ગુજરાતી · સાહિત્ય

મુક્તપંચિકા આપ સૌ માટે

. મુક્તપંચિકા વિષે પૃચ્છા કરતા ગુજરાતી ભાષાના ચાહક મિત્રોના મારા પર મેઈલ તથા પત્રો આવે છે. મુક્તપંચિકામાં રસ લેવા બદલ આભાર. મુક્તપંચિકા વિષે માર્ગદર્શન તથા મારી મુક્તપંચિકા-કૃતિઓ બ્લોગર (Blogger) ના મારા ગુજરાતી બ્લોગ પર નીચેના URL પર છે: http://gujarat1.blogspot.com આપ સૌ મુક્તપંચિકા રચી શકો છો. મેં એ પણ જોયું છે કે ઘણા વાચકમિત્રોએ મારી રચનાઓ… Continue reading મુક્તપંચિકા આપ સૌ માટે

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

પારસી ગુજરાતી સાહિત્યકારો: 2

. ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ઉપરાંત પદ્યના વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. શરૂઆતમાં પારસી કવિઓ પારસી બોલીની અસર નીચે ગુજરાતી કવિતા રચતા. તેનું ઉદાહરણ મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળા(1853-1912)ની એક કૃતિમાં જોઈએ: : ………. રે હશતો ને રંમતો તું આએઓ તે શું? રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું? …. આએ લાલ… Continue reading પારસી ગુજરાતી સાહિત્યકારો: 2

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

પારસી ગુજરાતી સાહિત્યકારો: 1

. ઈરાનથી હિંદુસ્તાન આવી પારસી કોમ ગુજરાતમાં ઠરીઠામ થઈ. તેમણે ગુજરાતી ભાષા અપનાવી. ઓગણીસમી સદીમાં ગુજરાતી ભાષાના સાહિત્યના વિકાસમાં પારસી કોમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. પારસી લેખક ડોસાભાઈ ફરામજી કરાકા ‘ગ્રેટ બ્રિટન’ (ઈંગ્લેન્ડ) ગયેલા. તેમણે પારસી બોલીની છાંટવાળી ગુજરાતીમાં આપણું પ્રથમ પ્રવાસ પુસ્તક લખ્યું. 1861માં પ્રકાશિત આ પુસ્તકનું નામ હતું: “ગરેટ બરીટનની મુસાફરી”. તે પછી… Continue reading પારસી ગુજરાતી સાહિત્યકારો: 1

ગુજરાતી · સાહિત્ય

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આજે બીજી ઓક્ટોબર. ગાંધી જયંતિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ. ગાંધી બાપૂને બિરદાવતી અનેક કૃતિઓ સર્જાઈ છે. મહાત્મા ગાંધી પર અનેક કાવ્યો લખાયાં છે. ગાંધીજીના વ્યક્તિત્વને વર્ણવતી એક સાવ નિરાળી રચના આશરે પિસ્તાળીસેક વર્ષ પહેલાં સાંભળી હતી. આછી પાતળી યાદશક્તિના જોરે તે અહીં લખી રહ્યો છું. કોણ હશે કવિ? કોઈ વાચકને આ… Continue reading મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ)

. નીલકંઠ કુટુંબને ગુજરાતમાં સૌ કોઈ ઓળખે. રમણભાઈ નીલકંઠ જાણીતા સાક્ષર. તેમના પિતા મહીપતરામ લેખક અને સમાજસુધારક. રમણભાઈ નીલકંઠના પત્ની વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતના પ્રથમ સ્ત્રી-સ્નાતક. તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ગુજરાતના પ્રસિદ્ધ સ્ત્રી-લેખિકા તથા સમાજસેવિકા. સાક્ષર રમણલાલ નીલકંઠના પિતાનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ. સમાજસુધારાના વિચારોનો વારસો રમણભાઈને પિતા તરફથી મળેલો. મહીપતરામ નીલકંઠ ઈ. સ. 1860માં ઈંગ્લેંડ… Continue reading રમણભાઈ મહીપતરામ નીલકંઠ (રમણલાલ નીલકંઠ)

