અજાણી-શી વાતો

અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ

. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક. સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં. અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન… Continue reading અમદાવાદના પ્રથમ મેયર: ચીનુભાઈ ચીમનલાલ

અજાણી-શી વાતો

શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

. અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક શેઠ કસ્તુરભાઈ લાલભાઈને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ. શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે. મોગલ બાદશાહ અકબરના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. શેઠ શાંતિદાસ (1590 – 1659)… Continue reading શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વજો

સમાચાર-વિચાર

ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ

ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈંટરનેટ ચેટ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો. આદરણીય વડીલ શ્રી રતિભાઈ ચંદરિયા થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત! અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ, કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને અન્ય નેટ… Continue reading ગુજરાતી નેટ જગત: ચેટ-કોન્ફરન્સ

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ)

. નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. રમણભાઈ નીલકંઠ જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા. સાક્ષર રમણલાલ નીલકંઠના પિતાનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ. સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો. મહીપતરામ નીલકંઠ ઈ. સ. 1860માં ઈંગ્લેંડ… Continue reading રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ)