અજાણી-શી વાતો

ગુજરાતમાં સોંઘવારી ?

.

અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે.

ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું.

રૂપિયાનો સિક્કો ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક આનીનો સિક્કો તથા પૈસો તાંબાનાં બનતાં.

એક રુપિયાના સોળ આના. પણ સૌથી નાનું ચલણ કોડીનું.

બે કોડીની એક બદામ. છ બદામની એક દમડી. સો બદામનો એક પૈસો.

તે સમયે ચાળીસ શેર બરાબર એક મણ. આમ, એક મણ બરાબર લગભગ વીસ કિલો ગણી શકાય.

તે સમયની સોંઘવારી આપણને આશ્ચર્યમાં ડૂબાદી દે!

ઘઉં …………………… ચાર આને મણ
બાજરી ………………. ત્રણ આને મણ
દૂધી/કોળું …………… બે આને મણ
દૂધ …………………… છ આને મણ
ખાંડ …………………. બે રૂપિયે મણ
તેલ …………………. બે રૂપિયે મણ
ઘી ………………….. ચાર રૂપિયે મણ

3 thoughts on “ગુજરાતમાં સોંઘવારી ?

  1. સોંઘવારીની વાતો સાંભળીને જીવ બળે. રાજાની કુંવરીની માફક દિવસરાત વધતી જ રહેતી મોંઘવારી જ આપણી કાયમી સાથીદાર છે. તમે માહિતી બહુ મઝાની ને ઉંડાણથી લઈ આવો છો.

Please write your Comment