અજાણી-શી વાતો · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક

આધુનિક યુગમાં માનવજીવન માટે સિનેમા મનોરંજનનું એક સર્વ સુલભ માધ્યમ છે. ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીમાં છેલ્લા 150 વર્ષોમાં હરણફાળે પ્રગતિ થઈ છે. આજે મોશન પિક્ચરની ટેકનોલોજી નવીન ઊંચાઈ પર પહોંચી છે તેની પાછળ અનેક શોધકોની અખૂટ જહેમત છુપાયેલી છે.

મોશન પિક્ચર ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં એડવર્ડ માયબ્રિજ અને ટોમસ આલ્વા એડિસનનાં નામ આગળ આવે. પરંતુ દુનિયાનું પહેલું મોશન પિક્ચર કોને ગણવું? વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ ઉતારનાર કોણ? ફ્રાન્સના લુમિએર બ્રધર્સ કે પછી ફ્રાન્સ-ઇંગ્લેન્ડના લુઈ લિ પ્રિન્સ?

ફ્રાન્સમાં વિશ્વનો પ્રથમ કોમર્શિયલ ફિલ્મ શો થયો. કેવો વિરોધાભાસ કે આજે ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ફીચર ફિલ્મો બને છે, પરંતુ આખા વિશ્વમાં સિક્કો તો હોલિવુડનો જ ચાલે છે. અમેરિકાના યુનિવર્સલ અને વોલ્ટ ડિઝનીના જાયન્ટ ફિલ્મ સ્ટુડિયોઝમાં નિર્મિત ફિલ્મ્સ બોક્સઓફિસ પર ટંકશાળ પાડે છે.

‘મધુસંચય’ના આજના લેખમાં આપણે ફિલ્મ ઉદ્યોગના વિકાસને અમેરિકાના સંદર્ભમાં સમજીશું અને હોલિવુડના ઇતિહાસ પર નજર નાખીશું.  

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વના હોટેલ ઉદ્યોગનો ઇતિહાસ અને ભારતની સૌ પ્રથમ હોટેલો

કોરોના વાયરસના ભયથી વિશ્વના દેશો થથરી ઊઠ્યા છે. વૈશ્વિક મહામારી – કોવિડ-19 – એવી ફેલાઈ ગઈ છે કે આધુનિક માનવસભ્યતાના સામાજીક અને આર્થિક પાયાઓ ડગમગતા દેખાય છે. ગ્લોબલાઇઝેશનના જોરે જામેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્ય-વેપારો ખતરામાં આવી ગયા છે. લોકડાઉનના પગલે માનવજીવનની રફ્તાર થંભી ગઈ છે. આધુનિક સંસ્કૃતિના પ્રતીક સમા ઇન્ટરનેશનલ બિઝનેસ, એવિએશન, ટૂરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને અકલ્પનીય ફટકાઓ પડ્યા છે. ઝગારા મારતો હોટેલ ઉદ્યોગ અત્યારે તો જાણે તદ્દન ભૂલાઈ ગયો છે! આધુનિક માનવી માટે હોટેલ તો ‘ઘરથી દૂર બીજું ઘર’, પરંતુ આજે ઘરમાં પૂરાયેલો માનવી હોટેલને યાદ પણ શી રીતે કરે?

હોટેલ ઉદ્યોગના ઝગમગતા ઇતિહાસને વાગોળવાની આ પળ છે.

ભારતમાં હોટેલ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાની સામે ઊભી તાજ હોટેલ યાદ આવે! સાથે કાલા ઘોડા સર્કલ પરની વૉટ્સન હોટેલ યાદ આવે કે જ્યાં વર્ષ 1896માં ફ્રાન્સના લ્યુમિયેર બ્રધર્સ દ્વારા નિર્મિત વિશ્વની પહેલી ફિલ્મો ભારતમાં પ્રથમ વાર પ્રદર્શિત થઈ. હકીકત એ છે કે તેની પણ પહેલાં હિંદુસ્તાનમાં હોટેલ ઉદ્યોગનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હોટેલ ઉદ્યોગના વિકાસના ઇતિહાસ પર ઊડતી નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મિલ્કી વે ગેલેક્સીના સૌથી નાના બ્લેક હોલની શોધ – એસ્ટ્રોફિઝિક્સમાં રોમાંચક પ્રગતિ

માનવી આજે જીવન અને સૃષ્ટિનાં ગોપિત સત્યોને ટટોળવા બ્રહ્માંડના સીમાડાઓ ખૂંદી રહ્યો છે.

