દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર થઈ વિશ્વની પ્રથમ મેડિસિન

હેલ્થકેર ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના પ્રયોજનથી ઇંગ્લેન્ડમાં વિશ્વની પ્રથમ મેડિસિન તૈયાર કરવામાં આવી છે. મેડિકલ  સાયન્સમાં ક્રાંતિકારક બનનાર આ સિદ્ધિમાં ઇંગ્લેન્ડ તથા જાપાનની  કંપનીઓનું યોગદાન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિકસાવવામાં આવેલ આ દવા તબીબી વિજ્ઞાન ક્ષેત્રે માનસિક રોગ ‘ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ માટે ઉપયોગમાં લેવાશે.

થોડાં વર્ષોથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદરૂપ થતી રહી છે, પરંતુ ડ્રગ ડેવલપમેન્ટના તમામ તબક્કાઓમાં એઆઇને પ્રયોજવામાં આવે તેવી આ પ્રથમ ઘટના છે. આ નવી મેડિસિનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી પણ મળી ગઈ છે.

આરોગ્ય વિજ્ઞાન અને તબીબી ચિકિત્સા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ અભૂતપૂર્વ યોગદાન અત્યારે વિશ્વભરનાં સમાચારોમાં ચમકી ઊઠ્યું છે.

‘મધુસંચય’ના આજના લેખમાં એઆઈની મદદથી ડેવલપ થયેલ દુનિયાની સર્વ પ્રથમ મેડિસિન વિશે જાણીશું.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

દેશ- દુનિયા · પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ફાસ્ટ રેડિયો બર્સ્ટના સંશોધનમાં બર્કલી સેટીની મદદે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

અમેરિકામાં એસ્ટ્રોનોમી ક્ષેત્રે રહસ્યમય ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ (એફઆરબી) અંગે સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કીમતી મદદ મળી છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલી (યુસીબી) ના એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ પર રિસર્ચ કરતા સેટી સેંટરના વૈજ્ઞાનિકોએ રેડિયો સિગ્નલના જંગી ડેટામાંથી ફાસ્ટ રેડિયો બર્સ્ટને પરખવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. વિશ્વમાં પ્રથમ વખત એસ્ટ્રોનોમી-એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રે યુસીબી સેટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નોંધપાત્ર ઉપયોગ થયો હતો.

આર્ટિફિશિયલ ઇંટેલિજન્સની વ્યાખ્યા સરળ નથી.

વિજ્ઞાનની દ્રષ્ટિએ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ કમ્પ્યુટર સાયંસની એક બ્રાંચ છે, જે ‘ઇન્ટેલિજન્ટ’ મશીન વિકસાવે છે.

સામાન્ય વાચકની દ્રષ્ટિએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) એ મશીનમાં સ્થિત કૃત્રિમ બુદ્ધિ છે. માનવ બુદ્ધિ સમાન બુદ્ધિ (પરંતુ કૃત્રિમ બુદ્ધિ) મશીનમાં ‘મૂકવામાં’ આવે તો તે મશીન પોતાની જાતે ભિન્ન ભિન્ન કાર્યો કરી શકે છે. મશીનને બહુવિધ કામગીરી બજાવવા ‘અપાયેલ’ આવી બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે.

ફાસ્ટ રેડિયો બર્સ્ટ યુનિવર્સના અજ્ઞાત સ્રોતમાંથી આવતા ઊર્જાસભર રહસ્યમય રેડિયો એમિશન્સ છે.

થોડી મિલિસેકંડ માટે વિસ્ફોટ રૂપે ઝળકી જતા કોસ્મિક એફઆરબીને ‘લાઇવ’ ડિટેક્ટ કરવા મુશ્કેલ હોય છે અને તેમનો તત્કાલ અભ્યાસ અઘરો બને છે.

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલી (યુએસએ) ના સેટી રિસર્ચ સેન્ટર ખાતે ભારતીય એસ્ટ્રોફિઝિસિસ્ટ ડો વિશાલ ગજ્જર સંશોધન કરી રહ્યા છે. રશિયન બિઝનેસમેન – ફિલાન્થ્રોપિસ્ટ યુરિ મિલ્નર અને  વિશ્વપ્રસિદ્ધ એસ્ટ્રોફિઝિસિસ્ટ-કોસ્મોલોજીસ્ટ સ્ટીફન હૉકિંગના સહયોગથી કાર્યાંવિત સેટી (સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ) સેંટર બ્રહ્માંડમાં બુદ્ધિશાળી સજીવ અથવા ટેકનોલોજીકલિ પ્રગતિશીલ પરગ્રહવાસીઓની ખોજ કરે છે. બ્રહ્માંડના અજ્ઞાત ખૂણાઓથી આવતા કોસ્મિક  રેડિયો સિગ્નલ પર સંશોધન મહત્ત્વનું ગણાય છે.

વર્ષ 2017માં યુવાન ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ વિશાલ ગજ્જર અને સાથીઓએ બર્કલી સેટીના રેડિયો ટેલિસ્કોપ – ગ્રીન બેંક ટેલિસ્કોપ – પર મોટી માત્રામાં સિગ્નલનો ડેટા મેળવ્યો હતો. તેમાંથી વિશાલ ગજ્જરે 15 પાવરફુલ ફાસ્ટ રેડિયો બર્સ્ટ પારખ્યા હતા. તે જ ડેટાને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલીના એક પીએચડી સ્કોલર ગેરી ઝાંગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફરી ચકાસવામાં આવ્યો. તે ડેટામાંથી એઆઇની મદદથી ગેરી ઝાંગ બીજા 72 ફાસ્ટ રેડિયો બર્સ્ટ પરખી શક્યા. એસ્ટ્રોનોમી – એસ્ટ્રોફિઝિક્સના અભ્યાસમાં વિશ્વમાં પ્રથમ વાર એઆઇનો  પરિણામલક્ષી, મહત્ત્વનો ઉપયોગ થયો હતો. ખગોળશાસ્ત્રના પડકાર રૂપ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇંટેલિજન્સના ‘મશીન લર્નિંગ અલ્ગોરિધમ’ ના નોંધપાત્ર ઉપયોગનો આ પ્રથમ બનાવ છે.

વિજ્ઞાન અને કંપ્યુટર સાયન્સના ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ અનિવાર્ય છે. માનવીના જીવનવ્યવહારમાં – સંદેશાવ્યવહાર, ટેલિકોમ, બેંકિંગ, શિક્ષણ, પરિવહન, ફિલ્મ અને ટીવી આદિ ક્ષેત્રોમાં  –  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા વધતી રહી છે.

આપને પણ ઉત્કંઠા થશે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આટલું મહત્ત્વ શા માટે? એસ્ટ્રોનોમી ક્ષેત્રે એઆઇનું પ્રયોજન શું?

‘મધુસંચય’ના આજના લેખમાં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલીના એફઆરબી વિષયક રસપ્રદ સંશોધનમાં મશીન લર્નિંગ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમની કમાલની કરામાતને એઆઇના વિસ્તૃત સંદર્ભે સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ધરમૂળથી બદલાશે વિશ્વ તથા માનવજીવન

આપ પ્રશ્ન કરશો: આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ શું છે?

આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (એઆઇ)ને વિવિધ રીતે સમજી શકાય.

સામાન્ય વાચકની ભાષામાં, આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (એઆઇ) એટલે મશીનને ‘આપવામાં આવેલી’ કૃત્રિમ બુદ્ધિ (!) જેની મદદથી મશીન પોતાની જાતે મનુષ્યની જેમ વિચારીને ટાસ્ક કરી શકે છે.

આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (એઆઇ) એટલે કમ્પ્યુટર પ્રોગ્રામની માનવ-બુદ્ધિની જેમ કાર્ય (ટાસ્ક) કરવાની ક્ષમતા.

 જે કમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી મશીન (રોબોટ કે કમ્પ્યુટર જેવાં મશીન) મનુષ્યની બુદ્ધિથી થઈ શકતાં કામ કરી શકે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કહે છે. તે પ્રોગ્રામ તથા મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવે છે તેમ કહેવાય.

માનવી પાસે પોતાની બુદ્ધિ છે, તેના જેવી બુદ્ધિ કોઈ કોડ કે સૂચનાઓ દ્વારા કમ્પ્યુટર પ્રોગ્રામને અથવા સિસ્ટમને આપી શકાય, તો તેવી કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ કહેવાય છે.

આ અર્થમાં, આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ એટલે માનવ-બુદ્ધિની માફક ‘ભાષા સમજવાની”, ‘વિચાર કરવાની’, ‘તર્ક વિતર્ક કરી નિર્ણય લેવાની’, ‘ભિન્ન ભિન્ન  પરિસ્થિતિઓમાં પ્લાનિંગ કરવાની’ તેમજ ‘સમજીવિચારીને પ્રોબ્લેમ સોલ્વ કરવાની’ કોઈ સિસ્ટમ કે મશીનની ક્ષમતા.

આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ ધરાવતાં મશીન (દા.ત. એડવાંસ્ડ ટેકનોલોજીયુક્ત  રોબોટ) ‘ઇન્ટેલિજન્ટ’ મશીન કહેવાય છે.

ટેકનીકલી જોતાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કમ્પ્યુટર સાયન્સની એક શાખા છે, જે માનવબુદ્ધિની જેમ કાર્ય કરી શકે તેવાં ‘ઇન્ટેલિજન્ટ’ મશીન વિકસાવે છે. ‘મશીન લર્નિંગ’ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ પર આધારિત છે.

‘મધુસંચય’ના આજના લેખમાં આપણા જીવનને ધરમૂળથી બદલનાર આર્ટિફિશિયલ ઇંટેલિજન્સની કમાલની કરામાતને વિગતે સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]