણિલાલ નભુભાઈ દ્વિવેદી, મણિશંકર રત્નજી ભટ્ટ, રમણભાઈ મહીપતરામ નીલકંઠ.

પ્રિન્સિપાલ વર્ડઝવર્થે તેમના સાહિત્યરસને પોષ્યો; તેમના વિચારોને ખીલવા માટે તક આપી; પ્રોત્સાહન આપ્યું.

ફળસ્વરૂપ મણિલાલ દ્વિવેદી, મણિશંકર રત્નજી ભટ્ટ અને રમણભાઈ નીલકંઠ આગળ જતાં ગુજરાતી ભાષાના મહાન સાક્ષર બન્યા.

ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના આ મહાન સાક્ષરોની જીવન ઝરમર જાણવા ક્લિક કરો: ગુજરાત સારસ્વત પરિચય.

3 thoughts on “વર્ડઝવર્થ અને ગુજરાતી સાહિત્ય

  1. અહોહો ! કેટલા વર્ષે વર્ડ્ઝ વર્થ નું નામ સાંભળ્યું? ગુજરાતી માધ્યમમાં ભણેલો એટલે, અંગ્રેજી સહિત્યનો અભ્યાસ નહીંવત્ . પણ 10-11 ધોરણમાં અંગ્રેજીની કવિતાઓ ભણવામાં આવતી , તે બહુ જ ગમતી. અત્યારે તેના શબ્દો યાદ નથી , પણ ‘Psalm of Life’ નામની એક કવિતામાં વચ્ચે ક્યાંક “We murder to dissect ‘ એવા શબ્દો આવતા હતા. અને તે કવિતા મારી બહુ જ પ્રિય કવિતા હતી.

Please write your Comment