દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર

  નાસા (અમેરિકા) નો વૉયેજર સ્પેસ પ્રોગ્રામ વૉયેજર પ્રોગ્રામ અમેરિકાનો મહત્ત્વાકાંક્ષી સ્પેસ પ્રોગ્રામ છે. નાસા (યુએસએ) ના ઉપક્રમે 1977માં છોડાયેલ બે વૉયેજર સ્પેસક્રાફ્ટ્સ – વૉયેજર-1 તથા વૉયેજર-2 – સૂર્યમંડળને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસની મુસાફરી પર છે. વૉયેજર-1 જ્યુપિટર અને સેટર્ન ગ્રહો પાસેથી પસાર થઈ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યું છે. વૉયેજર-2 જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન પાસેથી પસાર… Continue reading સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર

કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ન્યૂ યૉર્ક સીટીના હડસન યાર્ડસમાં થોમસ હીધરવિકનું સ્ટેરકેસ સ્થાપત્ય ‘વેસલ’

. અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં મેનહટનના હડસન યાર્ડસની પૉશ લોકાલિટીમાં બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિકની ડિઝાઇન મુજબ એક અનોખાં સ્ટેર-કેસ સ્ટ્રક્ચર (staircase structure) ‘વેસલ’નું નિર્માણ થશે, જે ન્યૂ યૉર્ક સીટીમાં વિશિષ્ટ લેન્ડમાર્ક બની રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના ઉત્તર-પૂર્વ રાજ્ય ન્યૂ યૉર્ક સ્ટેટનું મહત્ત્વનું શહેર ન્યૂ યૉર્ક સીટી અમેરિકાનું સૌથી મોટું શહેર છે. ‘ગ્લોબલ પાવર… Continue reading ન્યૂ યૉર્ક સીટીના હડસન યાર્ડસમાં થોમસ હીધરવિકનું સ્ટેરકેસ સ્થાપત્ય ‘વેસલ’

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · પ્રકીર્ણ · સામાન્ય જ્ઞાન

લંડનના પાર્લમેન્ટ હાઉસમાં આગ અને ટેલિ સ્ટિક્સ

.  યુકે (ઇંગ્લેન્ડ) ની રાજધાની લંડનમાં ટેમ્સ (થેમ્સ) નદીના કિનારે પાર્લમેન્ટ હાઉસની ભવ્ય ઇમારત ખડી છે. યુનાઇટેડ કિંગ્ડમની પાર્લમેન્ટનાં બંને ગૃહો – હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડસ – ની જ્યાં બેઠક થાય છે, તે પાર્લમેન્ટ હાઉસને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવાં મહત્ત્વનાં બિલ્ડીંગમાં ટેલિ સ્ટિક્સ જેવી સાધારણ વસ્તુઓના કારણે… Continue reading લંડનના પાર્લમેન્ટ હાઉસમાં આગ અને ટેલિ સ્ટિક્સ

દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (1)

. ઉત્તર કોરિયા (North Korea) એ 6 જાન્યુઆરી, 2016ના દિવસે હાઇડ્રોજન બોંબ (Hydrogen Bomb) નું પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી. ઉત્તર કોરિયાના આ ધડાકાએ અમેરિકા, રશિયા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાને તો ચોંકાવી દીધા, પરંતુ વિશ્વભરમાં સનસનાટી ફેલાવી દીધી. વિશ્વમાં અણુશક્તિની મહાસત્તાઓમાં અમેરિકા અને રશિયાનું મોખરાનું સ્થાન છે. ન્યુક્લિયર પાવરની રેસમાં ઉત્તર કોરિયા જેવો દેશ… Continue reading ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (1)

અજાણી-શી વાતો · અધ્યાત્મ-ફિલોસોફી

સ્ટીવ જોબ્સ, લેરી બ્રિલિયંટ અને નીમ કરોલી બાબા

. ‘એપલ’ના સ્ટીવ જોબ્સ અને ‘ફેસબુક’ના માર્ક ઝકરબર્ગનાં જીવનમાં પ્રેરણાસ્રોત બનનાર નીમ કરોલી બાબા વિષે રસપ્રદ વાતો પ્રકાશિત થતી રહે છે. ઉત્તરાખંડના કૈંચી આશ્રમ (નૈનીતાલ)માં નીમ કરોલી બાબા (નીબ કરોરી બાબા / મહારાજજી) નાં દર્શન કરનાર વિદેશી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં બાબા રામદાસ (Dr Richard Alpert), ભગવાનદાસ (Kermit Michel Riggs), ક્રિશ્ના દાસ (Jeffrey Kagel), ડૉ. લેરી બ્રિલિયંટ… Continue reading સ્ટીવ જોબ્સ, લેરી બ્રિલિયંટ અને નીમ કરોલી બાબા

વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

મનુષ્યનું જ્ઞાનતંત્ર અને મગજ

.   મનુષ્યનું જ્ઞાનતંત્ર શરીર માટે કમાલની કામગીરી કરે છે! માનવ-મગજ તો એક અદભુત રચના છે! મનુષ્યના જ્ઞાનતંત્ર- નર્વસ સિસ્ટમ- ના બંધારણીય અને કાર્યકારી એકમ ઘટકને ન્યુરોન કહે છે. A neuron is a structural and functional unit of the nervous system.  તબીબી વિજ્ઞાન પ્રમાણે માનવ-મગજમાં 100 બિલિયન ન્યુરોન છે. એક બિલિયન એટલે સો કરોડ. મનુષ્યના… Continue reading મનુષ્યનું જ્ઞાનતંત્ર અને મગજ

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ઇંગ્લેન્ડના પ્રથમ ભારતીય એમપી દાદાભાઇ નવરોજી

  . અંગ્રેજ શાસનકાળમાં હિંદુસ્તાનના કેટલાક સમર્થ રાજ્યકર્તાઓએ દેશનું નામ રોશન કર્યું છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (1863 – 1939) પ્રજાવત્સલ, દૂરદર્શી અને બાહોશ શાસક હતા. માત્ર બાર વર્ષની ઉંમરે ગાદીએ આવનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રેસઠ વર્ષ સુધી વડોદરા રાજ્યનું શાસન સંભાળ્યું. સયાજીરાવે વારંવાર યુરોપ પ્રવાસ કર્યો અને પશ્ચિમના દેશોના વિકાસનો બારીકાઇથી અભ્યાસ કર્યો. પરિણામે… Continue reading વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ઇંગ્લેન્ડના પ્રથમ ભારતીય એમપી દાદાભાઇ નવરોજી

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન

. . આર્કિયોલોજી – પુરાતત્ત્વવિદ્યા –  મહત્વપૂર્ણ વિજ્ઞાન છે.  ધરતીના પેટાળમાં અને પટ પર પથરાયેલ જાણી-અજાણી કડીઓને શોધી-સાંકળીને માનવજાતના અને માનવસભ્યતાઓના ઇતિહાસને આલેખવામાં,  સંસ્કૃતિઓના ઉતારચઢાવને સમજવામાં પુરાતત્ત્વવિજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે. જો કે બેબિલોનના રાજા નેબુશેડ્નેઝર (Nebuchadnezzar)ને પુરાતત્ત્વમાં રસ લેનાર પ્રથમ રાજ્યકર્તા તરીકે ઓળખવામાં આવે છે, આમ છતાં પુરાતત્ત્વશાસ્ત્ર ઝાઝું પુરાણું નથી. અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ… Continue reading આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી

. રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રેમલિનનો ભવ્ય મહેલ ખડો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા (યુએસએ) અને સોવિયેટ રશિયા (તત્કાલીન યુએસએસઆર) વચ્ચે શીત યુદ્ધ – કોલ્ડ વોર – ના ગાળામાં ક્રેમલિનનું નામ  ખૂબ ચમકતું રહ્યું. વર્તમાન પત્રોમાં રશિયા કે મોસ્કોનો ઉલ્લેખ ક્રેમલિન તરીકે થતો જેમ કે અમેરિકાની વિયેટનામ નીતિ સામે ક્રેમલિનની નારાજગી.  આજકાલ રશિયન સુપરપાવરની શક્તિ ઘટી… Continue reading ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી

અજાણી-શી વાતો · ઇતિહાસ · પ્રકીર્ણ · સામાન્ય જ્ઞાન

વિશ્વની પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

. . ફ્રાંસની રાજધાની પેરિસમાં સત્તરમી સદીમાં વિશ્વની પ્રથમ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થા (Public transport system) અમલમાં આવી. તે સમયે ફ્રાંસમાં સમ્રાટ ચૌદમા લુઇ (Louis ix : 1638 – 1715) નું રાજ્ય હતું. વિશ્વના રાજ્યકર્તાઓમાં સૌથી લાંબા સમય – બોંતેર વર્ષ –  માટે રાજગાદી ભોગવનાર રાજવી તરીકે ચૌદમા લુઇનું નામ પ્રથમ આવે છે. સમ્રાટ ચૌદમા લુઇના… Continue reading વિશ્વની પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર

ફાર્માસ્યુટિકલ માર્કેટ અને વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓની ધૂમ વેચાતી દવાઓ (2010-11)

