ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નમ્ર અપીલ

આજે ‘મધુસંચય’ પર એક વિશેષ અપીલ કરવા લેખ મૂકી રહ્યો છું. ગુજરાતી ભાષાના પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે આપ આ લેખ આપના પરિચિતોમાં, મિત્રવર્તુળોમાં, સોશિયલ અને જાહેર મીડિયા પર આગળ વહેતો કરશો. માતૃભાષાના ચાહકો સહિયારા પ્રયત્નોથી ગુજરાતીના સંવર્ધનમાં સહયોગ આપશે તેમ મને વિશ્વાસ છે. ધન્યવાદ.  નમસ્કાર, મિત્રો! આજકાલ વિભિન્ન મીડિયામાં ગુજરાત બોર્ડના દસમા ધોરણના પરિણામની… Continue reading ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નમ્ર અપીલ

ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

“વીસમી સદી” હવે ઈન્ટરનેટ પર

. “વીસમી સદી” ફરી જીવંત થયું છે. આનંદો! ગરવી ગુજરાતના મારા ગરવા ગુજરાતી મિત્રો! વધાવી લો આ સમાચાર! ગુજરાતી ભાષાના ગૌરવરૂપ “વીસમી સદી” આપણા કોમ્પ્યુટરના નાનકડા પડદે રજૂ થયું છે. હાજીમહમ્મદ અલ્લારખા શિવજીનું “વીસમી સદી” ઈન્ટરનેટ પર પુનર્જન્મ પામ્યું છે – વેબસાઈટ રૂપે (http://gujarativisamisadi.com). “વીસમી સદી”ના પુનરાવતારનો શ્રેય જાય છે મુંબઈના ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી નવનીતલાલ… Continue reading “વીસમી સદી” હવે ઈન્ટરનેટ પર

ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

“કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ (“Kumar” publishes Muktapanchika)

. “કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ: . . મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”માં પ્રકાશિત થઈ છે. આપ સૌ મિત્રોને એ જાણીને ખુશી થશે કે મારી મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં આ પ્રથમ પ્રસિદ્ધિ છે. “કુમાર”ના મે 2007ના અંક(સળંગ અંક 953) માં પૃષ્ઠ ક્રમાંક 293 પર લઘુકાવ્ય તરીકે આ કૃતિ પ્રકાશિત થઈ… Continue reading “કુમાર”ના પૃષ્ઠ પર મુક્તપંચિકા: ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા પ્રતિ (“Kumar” publishes Muktapanchika)

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

રણજિતરામ મહેતા: ગુજરાતી સાહિત્ય પરિષદ

. “ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતા. આ સંસ્થાની સ્થાપના દ્વારા રણજિતરામ મહેતાએ ગુજરાત અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈ.સ. 1903માં બી.એ. કરનાર રણજિતરામભાઈ ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના ખાનગી મંત્રી હતા. ઈ.સ. 1917માં માત્ર 35 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે તેમનું મૃત્યુ થયું. મુંબઈના જૂહુના દરિયાકિનારે એક ડૂબતા નાગરિકને… Continue reading રણજિતરામ મહેતા: ગુજરાતી સાહિત્ય પરિષદ

અજાણી-શી વાતો · સાહિત્ય

જર્મન સ્કોલર મેક્સમૂલર અને ગુજરાત

.  German Scholar Friedrich Max Muller and Gujarat. સવાસો વર્ષ વીતી ગયાં હશે …..  દક્ષિણ ગુજરાતમાં ભરુચ શહેરની દલાલ હાઈસ્કૂલ. તેના મુખ્ય  શિક્ષક પાર્વતીશંકર મણિશંકર દવે સંસ્કૃતના વિદ્વાન. પાર્વતીશંકરની પંડિતાઈની ખ્યાતિ ઈંગ્લેંડ અને જર્મની જેવા યુરોપના દેશોમાં પણ પ્રસરેલી હતી. મહાન જર્મન સ્કોલર મેક્સમૂલર (1823-1900) સંસ્કૃત ભાષાના અઠંગ અભ્યાસી હતા. જર્મનીમાં મેક્સમૂલર દ્વારા આપણા પ્રાચીન… Continue reading જર્મન સ્કોલર મેક્સમૂલર અને ગુજરાત

અન્ય ભાષા · સાહિત્ય

રશિયા, દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ

. Russia: Feodor Dostoyevski and “Crime and Punishmnet” રશિયા, દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ ફિયોદોર દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી). રશિયાના સમર્થ નવલકથાકારો પૈકી એક. રશિયાના નામ સાથે આપણને ટોલ્સ્ટોયનું સ્મરણ થાય. ટોલ્સ્ટોયના સાહિત્યમાં શ્રદ્ધાવાદ ઝલકે. તેમાં જીવનસાધનાનો મર્મ અને જીવનકળાની ઝાંખી થાય. તેમની કૃતિઓ આસ્થા, માનવતા, સંવેદના, કરુણાથી દીપી ઊઠે. . ટોલ્સ્ટોયના લેખનમાં જીવન અને ઈશ્વર પ્રત્યેની આસ્થા… Continue reading રશિયા, દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ

ગુજરાતી · સમાચાર-વિચાર

ગુજરાતી નેટ જગત

. પ્રિય મિત્રો! મેં આપમાંથી ઘણા મિત્રોને ગુજરાતી નેટ જગત અંગે ઈ-મેઈલ મોકલ્યા છે. આજનો આ ઈ-મેઈલ મારા બ્લોગ “મધુસંચય” પર પણ પ્રસિદ્ધ કરું છું. આપ આ ઈ-મેઈલ “મધુસંચય” પર પણ વાંચી શકશો. ફરી એક વખત સ્પષ્ટ કરું કે સરસ આરંભ થયો છે. પણ હવે આપણે ચર્ચાથી સહેજ આગળ જવું પડશે. ચર્ચા કરવી તે કાર્યના… Continue reading ગુજરાતી નેટ જગત

