અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનના પ્રારંભની અર્ધ-અજાણી વાતો

ભારત પર ઇંગ્લેન્ડના શાસનની વાતો એટલી લાંબી લખાઈ છે કે દેશ પરના પોર્ટુગલ (પોર્ટુગાલ) ના શાસનની વાતો ભૂલાતી જાય છે! ગુજરાતને તો પોર્ટુગીઝ શાસન સાથે સીધો પનારો પડ્યો હતો, પણ આપણે તે ઇતિહાસથી પરિચિત છીએ ખરા?

સોળમી સદીમાં ગુજરાતના એક મહત્ત્વના બંદર દીવ પર ‘બેટલ ઑફ દીવ’ ખેલાઈ અને દીવ દ્વારા પોર્ટુગીઝ પ્રજાનો ગુજરાતમાં પગપેસારો થયો તે વાત ભાગ્યે જ કોઇક જાણતું હશે!

આપણે દીવના પ્રવાસે જઈએ ત્યારે જ પોર્ટુગલ  શાસનની હકીકત આપણી નજરે ચઢે છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર મહિનો આવે અને 1961ના વર્ષમાં ભારતે પોર્ટુગીઝ સત્તા પાસેથી દીવ-દમણ-ગોવા પાછાં મેળવ્યાં હતાં તે વાત યાદ આવે!

ઇતિહાસ આપણને કેટકેટલું શીખવી જાય છે! 

1498માં પોર્ટુગલના સાહસિક, પ્રવાસી, સાગરખેડૂ વાસ્કો દ ગામાએ હિંદુસ્તાનના કિનારે પગ મૂક્યો. યુરોપના પોર્ટુગલથી નીકળી દરિયા માર્ગે ભારત પહોંચનાર વાસ્કો દ ગામા પ્રથમ યુરોપિયન હતો. આમ, યુરોપથી એટલાંટિક મહાસાગરનો પ્રવાસ ખેડી, આફ્રિકા ખંડના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ થઈ હિંદુસ્તાન પહોંચવા માટેનો સમુદ્ર માર્ગ મળી ગયો.

નવા જળમાર્ગ થકી હિંદુસ્તાન પર પગદંડો જમાવવાની યુરોપિયન પ્રજાઓને લાલસા જાગી. હિંદુસ્તાનથી કાળી મરી અને તજ જેવા મરી-મસાલા તેજાના મેળવવા માટે શરૂ થયેલો વ્યાપાર ભારત પર આધિપત્ય જમાવવાના રાજકારણમાં પલટાતો ગયો. બેટલ ઓફ દીવમાં ગુજરાતે દીવને ખોયું. પોર્ટુગીઝ પ્રજાના હાથમાં દીવ, દમણ અને ગોવા ગયાં હતાં, તે ભારતની આઝાદી પછી ચૌદ વર્ષે દેશને પાછાં મળ્યાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હિંદુસ્તાન પહોંચી વ્યાપાર દ્વારા સત્તા જમાવવા પોર્ટુગલનાપ્રારંભિક પ્રયત્નો સાથે સંકળાયેલ તવારીખને સંક્ષિપ્તમાં સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલપર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]