ડીએનએ: ન્યુક્લિઓટાઈડ તથા નાઈટ્રોજીનસ બેઝ
ન્યુક્લિઓટાઈડ એ ડીએનએનો ઘટક છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે) ખાતે જેમ્સ વૉટસન અને ફ્રાંસિસ ક્રીક દ્વારા 1953માં ડીએનએના ‘ડબલ હેલિક્સ’ (ડબલ હિલિક્સ) બંધારણની જાહેરાત થઈ. સાથે જ ન્યુક્લિઓટાઈડ અને નાઈટ્રોજીનસ બેઝની અગત્યતા અન્ય સંશોધકોને સમજાઈ. ડીએનએના દરેક સ્ટ્રેન્ડ પર નિર્ધારિત ક્રમમાં નાઈટ્રોજીનસ બેઝ (A,T,C,G) ની ગોઠવણી હોય છે. દરેક નાઈટ્રોજીનસ બેઝ એક સુગર મોલિક્યુલ અને એક ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાય છે. આમ, નાઈટ્રોજીનસ બેઝ, સુગર તથા ફોસ્ફેટ મોલિક્યુલથી બનેલ એકમ ન્યુક્લિઓટાઈડ તરીકે ઓળખાય છે.