એસ્ટ્રોફિઝિક્સની બ્રાન્ચ વિકસતાં એસ્ટ્રોનોમીમાં એવી અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે કે યુનિવર્સ વિશે આપણું જ્ઞાન ત્વરાથી વધતું રહ્યું છે. સૂર્યમંડળ અને આપણી ગેલેક્સી ‘મિલ્કી વે’ વિશે તો આપણું ઘણું બધું જાણી ચૂક્યા છીએ. હવે ખગોળ વિજ્ઞાનીઓને બ્રહ્માંડની ઉત્પત્તિ અને બંધારણનાં રહસ્યો ગૂંચવી રહ્યાં છે. ડાર્ક મેટર, બ્લેક હોલ અને વોર્મ હોલ વિશે ઉત્કંઠા વધી રહી છે.

વોર્મ હોલ વિશે આશંકાઓ ઘણી છે, પણ બ્લેક હોલ અને ડાર્ક મેટર પર ઘણો પ્રકાશ પડ્યો છે. અવકાશમાં જંગી મોટા તારાના જીવનચક્રના અંતે તેમાં સુપરનોવા – મહાવિસ્ફોટ થાય છે. અતિ જંગી તારો છેવટે બ્લેક હોલમાં ફેરવાય છે. આવા બ્લેક હોલ પ્રચંડ માત્રાની ઘનતા (ડેન્સિટી) તથા ગ્રુરુત્વાકર્ષણ (ગ્રેવિટી) ધરાવે છે. બ્લેક હોલનો અભ્યાસ બ્રહ્માંડને સમજવામાં મદદરૂપ છે. 

બ્લેક હોલ સૂર્યથી પાંચ ગણાથી વધારે મોટા જ હોય તેવી માન્યતા પ્રવર્તતી હતી, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ આપણી ગેલેક્સી મિલ્કી વેના સૌથી ટચૂકડા બ્લેક હોલને શોધી કાઢેલ છે. આ બ્લેક હોલ સૂર્યથી માંડ ત્રણેક ગણો મોટો હોવાનું મનાય છે. ઑરિગા નક્ષત્રમાં સ્થિત આ બ્લેક હોલ વર્તમાનમાં મિલ્કી વે ગેલેક્સીનો સૌથી નાનો બ્લેક હોલ મનાય છે. તેનું દળ (માસ) સૂર્યના દળ કરતાં માત્ર 3.3 ગણું જ છે!

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં બ્લેક હોલ વિશે તાજેતરના સંશોધન પર નજર નાખીએ અને તેમના વિશે અવનવી માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સ વિશે જાણવા જેવી અદભુત વાતો

વિશ્વનાં મશહૂર મ્યુઝિયમ્સ માનવસભ્યતાઓના અણમોલ વારસાને સાચવી રહ્યાં છે. આવાં મ્યુઝિયમ્સમાં બ્રહ્માંડનાં અને માનવજીવનના અવનવા રંગોને પ્રગટ કરતાં પદાર્થો, નમૂનાઓ કે ચીજવસ્તુઓ છે. કેટલાંક મ્યુઝિયમ સૂર્યમંડળ અને પૃથ્વીના અસ્તિત્વને ઉજાગર કરે છે, કેટલાંક ઇતિહાસની ચડતીપડતીની ગાથા કહે છે, કેટલાંક જીવનનાં વણદેખ્યાં પાસાંઓ પ્રગટ કરે છે, તો વળી કેટલાંક માનવ સંસ્કૃતિનાં બેનમૂન સર્જનોને સાચવીને ખડાં છે.

ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સંસ્કાર નગરી વડોદરાનાં મ્યુઝિયમ્સ પ્રખ્યાત છે. અમદાવાદનું કેલિકો મ્યુઝિયમ ઑફ ટેક્સ્ટાઇલ્સ એક અનોખું મ્યુઝિયમ છે. રાષ્ટ્રીય સ્તર પર ભારતનાં જાણીતાં મ્યુઝિયમ્સમાં નવી દિલ્હીનું નેશનલ મ્યુઝિયમ, મુંબઈનું છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ), કોલકતાનું સૌથી પ્રાચીન ઇન્ડિયન મ્યુઝિયમ, હૈદ્રાબાદનું સાલાર જંગ મ્યુઝિયમ, ચેન્નાઈનું મદ્રાસ ગવર્નમેન્ટ મ્યુઝિયમ આદિ સમાવિષ્ટ થાય.

વિશ્વનાં સુપ્રસિદ્ધ મ્યુઝિયમ્સની યાદીનો તો અંત જ ન આવે! આવી યાદીમાં યુરોપનાં ફ્રાન્સનું લુવ્ર મ્યુઝિયમ, અમેરિકાનાં સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ, ગુગનહાઇમ મ્યુઝિયમ્સ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ, ઇંગ્લેન્ડનું ‘બ્રિટીશ મ્યુઝિયમ’, વેટિકન સીટીનાં વેટિકન મ્યુઝિયમ્સ અને ચીનમાં બાઇજિંગના નેશનલ મ્યુઝિયમ ઑફ ચાઇનાનાં નામને ટોચ પર મૂકીએ તો પણ દુનિયાનાં અન્ય સેંકડો મ્યુઝિયમ્સને અન્યાય કરી બેસીએ!

‘મધુસંચય’ના આજના લેખમાં વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ્સની બહુરંગી દુનિયાની એક ઝલક મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં રાજગાદીના કાળા કાવાદાવાઓ

લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સમાજ માટે શ્રેયસ્કર છે; સાથે પડકાર રૂપ પણ છે. તેને દીર્ઘ સમય માટે સંરક્ષિત કરવા દ્રઢ શાસનતંત્ર સાથે જાગૃત સમાજ પણ આવશ્યક છે.

લોકશાહીના જનક તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડમાં એક સમયે નિરંકુશ રાજાશાહી ફૂલીફાલી હતી. પ્લેન્ટેજનેટ (પ્લાન્ટેજનેટ/ પ્લાનટેજનેટ) વંશના રાજ્યકાળમાં એક ઐતિહાસિક ઘટના બની. ઇસ 1215માં ‘મેગ્ના કાર્ટા’ના ચાર્ટર ઓફ રાઇટ્સ પર ઇંગ્લેન્ડના કિંગ જહોનના દસ્તખત થયા. રાજા જોહને પ્રજાના કેટલાક હક્કો સ્વીકાર્યા અને રાજાની અમર્યાદ સત્તાઓનો અંત આવ્યો.

મેગ્ના કાર્ટામાં પ્રજાતંત્રની શક્તિ પ્રતિબિંબિત થઈ. મેગ્ના કાર્ટા થકી લોકતંત્રમાં વ્યક્તિસ્વાતંત્ર્યનાં વિચારનાં નવીન બીજ રોપાયાં.

પરંતુ પંદરમી સદીથી સત્તરમી સદી દરમ્યાન ઇંગ્લેંડમાં રાજસત્તાના એવા દાવપેચ રમાતા રહ્યા કે ઇતિહાસનાં કેટલાંક પાનાંઓ કાળાં પડી ગયાં!

પંદરમી સદીમાં સત્તાના કાવાદાવાઓએ રાજગાદીને ઝાંખપ આપી. સત્તાની લાલસામાં કલંકિત ઘટનાઓ બનતી ગઈ. ટ્યુડર વંશનો શાસનકાળ પણ દુર્ભાગ્યપૂર્ણ રહ્યો. રાજા આઠમા હેન્રીનું શાસન રિફોર્મેશનના ચિહ્નો લઈને આવ્યું, પણ ખટપટોનો પાર ન હતો! ટ્યુડર વંશના આખરી શાસક ‘વર્જિન’ ક્વિન તરીકે ઓળખાયેલ રાણી એલિઝાબેથ ફર્સ્ટના રાજ્યકાળને સંલગ્ન સમય ઝંઝાવાતોથી ઘેરાયેલો રહ્યો. તેમના મૃત્યુ પછી પણ સત્તરમી સદી સુધી એવા કાવાદાવા ખેલાતા રહ્યા કે ઇંગ્લેન્ડના ઇતિહાસમાં તેનો જોટો નથી!    

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં 15મી-16 મી સદીમાં ઇંગ્લેન્ડમાં રાજસત્તાના કાવાદાવાઓની કેટલીક કહાણીઓ જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ભારતીય ક્રિકેટનો ઇતિહાસ – ભારતમાં ક્રિકેટના આરંભની વાત

ક્રિકેટપ્રેમી દેશોમાં વર્તમાન આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટનો નશો છવાયેલો છે. ભારતમાં ક્રિકેટ પાછળનું પાગલપન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ પહેલાના સમયથી છે. પદ્ધતિસરની રમત તરીકે ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો, પરંતુ આ રમત હિંદુસ્તાનની હોવાનો અવિશ્વસનીય દાવો પણ થતો રહ્યો છે.

અત્યારે ઇંગ્લેન્ડમાં યોજાયેલ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની ટુર્નામેન્ટ (12મી એડિશન) રોમાંચક તબક્કામાં છે. વન ડે ઇંટરનેશનલ (ઓડીઆઇ) ક્રિકેટ માટેના વર્તમાન બારમી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં વિશ્વચેમ્પિયન કોણ બનશે તેની અટકળો થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ જગતના વર્લ્ડ ચેમ્પિયન બનવા થનગની રહ્યા છે, ત્યારે બીજા દેશો પણ તાજપોશી માટે હવાતિયાં મારી રહ્યાં છે.

ક્રિકેટમાં સર્વ પ્રથમ ઑફિશિયલ ટેસ્ટ મેચ 1877માં રમાઈ. વિશ્વની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે માર્ચ 1877 માં રમાઈ, જેમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ.

ભારતના ટેસ્ટક્રિકેટનો આરંભ 1932 માં ઇંગ્લેન્ડ સામેની સૌ પહેલી ટેસ્ટ મેચથી થયો. ભારત તેની સર્વ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે ગ્રેટર લંડનના લૉર્ડ્ઝના ગ્રાઉન્ડ પર 1932માં રમ્યું. જો કે તેના વર્ષો પૂર્વે ભારતના પારસી ક્લબની ક્રિકેટ ટીમોએ ઇંગ્લેન્ડના અનધિકૃત પ્રવાસો કર્યા હતા. મુંબઈની પારસી ક્રિકેટ ક્લબની ભારતીય ક્રિકેટ ટીમ 1886માં સૌ પ્રથમ ઇંગ્લેન્ડના ક્રિકેટ પ્રવાસે ગઈ હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં આવ્યા, તેના સો વર્ષ પહેલાં બ્રિટીશ રાજમાં, હિંદુસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે આશ્ચર્યજનક વાત ને!

1933માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પહેલા પ્રવાસે આવી, ત્યારે ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ. ઇંગ્લેન્ડ સામેની ભારતમાં સર્વ પ્રથમ ટેસ્ટ મેચ મુંબઈમાં બૉમ્બે જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી! 

ભારતીય ક્રિકેટની આવી તો કંઈક નાની મોટી રસપ્રદ કહાણીઓ ભૂલાઈ ગઈ છે.

‘મધુસંચય’ના આજના લેખમાં ભારતમાં ક્રિકેટના ઉદયની ગાથાને તેમજ ભારત – ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રારંભિક મેચોની રસપ્રદ વાતોને માણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી પલટાશે માનવજીવન

‘મધુસંચય’ના અગાઉના લેખોમાં આપે વિજ્ઞાન અને ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિથી માનવજીવનમાં થઈ રહેલાં પરિવર્તનો વિશે વાંચ્યું છે. બિગ ડેટા અને ક્લાઉડ કમ્પ્યુટિંગના પીઠબળે ઇંટરનેટ વિશ્વભરને એક તાંતણે બાંધી રહ્યું છે.

‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (આઇઓટી) આધુનિક ટેકનોલોજીનું નવલું નઝરાણું છે.

ઘડીભર કલ્પના કરો કે: આપના ઘરના અને ઓફિસના ફોન, કમ્પ્યુટર્સ, એપ્લાયન્સિઝ, ગેજેટ્સ અને વાહનો સહિતનાં મશીનો પરસ્પર વાતો કરવા લાગે તો! આ કલ્પનાને હકીકતમાં પલટે છે ‘ઇન્ટરનેટ ઑફ થિંગ્સ’ (Internet of Things – IoT).

મનુષ્ય દ્વારા વપરાતાં સાધનો, ડિવાઇસિસ અને મશીનોને ઇંટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવે તો તે બધાં એકબીજા સાથે ‘ઇલેક્ટ્રોનિકલી કમ્યુનિકેટ’ કરી શકે. ઇંટર કનેક્ટેડ મશીનો વચ્ચે માહિતી કે સૂચનાઓની આપ લે દ્વારા મશીન-મશીન કમ્યુનિકેશનની ટેકનોલોજી ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ (આઇઓટી) કહેવાય છે.

ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી એમ-ટુ-એમ ઇકોનોમી (મશીન-ટુ-મશીન ઇકોનોમી M2M Economy) જેવી નવી અર્થવ્યવસ્થા ઊભરી રહી છે. મનુષ્યની દખલગીરી વિના હજારો ગેજેટ્સ અને મશીન્સ એકબીજા સાથે ‘ઇન્ટરએક્ટ’ કરીને ભાતભાતનાં કાર્યો અને જવાબદારીઓ સ્વયં ઉપાડી લેશે.   

ઇન્ટરનેટ ઑફ થિંગ્સ માનવજીવનને ગહરાઈથી પ્રભાવિત કરશે. મનુષ્યનાં રોજિંદા વ્યવહારો અને કામગીરી, ગૃહવપરાશનાં ઉપકરણોનું સંચાલન, ગૃહવ્યવસ્થા, હેલ્થ-ફિટનેસને લગતો રેકોર્ડ, તે અંગે માર્ગદર્શન, ટ્રાન્સપોર્ટેશન, સંદેશાવ્યવહાર, શોપિંગ જેવી બહુવિધ પ્રવૃત્તિઓમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ મદદરૂપ થશે.

‘મધુસંચય’ના આજના લેખમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને તેનાથી પ્રભાવિત મનુષ્યજીવન વિશે આપ સૌને ખૂબ રસ પડે તેવી વાતો કરીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મનુષ્યનું મગજ વટાવશે તમામ સીમાઓ

માનવમગજ એક અદભુત રચના છે, જેને સંપૂર્ણપણે સમજવા સદીઓ લાગી જશે. મનુષ્યના મગજમાં અગણિત ઇમેજ-દ્રશ્યો અને અમાપ ડેટાથી સમૃદ્ધ મેમરી, અસીમ જ્ઞાનનો ભંડાર, વિસ્મયકારી તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ, અંગ-ઉપાંગોના ઉચિત ઉપયોગની ક્ષમતા, વિવિધ કૌશલ વિકસાવવાની શક્તિ, જીવન ટકાવવાનું સામર્થ્ય આદિ અસંખ્ય વિશિષ્ટતાઓ છે. તેનાથી મનુષ્ય અન્ય પ્રાણીઓથી ચડિયાતો સાબિત થાય છે.