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

ઈન્દુલાલ યાજ્ઞિક

. * ઈન્દુલાલ યાજ્ઞિકને રાજકારણી તરીકે સૌ ઓળખે, સાહિત્યકાર તરીકે કદાચ કેટલાક ઓળખે, પરંતુ ફિલ્મ ઉદ્યોગના અગ્રેસર તરીકે કેટલા ઓળખે? * ઈન્દુલાલ યાજ્ઞિક રાજકારણમાં તો ઘણા મોડા પ્રવેશ્યા. પહેલાં તેઓ મુંબઈમાં પત્રકાર હતા. તે દરમ્યાન તેમણે ફિલ્મ લાઈનમાં નસીબ અજમાવેલું. તેમની બનાવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ “પાવાગઢનો પ્રલય” મુંબઈના ઈમ્પિરિયલ સિનેમામાં બે અટવાડિયાં ચાલેલી જે પ્રશંસાપાત્ર… Continue reading ઈન્દુલાલ યાજ્ઞિક

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

કવિ દલપતરામ

* કવિ દલપતરામની કવિતામાં મનોરંજન તથા નીતિબોધનાં લક્ષણો હતાં. સમાજના દંભ અને મોટાઈના પ્રદર્શન જેવાં દૂષણો પર ચાબખા મારતું તેમનું નાટક “મિથ્યાભિમાન” લોકપ્રિય થયેલું છે. * કવિ દલપતરામ ના પિતા પ્રખર વેદાંતી હતા. તેમણે પાછલી ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસ લીધો હતો. * કવિ દલપતરામે નાની ઉંમરમાં સ્વામિનારાયણ ધર્મના સંસ્થાપક સહજાનંદ સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન કરેલાં. *… Continue reading કવિ દલપતરામ

અધ્યાત્મ-ફિલોસોફી · ગુજરાતી

શ્રી સુંદરમ્ ની અધ્યાત્મદ્રષ્ટિ

. શ્રી ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્ માટે કાવ્યસર્જન તેમની અધ્યાત્મયાત્રાનો એક ભાગ બન્યું હતું. તેમની અધ્યાત્મદ્રષ્ટિ તેમના એક કાવ્યની નીચેની પંક્તિઓમાં ઝલકે છે: મંજરીએ મંજરીએ મીઠું મ્હોરેલું, કોકિલના કંઠે ફોરેલું, ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને, છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીત કોણ ગાતું ઘેલું? …………. – ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્

ગુજરાતી · સાહિત્ય

અમે લહર આંસુની

. અમે લહર આંસુની સાજન અમે છલકતાં લોચન; અમે તમારી મરુભોમના ઝરમર ઝરમર સાવન !સાભાર: “નિતાંત”માંથી. કવિ ડો. ચંદ્રકાંત દત્તાણી. પ્રકાશક: લય પ્રકાશન, પોરબંદર.

ગુજરાતી

માતૃભૂમિની યાદ

આદમને કોઈ પૂછે: પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે! … શેખાદમ આબુવાલા …

ગુજરાતી · સાહિત્ય

આરંભ: સાહિત્ય કેટેગરી : ગુજરાતી

મિત્રો! ક્યારેક એકાંત હોય, ક્યારેક મહેફિલ. ગીત-ગઝલને માણવાની મઝા ઓર જ હોય છે. કેટલીક પંક્તિઓ તો હોઠ પર વસી જાય છે! મને થાય છે: આપ દિલદાર મિત્રો સમક્ષ રજૂ કરવાની યે કેવી મઝા આવે! (અહીં પ્રગટ થનાર તમામ કૃતિઓ માટે જે તે કર્તા તથા પ્રકાશકનો ઋણસ્વીકાર કરું છું તથા તેઓની સંમતિની અપેક્ષાએ જ કૃતિ પ્રગટ… Continue reading આરંભ: સાહિત્ય કેટેગરી : ગુજરાતી