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

નાટ્યકાર રણછોડભાઈ દવે

. રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923)ને ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના “આદ્ય નાટ્યકાર” તરીકે નવાજવામાં આવે છે. રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ,… Continue reading નાટ્યકાર રણછોડભાઈ દવે

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

ધનસુખલાલ મહેતા

ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક ધનસુખલાલ મહેતાને આપણે જાણીએ જ છીએ! જ્યોતીન્દ્ર દવે સાથે ધનસુખલાલ મહેતાએ આપણને “અમે બધાં” જેવી મજેદાર કૃતિ આપી છે. પરંતુ ધનસુખલાલ મહેતાનો ફિલ્મજગત સાથે સંબંધ કલ્પી શકશો? ધનસુખલાલ મહેતાએ એક હિન્દી ફિલ્મમાં ગીતકાર તરીકે ફાળો આપેલ છે. આ ફિલ્મ હતી “જવાનીકી હવા”. આ ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી દેવિકારાનીએ અભિનય આપેલો ફિલ્મમાં હીરો… Continue reading ધનસુખલાલ મહેતા

અધ્યાત્મ-ફિલોસોફી · અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 12

આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે. હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો: અનામિકા * * * * * * * * * * * * * * * * * . પ્રિય અનામિકા, હરમાન હેસની નવલકથા… Continue reading અનામિકાને પત્ર: 12

ગુજરાતી · સમાચાર-વિચાર · સાહિત્ય

પ્રશંસાપાત્ર મુક્તપંચિકાઓ

. સુશ્રી નીલાબહેન કડકીયા તથા સુશ્રી ઊર્મિબહેને રસપ્રદ મુક્તપંચિકાઓની રચના કરી છે. આપ નીલાબહેન કડકીયાના “મેઘધનુષ” તથા ઊર્મિબહેનના “ઊર્મિનો સાગર” બ્લોગ્સથી પરિચિત છો જ. બંને બહેનોએ પોતપોતાના બ્લોગ્સપર તાજેતરમાં ભાવવાહી મુક્તપંચિકાઓ રચી છે જે વાચકના દિલને સ્પર્શી જાય તેવી છે. બંને બહેનોને અભિનંદન તથા શુભેચ્છાઓ! આપ આ મુક્તપંચિકાઓને માણવા ‘ક્લિક’ કરશો: મેઘધનુષ ઊર્મિનો સાગર ………..

ગુજરાતી · સાહિત્ય

ટૂંકી વાર્તાના પ્રણેતા: મલયાનિલ

. કંચનલાલ વાસુદેવ મહેતા “મલયાનિલ”(1892-1919)ને ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તાના પ્રણેતા લેખવામાં આવે છે. તેમના જીવનકાળ સમયે ગુજરાતી ભાષાનું વાર્તાક્ષેત્ર મુખ્યત્વે બોધાત્મક હતું. જો કે રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલ “હીરા”(1904)ને ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા ગણવામાં આવે છે, પરંતુ તે વાર્તાની શૈલી ઘડાયેલ ન હતી. “મલયાનિલ”ની ટૂંકી વાર્તા “ગોવાલણી” બોધાત્મકતાની અસરથી મુક્ત અને આધુનિક શૈલીની છાંટવાળી… Continue reading ટૂંકી વાર્તાના પ્રણેતા: મલયાનિલ

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

કનૈયાલાલ મુનશી અને ફિલ્મજગત

. • કનૈયાલાલ મુનશીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ’જય સોમનાથ’ તથા ‘પૃથિવી વલ્લભ’ જેવી નવલકથાઓ તેમજ આત્મકથાના ખંડો ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ છે. ઐતિહાસિક નવલકથા ‘પૃથિવી વલ્લભ’ રસસભર કૃતિ છે. • 1943માં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ નામક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેનું કથાનક કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવી વલ્લભ’ પર આધારિત હતું. પ્રખ્યાત ફિલ્મ કંપની… Continue reading કનૈયાલાલ મુનશી અને ફિલ્મજગત

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

કનૈયાલાલ માણેકલાલ મુનશી

. • બહુ ઓછા જાણતા હશે કે કનૈયાલાલ મુનશી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત વડોદરા કોલેજમાં મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય હતા. • 1907માં સુરતના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશન સમયે શ્રી અરવિંદે સુરત શહેરમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમાં યુવાન કનૈયાલાલ મુનશીએ હાજરી આપીહતી. • પોંડિચેરીના એકાંતવાસ દરમ્યાન મહાયોગી શ્રી અરવિંદ બહુ ઓછા મહાનુભાવોને મળતા. તે સમયે પણ… Continue reading કનૈયાલાલ માણેકલાલ મુનશી

અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

મણિલાલ નભુભાઈ દ્વિવેદી

. • ગુજરાતી ભાષાના મહાન સાક્ષર મણિલાલ દ્વિવેદીના પિતા નભુભાઈ કવિ હતા. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા નભુભાઈએ કથાત્મક કાવ્યો રચ્યાં. તેમણે બહુચરાજીનો ગરબો રચ્યો, ઉપરાંત બાળકૃષ્ણલીલાનાં પદો રચ્યાં. • મણિભાઈએ શ્રીમદ ભગવદગીતાનું શબ્દાર્થ અને ઉદ્દેશ સાથેનું પ્રથમ ગુજરાતી ભાષાંતર કર્યું. • મણિભાઈ વિચારક હતા. થિયોસોફીના વિકાસમાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. જીવનને ખીલવનારા સદગુણો, ધર્મ… Continue reading મણિલાલ નભુભાઈ દ્વિવેદી