પ્રકીર્ણ

અમેરિકાના પ્રેસિડેન્ટ અને ગાય

ગાંધીજી બકરી પાળતા હતા તે આપણે જાણીએ છીએ. અમેરિકાના શરૂઆતના કેટલાક પ્રેસિડેન્ટસ તાજું દૂધ મેળવવાના હેતુથી પ્રમુખના નિવાસસ્થાને ગાય પાળતા હતા! પ્રેસિડેન્ટ વિલિયમ હોવર્ડ ટેફ્ટ (1857 – 1930) અમેરિકાના 27મા પ્રમુખ (1909 – 1913) હતા. તેઓ છેલ્લા પ્રેસિડેન્ટ હતા કે જેમણે તાજું દૂધ મળે તે હેતુથી વ્હાઈટ હાઉસના પ્રીમાઈસીસમાં ગાય રાખેલી હતી!!!

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 2

પ્રિય અનામિકા, અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે. અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે. પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં? પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન… Continue reading અનામિકાને પત્ર: 2