. ભારતના ફાર્માસ્યુટિકલ માર્કેટની તમામ દવાઓ/મેડિસિનનું કુલ વેચાણ (2011ના એક અંદાજ મુજબ) આશરે 59000 કરોડ રૂપિયા હતું. જ્યારે વિશ્વવિખ્યાત ફાઇઝર કંપનીની સૌથી વધુ વેચાતી દવા લિપિટોરનું વર્ષ 2010માં વેચાણ 63000 કરોડ રૂપિયા જેટલું હતું. બીજા શબ્દોમાં, ફાઇઝર કંપનીની એક જ પ્રોડક્ટ લિપિટોરનું વેચાણ ભારતના કુલ ફાર્મા માર્કેટ કરતાં પણ ક્યાંયે વધારે હતું! માત્ર અમેરિકા(યુએસએ)માં લિપિટોરનું… Continue reading ફાર્માસ્યુટિકલ માર્કેટ અને વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓની ધૂમ વેચાતી દવાઓ (2010-11)

અજાણી-શી વાતો · ઇતિહાસ · પ્રકીર્ણ · સામાન્ય જ્ઞાન

સલીમ અલી, મુંબઇ અને ઘોડાની ટ્રામ

. . ભારતના ગણમાન્ય પક્ષીવિદ સલીમ અલી (1896-1987) ના નામથી આપ પરિચિત હશો. સલીમ અલીએ પક્ષીઓના અભ્યાસ પાછળ જીવન સમર્પિત કર્યું અને પક્ષીશાસ્ત્રના નિષ્ણાત તરીકે દુનિયાભરમાં નામના મેળવી. સલીમ અલીનું બાળપણ મુંબઇમાં વીત્યું. નવ ભાઇ-બહેનોમાં સૌથી નાના સલીમ અલી. તેમણે નાની ઉંમરમાં માતાપિતા ગુમાવ્યાં. નવ બાળકો તેમના મામાને ત્યાં મોટાં થયાં. મુંબઇમાં ચર્ની રોડ –… Continue reading સલીમ અલી, મુંબઇ અને ઘોડાની ટ્રામ

અજાણી-શી વાતો · ઇતિહાસ · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

અમેરિકા-યુરોપ વચ્ચે ટેલિગ્રાફ કેબલ્સ: ટેલિકોમ્યુનિકેશનનો ચમત્કાર

. વોટરલુની લડાઇ – બેટલ ઓફ વોટરલુ -માં અંગ્રેજ કમાંડર ડ્યુક ઓફ વેલિંગ્ટન સામે ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની કારમી હાર થઇ. 1815ના જૂન મહિનામાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની દક્ષિણે આવેલ વોટરલુના મેદાનમાં તે લડાઇ થઇ. ઇંગ્લેન્ડ- પ્રુશિયા અને યુરોપના કેટલાક દેશોનાં સંયુક્ત લશ્કરી દળોએ બ્રિટીશ નેતૃત્વમાં નેપોલિયનનાં ફ્રેંચ સૈન્ય પર વિજય મેળવ્યો. વોટરલુમાં નેપોલિયનની હારના સમાચાર… Continue reading અમેરિકા-યુરોપ વચ્ચે ટેલિગ્રાફ કેબલ્સ: ટેલિકોમ્યુનિકેશનનો ચમત્કાર

અજાણી-શી વાતો

‘ઇન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિ : સામ્યવાદથી મૂડીવાદ પ્રતિ

. ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, India ) અને તેના સ્થાપક નારાયણ મૂર્તિથી “મધુસંચય”ના વાચકમિત્રો પરિચિત હોય જ. ભારતની આ પ્રતિષ્ઠિત આઇટી કંપની ‘ઇન્ફોસિસ’ (INFOSYS)ની કોર્પોરેટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં છે. સોફ્ટવેર એન્જિનિયર શ્રી નારાયણ મૂર્તિ તથા તેમના છ સહયોગીઓ દ્વારા પૂના શહેર (મહારાષ્ટ્ર)માં ઇસ 1981માં ‘ઇન્ફોસિસ’ની સ્થાપના થઇ.… Continue reading ‘ઇન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિ : સામ્યવાદથી મૂડીવાદ પ્રતિ

અજાણી-શી વાતો

રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન

. ઇ.સ. 1917માં બોલ્શેવિક ક્રાંતિ (Bolshevik Revolution) થી રશિયા (Russia)માં લેનિન (Vladimir Lenin)ના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનનો ઉદય થયો. રશિયન ક્રાંતિ પહેલાં રશિયામાં સદીઓ સુધી ઝાર (Czar or Tsar) રાજાઓની રાજાશાહી રહી. આખરી રશિયન સમ્રાટ ઝાર નિકોલસ બીજા (Emperor Czar Nicholas II ) એ 1894માં 16 વર્ષની ઉંમરે ગાદી સંભાળી. રશિયામાં 1905માં ક્રાંતિનો પ્રયત્ન થયો… Continue reading રશિયાના છેલ્લા ઝાર, રશિયન ક્રાંતિ અને આધુનિક વિજ્ઞાન