દેશ- દુનિયા · સમાચાર-વિચાર

ગુગનહાઇમ મ્યુઝિયમનું વાન ગોઘનું પેઇન્ટિંગ તથા અમેરિકન પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ

  આજકાલ અમેરિકાના પ્રેસિડેન્ટનું નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ (વોશિંગ્ટન ડીસી, યુએસએ) અને ન્યૂ યૉર્કમાં આવેલ ગુગનહાઇમ મ્યુઝિયમ વિચિત્ર બાબતે સુરખીઓમાં છે. આ વિવાદાસ્પદ સ્થિતિના મૂળમાં છે પ્રખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘનું એક પેઇન્ટિંગ ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’. અમેરિકન પ્રેસિડેન્ટને ગુગનહાઇમ મ્યુઝિયમમાં સ્થિત ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’ વ્હાઇટ હાઉસ માટે જોઈએ છે; મ્યુઝિયમને આ પેઇન્ટિંગ આપવું નથી. ગુગનહાઇમ મ્યુઝિયમ… Continue reading ગુગનહાઇમ મ્યુઝિયમનું વાન ગોઘનું પેઇન્ટિંગ તથા અમેરિકન પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ

કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ન્યૂ યૉર્ક સીટીના હડસન યાર્ડસમાં થોમસ હીધરવિકનું સ્ટેરકેસ સ્થાપત્ય ‘વેસલ’

. અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં મેનહટનના હડસન યાર્ડસની પૉશ લોકાલિટીમાં બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિકની ડિઝાઇન મુજબ એક અનોખાં સ્ટેર-કેસ સ્ટ્રક્ચર (staircase structure) ‘વેસલ’નું નિર્માણ થશે, જે ન્યૂ યૉર્ક સીટીમાં વિશિષ્ટ લેન્ડમાર્ક બની રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના ઉત્તર-પૂર્વ રાજ્ય ન્યૂ યૉર્ક સ્ટેટનું મહત્ત્વનું શહેર ન્યૂ યૉર્ક સીટી અમેરિકાનું સૌથી મોટું શહેર છે. ‘ગ્લોબલ પાવર… Continue reading ન્યૂ યૉર્ક સીટીના હડસન યાર્ડસમાં થોમસ હીધરવિકનું સ્ટેરકેસ સ્થાપત્ય ‘વેસલ’

સમાચાર-વિચાર

ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ

ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈંટરનેટ ચેટ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો. આદરણીય વડીલ શ્રી રતિભાઈ ચંદરિયા થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત! અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ, કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને અન્ય નેટ… Continue reading ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

પારસી ગુજરાતી સાહિત્યકારો: 1

. ઈરાનથી હિંદુસ્તાન આવી પારસી કોમ ગુજરાતમાં ઠરીઠામ થઈ. તેમણે ગુજરાતી ભાષા અપનાવી. ઓગણીસમી સદીમાં ગુજરાતી ભાષાના સાહિત્યના વિકાસમાં પારસી કોમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઈંગ્લેન્ડ) ગયેલા. તેમણે પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રથમ પ્રવાસ પુસ્તક લખ્યું. 1861માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું: “ગરેટ બરીટનની મુસાફરી”. તે પછી… Continue reading પારસી ગુજરાતી સાહિત્યકારો: 1

અન્ય ભાષા · પ્રકીર્ણ · સાહિત્ય

અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન

અમેરિકાની મહાન કવયિત્રી એમિલી ડિકિન્સન અમેરિકાના સાહિત્યજગતમાં કાવ્યક્ષેત્રે લોંગફેલો, વ્હાઈટમેન, ડિકિન્સન, ટીઝડેલ (Sara Teasdale) તથા ફ્રોસ્ટ મારા પ્રિય કવિઓ છે. મને એમિલી ડિકિન્સનની પોએટ્રી ગમે છે. આ મહાન કવયિત્રીની કવિતાઓ શાંતિથી, એકાગ્રતાથી વાંચો તો જ તેનો આસ્વાદ માણી શકો! પ્રસ્તુત છે ડિકિન્સનની પંક્તિઓ: They might not need me- yet they might- I’ll let my heart… Continue reading અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન

પ્રકીર્ણ · સમાચાર-વિચાર

અમેરિકામા ગુજરાતીઓની “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

અમેરિકામાં “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ” ગુજરાત તથા ગુજરાત બહાર વસતા વિશ્વભરના ગુજરાતીઓ માટે “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”ના સમાચાર આપ જાણો જ છો આવો, આપણે કોન્ફરન્સને સફળતા ઈચ્છીએ! એસોસિયેશન ઓફ ઈંડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ” નું આયોજન થયેલ છે. ઉક્ત વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ અમેરિકામાં ન્યુ જર્સી ખાતે આગામી સપ્ટેમ્બર 1 થી સપ્ટેમ્બર 3… Continue reading અમેરિકામા ગુજરાતીઓની “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 7

. પ્રિય અનામિકા, તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે… Continue reading અનામિકાને પત્ર: 7

પ્રકીર્ણ

અમેરિકાના પ્રેસિડેન્ટ અને ગાય

ગાંધીજી બકરી પાળતા હતા તે આપણે જાણીએ છીએ. અમેરિકાના શરૂઆતના કેટલાક પ્રેસિડેન્ટસ તાજું દૂધ મેળવવાના હેતુથી પ્રમુખના નિવાસસ્થાને ગાય પાળતા હતા! પ્રેસિડેન્ટ વિલિયમ હોવર્ડ ટેફ્ટ (1857 – 1930) અમેરિકાના 27મા પ્રમુખ (1909 – 1913) હતા. તેઓ છેલ્લા પ્રેસિડેન્ટ હતા કે જેમણે તાજું દૂધ મળે તે હેતુથી વ્હાઈટ હાઉસના પ્રીમાઈસીસમાં ગાય રાખેલી હતી!!!

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 2

પ્રિય અનામિકા, અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે. અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે. પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં? પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન… Continue reading અનામિકાને પત્ર: 2