અજાણી-શી વાતો · ઇતિહાસ · સામાન્ય જ્ઞાન

ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (1)

  ભારતમાં મુંબઈ – પૂના વચ્ચે પ્રથમ હાયપરલુપ ટ્રેન દોડશે તેવી જાહેરાત તાજેતરમાં થઈ છે. મહારાષ્ટ્ર સરકાર અને રિચાર્ડ બ્રેન્સનની અમેરિકન કંપની ‘વર્જિન હાયપરલુપ વન’ વચ્ચે સુપરસોનિક  સ્પીડથી દોડતી હાયપરલુપ ટ્રેન માટે કરાર થયા છે. ફેબ્રુઆરી, 2018 માં મુંબઈમાં મળેલ ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર કન્વર્જન્સ 2018’માં થયેલ ‘એમઓયુ’ અનુસાર ‘વર્જિન હાયપરલુપ વન’ દ્વારા મુંબઈ અને પૂના વચ્ચે… Continue reading ભારત અને વિશ્વમાં રેલવે ટ્રાન્સપોર્ટ સેવાના આરંભની અવનવી, અજાણી વાતો (1)

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?

. ઑગસ્ટ મહિનો પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, જાપાન પર એટમબોંબ  અને ભારત છોડો આંદોલન સાથે વિવિધ યાદો ખડી કરે છે. હાલ ઉત્તર કોરિયા (નોર્થ કોરિયા) અને અમેરિકા વચ્ચે તણાવભર્યા સંબંધો વિશ્વને પરમાણુયુદ્ધ તરફ ધકેલતા હોય તેવો ભય ઊભો થયો છે. આના છાંટા અન્ય દેશોને ઊડે તો વિશ્વયુદ્ધ જેવી સ્થિતિથી બચવું મુશ્કેલ બને! અમેરિકા – ઉત્તર… Continue reading વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?

ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

એલન તુરિંગ (ટ્યુરિંગ) તથા કમ્પ્યુટર જગતનું નૉબેલ પ્રાઇઝ ‘ટ્યુરિંગ એવોર્ડ’

એલન તુરિંગ (ઍલન ટ્યુરિંગ) : પરિચય ઇંગ્લેંડના મહાન ગણિતશાસ્ત્રી – કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ઍલન એમ. ટ્યુરિંગ (1912 – 1954) ની સ્મૃતિમાં કમ્પ્યુટર સાયન્સ – ટેકનોલોજીના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન કરનારને કમ્પ્યુટર ક્ષેત્રનું ઉચ્ચતમ ઇનામ “એસીએમ એ. એમ. ટ્યુરિંગ એવોર્ડ” આપવામાં આવે છે. તુરિંગ પ્રાઇઝ (ટ્યુરિંગ પ્રાઇઝ) ને કમ્પ્યુટર જગતનું ‘નોબેલ પ્રાઇઝ’ માનવામાં આવે છે. પ્રતિભાવાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ તરીકે… Continue reading એલન તુરિંગ (ટ્યુરિંગ) તથા કમ્પ્યુટર જગતનું નૉબેલ પ્રાઇઝ ‘ટ્યુરિંગ એવોર્ડ’

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

પ્રાચીન મેસેડોનિયા- ગ્રીસ સંસ્કૃતિના અવશેષો: એઇગાઇનાં ખંડેરો

પ્રાચીન મેસેડોનિયા  સામ્રાજ્ય પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિએ વિશ્વને પ્રતિભાવંત વિદ્વાનો, ડેમોક્રેસી અને ઑલિમ્પિક રમતોની બક્ષિસ આપી છે. આ જ ગ્રીસની ધરતી પરથી મેસેડોનિયાનું સામ્રાજ્ય વિકસ્યું. ગ્રીસના ઉત્તરી પ્રદેશોમાંથી પ્રાચીન મેસેડોનિયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. પ્રાચીન મેસેડોનિયાની રાજધાની આઇગાઇ (એઇગાઇ/ એઇગઇ/ આઇગૈ) નાં ખંડેરો ઉત્તર ગ્રીસના વર્જીના ટાઉન નજીકથી શોધી કઢાયાં છે. મહાન ગ્રીક ઇતિહાસકાર હીરોડોટસની… Continue reading પ્રાચીન મેસેડોનિયા- ગ્રીસ સંસ્કૃતિના અવશેષો: એઇગાઇનાં ખંડેરો

અજાણી-શી વાતો · ઇતિહાસ · કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મેનહટન ન્યૂ યૉર્કમાં ‘ચાર્જિંગ બુલ’ સામે ‘ફિયરલેસ ગર્લ’

