.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.
સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં.
અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો વિકસાવવામાં ચીનુભાઈ ચીમનલાલનું પ્રદાન નોંધનીય છે. તે સમયે ભારત સરકારે ચંદીગઢ શહેરના આયોજનનું કાર્ય ફ્રાંસના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ (આર્કિટેક્ટ) લા કોર્બુઝિયરને સોંપ્યું હતું. મેયર ચીનુભાઈએ ફ્રેંચ આર્કિટેક્ટ લા કોર્બુઝિયરને અમદાવાદ આમંત્રી સંસ્કારકેન્દ્ર મ્યુઝિયમનું આયોજન કરાવ્યું. આશ્રમ રોડ પર મિલ માલિક મંડળની ઓફિસનું બિલ્ડિંગ પણ લા કોર્બુઝિયરની દેન.
ચીનુભાઈના મેયરપદ દરમ્યાન ઈંગ્લેંડના મહારાણી ક્વીન એલિઝાબેથ (બીજા) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તો અમદાવાદના ઝડપી વિકાસથી ભારે પ્રભાવિત થયા હતા. નહેરુએ મેયર ચીનુભાઈ માટે પ્રશંસાપુષ્પો વેરેલાં છે. બાળકપ્રેમી જવાહરલાલ નહેરુ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકાથી મંત્રમુગ્ધ થયેલા.
One thought on “અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ”