અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

ક્રિકેટપ્રેમી દેશોમાં વર્તમાન આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો નશો છવાયેલો છે. ભારતમાં ક્રિકેટ પાછળનું પાગલપન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ પહેલાના સમયથી છે. પદ્ધતિસરની રમત તરીકે ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો, પરંતુ આ રમત હિંદુસ્તાનની હોવાનો અવિશ્વસનીય દાવો પણ થતો રહ્યો છે.

અત્યારે ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની ટુર્નામેન્ટ (12મી એડિશન) રોમાંચક તબક્કામાં છે. વન ડે ઇંટરનેશનલ (ઓડીઆઇ) ક્રિકેટ માટેના વર્તમાન બારમી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન કોણ બનશે તેની અટકળો થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જગતના વર્લ્ડ ચેમ્પિયન બનવા થનગની રહ્યા છે, ત્યારે બીજા દેશો પણ તાજપોશી માટે હવાતિયાં મારી રહ્યાં છે.

ક્રિકેટમાં સર્વ પ્રથમ ઑફિશિયલ ટેસ્ટ મેચ 1877માં રમાઈ. વિશ્વની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે માર્ચ 1877 માં રમાઈ, જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ.

ભારતના ટેસ્ટક્રિકેટનો આરંભ 1932 માં ઇંગ્લેન્ડ સામેની સૌ પહેલી ટેસ્ટ મેચથી થયો. ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે ગ્રેટર લંડનના લૉર્ડ્ઝના ગ્રાઉન્ડ પર 1932માં રમ્યું. જો કે તેના વર્ષો પૂર્વે ભારતના પારસી ક્લબની ક્રિકેટ ટીમોએ ઇંગ્લેન્ડના અનધિકૃત પ્રવાસો કર્યા હતા. મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ભારતીય ક્રિકેટ ટીમ 1886માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના ક્રિકેટ પ્રવાસે ગઈ હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા, તેના સો વર્ષ પહેલાં બ્રિટીશ રાજમાં, હિંદુસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે આશ્ચર્યજનક વાત ને!

1933માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પહેલા પ્રવાસે આવી, ત્યારે ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ. ઇંગ્લેન્ડ સામેની ભારતમાં સર્વ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં બૉમ્બે જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી! 

ભારતીય ક્રિકેટની આવી તો કંઈક નાની મોટી રસપ્રદ કહાણીઓ ભૂલાઈ ગઈ છે.

‘મધુસંચય’ના આજના લેખમાં ભારતમાં ક્રિકેટના ઉદયની ગાથાને તેમજ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રારંભિક મેચોની રસપ્રદ વાતોને માણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]