‘ચાર્જિંગ બુલ’ અને ‘ફિયરલેસ ગર્લ’ અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં મેનહટનના વિશ્વવિખ્યાત શિલ્પ ‘ચાર્જિંગ બુલ’ સામે ‘ફિયરલેસ ગર્લ’નું શિલ્પ ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મૂકવામાં આવ્યું છે. દુનિયાની આર્થિક રાજધાની સમા ન્યૂ યૉર્ક શહેરના વોલ સ્ટ્રીટ વિસ્તાર – લોઅર મેનહટનમાં બોલિંગ ગ્રીન પાર્ક પાસે ‘ચાર્જિંગ બુલ’ બ્રોન્ઝ   સ્ટેચ્યુ  વર્ષોથી અમેરિકા ઉપરાંત વિશ્વના પર્યટકોને આકર્ષી રહ્યું છે.… Continue reading મેનહટન ન્યૂ યૉર્કમાં ‘ચાર્જિંગ બુલ’ સામે ‘ફિયરલેસ ગર્લ’

ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મેસેડોનિયા : આજનું મેસેડોનિયા

. આજે મેસેડોનિયા ઉત્તરી ગ્રીસનો એક આંતરિક,  મોટો પ્રદેશ છે; ઉપરાંત મેસેડોનિયા (FYROM) ગ્રીસની ઉત્તરે આવેલો સ્વતંત્ર દેશ પણ છે. આધુનિક મેસેડોનિયા દેશને સમજવા યુરોપના દક્ષિણ-પૂર્વમાં આવેલ બાલ્કન પેનિન્સ્યુલા પર નજર નાખવી પડે. બાલ્કન પેનિન્સ્યુલાના દેશોને  બાલ્કન દેશો કહે છે. રોમાનિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, સર્બિયા, બલ્ગેરિયા, આલ્બેનિયા, મેસેડોનિયા આદિ દેશોને બાલ્કન દેશો કહે છે. વર્તમાન રિપબ્લિક… Continue reading મેસેડોનિયા : આજનું મેસેડોનિયા

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા

યુરોપ ખંડમાં ભૂમધ્ય સમુદ્ર અને એજિયન સમુદ્રની વચ્ચે ગ્રીસ દેશ આવેલ છે. ગ્રીસ દક્ષિણ-પૂર્વ યુરોપમાં આલ્બેનિયા, મેસેડોનિયા, બલ્ગેરિયા અને ટર્કીથી ઘેરાયેલો દેશ છે. પ્રાચીન ગ્રીસ : ગ્રીક સંસ્કૃતિ પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિ (ગ્રીક સિવિલાઇઝેશન) આજથી અઢી હજારેક વર્ષ પહેલાં ખૂબ સમૃદ્ધ હતી. એથેન્સ, સ્પાર્ટા અને થેબીસ જેવાં અનેક નગરરાજ્યો ગ્રીક સંસ્કૃતિની વિશિષ્ટ પિછાણ-સમાન હતાં. ગ્રીક સિવિલાઇઝેશન એટલે… Continue reading સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

એરોપ્લેનની શોધ: રુડ્યાર્ડ કિપ્લિંગ અને અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

. એરોપ્લેનની શોધનો યશ ઑરવિલ રાઇટ અને વિલ્બર રાઇટ (રાઇટ બ્રધર્સ, યુએસએ)ને મળે છે, પણ એરોપ્લેનની શોધના પ્રયોગોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ, પ્રેસિડેન્ટ મેકકિન્લી અને અમેરિકન એસ્ટ્રોનોમર- એવિએટર સેમ્યુઅલ લેંગ્લિના નામ શી રીતે જોડાયેલાં છે? તેમાંયે વળી વિશ્વવિખ્યાત બેસ્ટ સેલર- પુસ્તક ‘જંગલ બુક’ના ઇંગ્લિશ લેખક રુડ્યાર્ડ કિપ્લિંગનું નામ શા માટે ઉમેરાય? શરૂઆતમાં ફ્લાઇંગ મશીન તરીકે ઓળખાયેલાં… Continue reading એરોપ્લેનની શોધ: રુડ્યાર્ડ કિપ્લિંગ અને અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

અજાણી-શી વાતો · ઇતિહાસ · પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ

. અમેરિકાના અગ્રગણ્ય ફિઝિસિસ્ટ કિપ થોર્ન તાજેતરમાં સાયન્સ ફિક્શન ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ના બ્લેક હોલ – વોર્મ હોલ તથા લિગો સાયન્ટિફિક કોલૅબરેશનના ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્શનને લીધે ભારે પ્રસિદ્ધિમાં રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (કેલ્ટેક Caltech)ના ભૌતિક વિજ્ઞાની કિપ થોર્ન વિશ્વપ્રસિદ્ધ બ્રિટીશ વૈજ્ઞાનિક કોસ્મોલોજીસ્ટ સ્ટિફન હૉકિંગ (સ્ટીફન હોકિંગ) ના મિત્ર છે. અમેરિકન એસ્ટ્રોનોમર કાર્લ સગાન (કાર્લ સાગાન)… Continue reading કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · પ્રકીર્ણ · સામાન્ય જ્ઞાન

લંડનના પાર્લમેન્ટ હાઉસમાં આગ અને ટેલિ સ્ટિક્સ

.  યુકે (ઇંગ્લેન્ડ) ની રાજધાની લંડનમાં ટેમ્સ (થેમ્સ) નદીના કિનારે પાર્લમેન્ટ હાઉસની ભવ્ય ઇમારત ખડી છે. યુનાઇટેડ કિંગ્ડમની પાર્લમેન્ટનાં બંને ગૃહો – હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડસ – ની જ્યાં બેઠક થાય છે, તે પાર્લમેન્ટ હાઉસને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવાં મહત્ત્વનાં બિલ્ડીંગમાં ટેલિ સ્ટિક્સ જેવી સાધારણ વસ્તુઓના કારણે… Continue reading લંડનના પાર્લમેન્ટ હાઉસમાં આગ અને ટેલિ સ્ટિક્સ

અજાણી-શી વાતો · ઇતિહાસ · પ્રકીર્ણ · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

નિકોલા ટેસ્લા: ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમના પ્રણેતા

ટેસ્લા શબ્દ કાને પડતાં અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની ‘ટેસ્લા’ ઇલેક્ટ્રિક કાર કંપની યાદ આવે. પણ આજે ‘મધુસંચય’માં અમેરિકાના સંશોધક – વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાની વાત કરીશું જેમણે ફિઝિક્સમાં ઇલેક્ટ્રિસિટીના ક્ષેત્રે ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમ (Alternate Current System) વિકસાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. નિકોલા ટેસ્લાએ થોમસ આલ્વા એડિસનની ડાયરેક્ટ કરન્ટ સિસ્ટમને પડકારી અને તત્કાલીન અમેરિકન ઉદ્યોગપતિ વેસ્ટિંગહાઉસના સાથમાં ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમને વ્યવહારમાં પ્રચલિત કરી.

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

બીજું વિશ્વયુદ્ધ, જાપાન પર એટમબોંબ અને મેનહટન પ્રોજેક્ટ

. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન 1945ના ઑગસ્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ જાપાનનાં હીરોશિમા અને નાગાસાકી પર દુનિયાનાં સૌ પ્રથમ પરમાણુ બોંબ અર્થાત એટમબોંબ ફેંક્યા અને આ સાથે વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ શરૂ થઈ. પરમાણુ બોંબ અર્થાત એટમબોંબ કે જેને મીડિયામાં અણુબોંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાએ વિશ્વનો પ્રથમ પરમાણુબોંબ (‘લિટલ બોય’) જાપાનના હીરોશિમા શહેર પર… Continue reading બીજું વિશ્વયુદ્ધ, જાપાન પર એટમબોંબ અને મેનહટન પ્રોજેક્ટ

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ઇંગ્લેન્ડના પ્રથમ ભારતીય એમપી દાદાભાઇ નવરોજી

  . અંગ્રેજ શાસનકાળમાં હિંદુસ્તાનના કેટલાક સમર્થ રાજ્યકર્તાઓએ દેશનું નામ રોશન કર્યું છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (1863 – 1939) પ્રજાવત્સલ, દૂરદર્શી અને બાહોશ શાસક હતા. માત્ર બાર વર્ષની ઉંમરે ગાદીએ આવનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રેસઠ વર્ષ સુધી વડોદરા રાજ્યનું શાસન સંભાળ્યું. સયાજીરાવે વારંવાર યુરોપ પ્રવાસ કર્યો અને પશ્ચિમના દેશોના વિકાસનો બારીકાઇથી અભ્યાસ કર્યો. પરિણામે… Continue reading વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ઇંગ્લેન્ડના પ્રથમ ભારતીય એમપી દાદાભાઇ નવરોજી

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન

. . આર્કિયોલોજી – પુરાતત્ત્વવિદ્યા –  મહત્વપૂર્ણ વિજ્ઞાન છે.  ધરતીના પેટાળમાં અને પટ પર પથરાયેલ જાણી-અજાણી કડીઓને શોધી-સાંકળીને માનવજાતના અને માનવસભ્યતાઓના ઇતિહાસને આલેખવામાં,  સંસ્કૃતિઓના ઉતારચઢાવને સમજવામાં પુરાતત્ત્વવિજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે. જો કે બેબિલોનના રાજા નેબુશેડ્નેઝર (Nebuchadnezzar)ને પુરાતત્ત્વમાં રસ લેનાર પ્રથમ રાજ્યકર્તા તરીકે ઓળખવામાં આવે છે, આમ છતાં પુરાતત્ત્વશાસ્ત્ર ઝાઝું પુરાણું નથી. અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ… Continue reading આર્કિયોલોજી (પુરાતત્ત્વવિજ્ઞાન) અને અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી

. રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રેમલિનનો ભવ્ય મહેલ ખડો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા (યુએસએ) અને સોવિયેટ રશિયા (તત્કાલીન યુએસએસઆર) વચ્ચે શીત યુદ્ધ – કોલ્ડ વોર – ના ગાળામાં ક્રેમલિનનું નામ  ખૂબ ચમકતું રહ્યું. વર્તમાન પત્રોમાં રશિયા કે મોસ્કોનો ઉલ્લેખ ક્રેમલિન તરીકે થતો જેમ કે અમેરિકાની વિયેટનામ નીતિ સામે ક્રેમલિનની નારાજગી.  આજકાલ રશિયન સુપરપાવરની શક્તિ ઘટી… Continue reading ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી