અજાણી-શી વાતો

ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”

. ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” 1957માં અમેરિકાના હોલિવુડ (Hollywood, USA) ના સિનેમા ઉદ્યોગના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક ડેવિડ લીન (David Lean) ની જાણીતી ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” (The Bridge on the River Kwai) રજૂ થઈ. 1945માં “The Blithe Spirit” જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ… Continue reading ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”

અજાણી-શી વાતો · સમાચાર-વિચાર

ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં?

. ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ, Tata Group) શિખરે બિરાજે છે. ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata Group of Companies) કાર્યરત છે. તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ. દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર… Continue reading ફોર્બ્સની યાદીમાં રતન ટાટા કેમ નહીં?

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–10 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)    ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે. આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક  સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)  આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ (Content) તથા સાઇટ ડિઝાઇન (Site design) મહત્વનાં ગણાય. આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો વર્ડપ્રેસ ઉપરાંત ઇન્ટરનેટ પર અન્યત્ર પણ ગુજરાતી… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8

. (UPDATE: 28.12.2016: વાચક મિત્રો! આજે આ નોંધ એટલા માટે મૂકી  રહ્યો છું કે 2007માં લખાયેલ મારી આ દસ હપ્તાની શ્રેણીના કેટલાક મુદ્દાઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ગુજરાતી બ્લૉગિંગના ઇતિહાસમાં આ શ્રેણીનું ખાસ મહત્વ સુજ્ઞ વાચકો સમજી શકશે. વાચકોને આ શ્રેણીના 1 થી 10 સુધીના બધા હપ્તા ક્રમમાં વાંચવા ભલામણ છે. “બાવીસમી શ્રેણી”… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી નેટ જગતની વિવિધ સાઇટ્સ પર નજર નાખું છું, ત્યારે મને તેના વિસ્તરતા સ્વરૂપની ઝાંખી થાય છે. એક શક્તિશાળી માધ્યમ તરીકે ગુજરાતી નેટ જગત ઊભરી રહ્યું છે. આવતી કાલે ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતનું આ માધ્યમ ગુજરાતી… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે. આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું. સ્થૂળ અને સૂક્ષ્મ – આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

 . બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી ભાષાને ડિજિટલ રૂપમાં મઢવા માટે અને ઇન્ટરનેટ પર તેને રજૂ કરવા માટે ઘણા ગુજરાતીઓએ સક્રિય પ્રયત્નો કરેલા છે. ગુજરાતી ભાષાને નેટ પર લઈ જવામાં કેટકેટલા નામી-અનામી ગુજરાતીપ્રેમીઓનો ફાળો હશે? આજ સુધીમાં અસંખ્ય ગુજરાતી નેટપ્રેમીઓ દ્વારા ઇન્ટરનેટ… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ઇન્ટરનેટ સમસ્ત વિશ્વને સાંકળતું અભૂતપૂર્વ માધ્યમ છે. ઇન્ટરનેટ આધુનિક સમાજનું અગ્રીમ સંચાર માધ્યમ છે. માનવજીવનના બહુવિધ ક્ષેત્રો અને વ્યવહારો મહદ અંશે ઇન્ટરનેટ પર આધારિત થતાં જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનું મહત્વનું લક્ષણ છે. અતિ બહોળો વ્યાપ તેમ… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1

અજાણી-શી વાતો

અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ

. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક. સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં. અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન… Continue reading અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ

અજાણી-શી વાતો

ગુજરાતમાં સોંઘવારી ?

. અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે. ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું. રૂપિયાનો સિક્કો ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક… Continue reading ગુજરાતમાં સોંઘવારી ?

અજાણી-શી વાતો

શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

. અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક શેઠ કસ્તુરભાઈ લાલભાઈને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ. શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે. મોગલ બાદશાહ અકબરના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. શેઠ શાંતિદાસ (1590 – 1659)… Continue reading શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

પ્રકીર્ણ

“મધુસંચય”માં પરિવર્તન

. પ્રિય મિત્રો, ”મધુસંચય” – આપનો જાણીતો બ્લોગ – નવો અવતાર લઈ રહ્યો છે. આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે: અનામિકા, અનુપમા તથા અનુભવિકા. મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકાશે.… Continue reading “મધુસંચય”માં પરિવર્તન

સમાચાર-વિચાર

ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ

ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈંટરનેટ ચેટ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો. આદરણીય વડીલ શ્રી રતિભાઈ ચંદરિયા થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત! અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ, કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને અન્ય નેટ… Continue reading ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