અધ્યાત્મ-ફિલોસોફી

મેટ્રિક્સ અને ભારતીય ફિલોસોફી

. ‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ કરીને પ્રથમ ભાગ. પાંચ-છ વર્ષ અગાઉ પ્રથમ વખત ફિલ્મ જોઈ ત્યારે જ મેં માર્ક કરેલું કે આ ફિલ્મ પર ભારતીય ફિલોસોફીની, વિશેષ તો આપણા વેદાંતની ખાસ્સી અસર છે. ફિલ્મ જોતી વેળા જ સ્પષ્ટ થઈ ગયું કે ફિલ્મની પ્રેરણા, તેનો આધાર જ ‘માયા’ના કંસેપ્ટ પર છે. મોર્ફિયસનું… Continue reading મેટ્રિક્સ અને ભારતીય ફિલોસોફી

પ્રકીર્ણ

રાજા રવિ વર્મા.

તાજેતરમાં સમાચાર ચમક્યાં છે: રાજા રવિ વર્મા પર ફિલ્મ બનશે. રાજા રવિ વર્મા ભારતના પ્રતિષ્ઠિત ચિત્રકારોમાં સ્થાન પામ્યાં છે. 1848માં કેરળના ત્રાવણકોર(કિલિમન્નૂર)ના રાજ-પરિવારમાં તેમનો જન્મ. યુવાનીમાં યુરોપિયન ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને પછી પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે આપણી પૌરાણિક કથાઓનાં પાત્રોને રેખા અને રંગોથી કેનવાસ પર ઉતાર્યાં. તેમના ચિત્રોમાં સૌંદર્ય, પ્રેમ, શૌર્યની ઝલક હતી. તેમના… Continue reading રાજા રવિ વર્મા.

પ્રકીર્ણ

ગુજરાતી બ્લોગ મધુસંચય

. આપ સમક્ષ એક ગુજરાતી બ્લોગ રજૂ કરી રહ્યો છું: મધુસંચય. આ બ્લોગ પરની પોસ્ટ્સ એટલે જાતજાતના પુષ્પો પરથી સંચિત કરેલ મધુની મીઠાશ. વિશ્વનું વિહંગાવલોકન, સાહિત્ય અને કલાક્ષેત્રોની  પિછાણ તથા  જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા વિષયો પર વિચાર-વિમર્શ અને મનન. અલક્મલકની સૌના રસને પોષતી વાતો. તેના થકી તો  આપણા જીવનમાં મધુસંચય થતો રહે છે.

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 3

 પ્રિય અનામિકા, તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ! આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ. તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ,… Continue reading અનામિકાને પત્ર: 3