અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

વિશ્વનાં મશહૂર મ્યુઝિયમ્સ માનવસભ્યતાઓના અણમોલ વારસાને સાચવી રહ્યાં છે. આવાં મ્યુઝિયમ્સમાં બ્રહ્માંડનાં અને માનવજીવનના અવનવા રંગોને પ્રગટ કરતાં પદાર્થો, નમૂનાઓ કે ચીજવસ્તુઓ છે. કેટલાંક મ્યુઝિયમ સૂર્યમંડળ અને પૃથ્વીના અસ્તિત્વને ઉજાગર કરે છે, કેટલાંક ઇતિહાસની ચડતીપડતીની ગાથા કહે છે, કેટલાંક જીવનનાં વણદેખ્યાં પાસાંઓ પ્રગટ કરે છે, તો વળી કેટલાંક માનવ સંસ્કૃતિનાં બેનમૂન સર્જનોને સાચવીને ખડાં છે.

ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંસ્કાર નગરી વડોદરાનાં મ્યુઝિયમ્સ પ્રખ્યાત છે. અમદાવાદનું કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઇલ્સ એક અનોખું મ્યુઝિયમ છે. રાષ્ટ્રીય સ્તર પર ભારતનાં જાણીતાં મ્યુઝિયમ્સમાં નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, મુંબઈનું છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), કોલકતાનું સૌથી પ્રાચીન ઇન્ડિયન મ્યુઝિયમ, હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ, ચેન્નાઈનું મદ્રાસ ગવર્નમેન્ટ મ્યુઝિયમ આદિ સમાવિષ્ટ થાય.

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની યાદીનો તો અંત જ ન આવે! આવી યાદીમાં યુરોપનાં ફ્રાન્સનું લુવ્ર મ્યુઝિયમ, અમેરિકાનાં સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ, ગુગનહાઇમ મ્યુઝિયમ્સ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ઇંગ્લેન્ડનું ‘બ્રિટીશ મ્યુઝિયમ’, વેટિકન સીટીનાં વેટિકન મ્યુઝિયમ્સ અને ચીનમાં બાઇજિંગના નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇનાનાં નામને ટોચ પર મૂકીએ તો પણ દુનિયાનાં અન્ય સેંકડો મ્યુઝિયમ્સને અન્યાય કરી બેસીએ!

‘મધુસંચય’ના આજના લેખમાં વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ્સની બહુરંગી દુનિયાની એક ઝલક મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]