ભવિષ્યની ટેકનોલોજીની ઝાંખી કરાવતો અમેરિકાનો વિશ્વપ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક્સ શો ‘સીઇએસ’
લાસ વેગાસ, યુએસએમાં જાન્યુઆરી, 2019માં યોજાયેલ ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઇએસ 2019) એ દુનિયાભરમાં રોમાંચક રસ ફેલાવ્યો છે.
અમેરિકામાં પ્રતિવર્ષ આયોજાતો ‘સીઇએસ’ અદ્યતન કંઝ્યુમર ટેકનોલોજીને રજૂ કરતો વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ શો છે. આવતી કાલની દુનિયાના ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને પ્રતિબિંબિત કરતા ટ્રેડ શો ‘સીઇએસ’ને અમેરિકાના ક્ન્ઝ્યુમર ટેકનોલોજી એસોસિયેશન (સીટીએ) દ્વારા યોજવામાં આવે છે.
સૌ પ્રથમ ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો – સીઇએસ – ને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં જૂન, 1967માં યોજવામાં આવેલો. વીતેલા વર્ષોમાં વિવિધ સીઇએસમાં વીસીઆર, કેમકોર્ડર, સીડી, માઇક્રોસોફ્ટ એક્સબોક્સ, પ્લાઝમા ટીવી, થ્રી-ડી એચડીટીવી, ટેબ્લેટ્સ, એન્ડ્રોઇડ ડિવાઇસ જેવી પ્રોડક્ટ્સ સૌ પ્રથમ વખત રજૂ થઈ હતી. આમ, ક્ન્ઝ્યુમર ટેકનોલોજી ક્ષેત્રે સીઇએસ વિશ્વનો સૌથી મહત્ત્વનો શો ગણાય છે.
આ વર્ષે 8-11 જાન્યુઆરી દરમ્યાન અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલ સીઇએસ 2019માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઑગ્મેન્ટેડ રિયાલિટી, હેલ્થ, વેલનેસ, વેરેબલ્સ, સ્માર્ટ હોમ, સેલ્ફ-ડ્રાઇવિંગ ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં અવનવી પ્રૉડક્ટ્સ રજૂ થઈ હતી, જે ડિજિટલ ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સમાં વિસ્મયકારી ઇનોવેશનની સૂચક છે. સીઇએસ 2019 માં ગુગલના ‘ગુગલ આસિસ્ટંટ’ અને એમેઝોનના ‘એલેક્સા’ વચ્ચેની સ્પર્ધા દેખીતી જ હતી, તો ક્ન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રૉડક્ટ્સમાં એપલ, સોની, સેમસંગ અને એલજીથી માંડી પાનાસોનિક, હાર્લે-ડેવિડસન, હ્યુન્ડાઇ, બીએમડબલ્યુ જેવી કંપનીઓએ પોતાની કરામાતી પ્રૉડક્ટ્સને પ્રદર્શિત કરી હતી.
ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ! આપ સૌ માટે સીઇએસ 2019 પ્રેરક બની રહો! આપણે સૌ નવા ચીલા ચાતરવા સજ્જ થઈએ!
‘મધુસંચય’ના આજના લેખમાં બદલાતી દુનિયાની ઝાંખી સમા સીઇએસ 2019 વિશે રસપ્રદ માહિતી મેળવીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાંજ ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]