હ્યુમન બ્રેઇન પ્રકૃતિના શ્રેષ્ઠતમ સર્જનની દેન છે. આજ સુધી મગજની જટિલ રચનાના ભેદ ઉકેલી શકાયા નથી. પ્રતિદિન મગજની રચના તથા ક્રિયાશીલતાનાં નવાં રહસ્યો બહાર આવે છે. સાથે મગજની તમામ મર્યાદાઓને વળોટી, તેની કાર્યક્ષમતાને સીમાઓની પાર લઈ જવા ન્યુરોસાયન્ટિસ્ટ્સ નિતનવા પ્રયોગોમાં વ્યસ્ત છે.

વૈજ્ઞાનિકો ન્યુરોસાયન્સ અને ફિઝિક્સને સાથે રાખી, અદ્યતન પ્રયોગો દ્વારા માનવમગજને ‘સુપરબ્રેઇન’ ની દિશામાં લઈ જવા કટિબદ્ધ છે. અત્યારે નેનોટેકનોલોજી, નેનોરોબોટિક્સ, બ્રેઇન/ ક્લાઉડ ઇંટરફેસ અને ઇન્ટરનેટ ઑફ થોટ્સ જેવા ચમકભર્યા શબ્દો આપણને આંજી રહ્યા છે.

જ્યારે માનવીઓનાં મગજ પરસ્પર જોડાશે અને સાથોસાથ ઇન્ટરનેટ સાથે પણ કનેક્ટ થઈ શકશે, ત્યારે માની ન શકાય તેવી ટેકનોલોજીનો ઉદય થશે: ઇન્ટરનેટ ઑફ થોટ્સ.

આપણે નેનોટેકનોલોજી અને નેનોરોબોટિક્સથી સર્જાનાર બ્રેઇન/ ક્લાઉડ ઇન્ટરફેસ અને ઇંટરનેટ ઑફ થોટ્સ વિશે વાતો કરવી છે. પણ તે માટે આપણે પહેલાં તો માનવમગજને સમજવું પડશે. મનુષ્યના મગજને સમજવા બે હેમિસ્ફિયર, ચાર લોબ તેમજ સેરિબ્રમ, સેરિબેલમ અને બ્રેઇન સ્ટેમને સમજવા પડે. મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર/ નર્વસ સિસ્ટમ)  નો સૌથી મહત્ત્વનો ભાગ મગજ છે.

મજ્જાતંતુ તંત્ર (ચેતાતંત્ર)નો બંધારણીય અને ક્રિયાત્મક એકમ ન્યુરોન છે. હ્યુમન બ્રેઇનમાં સેન્સરી અને મોટર સંવેદનાઓના વહન માટે કાર્યક્ષમ ઇન્ટરન્યુરોન કનેક્શન્સ અનિવાર્ય છે.

આ લેખમાં આપણે માનવમગજનાં ભાગોની મૂળભૂત રચના અને કાર્યપદ્ધતિને ટૂંકમાં સમજીશું. આ પછીના બીજા લેખમાં આપણે સુપરબ્રેઇનથી માંડીને ઇન્ટરનેટ ઑફ થોટ્સ સુધીના અદભુત વિજ્ઞાનને સરળ રીતે સમજીશું.

આવો, ‘મધુસંચય’ના આજના લેખમાં માનવમગજ વિશે થોડી રસપ્રદ વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા

  27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિન. આજે સમગ્ર વિશ્વ ‘વર્લ્ડ થિયેટર ડે’ ઉજવી રહ્યું છે. કોઈ પણ પ્રદેશની રંગભૂમિ તેના સમાજને અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતી ભાષામાં નાટ્યકલાના વિકાસની ગાથા રસપ્રદ છે. ભવાઈ: ગુજરાતી લોકનાટ્ય કલા કહે છે કે ગુજરાતના સુવર્ણકાળમાં પાટનગરી અણહિલપુર પાટણમાં સંસ્કૃત ભાષામાં નાટકો ભજવાયાં હતાં. તે પછી સદીઓ સુધી નાટ્યપ્રવૃત્તિ… Continue reading ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ: ઉદયકાળની કથા

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનના પ્રારંભની અર્ધ-અજાણી વાતો

ભારત પર ઇંગ્લેન્ડના શાસનની વાતો એટલી લાંબી લખાઈ છે કે દેશ પરના પોર્ટુગલ (પોર્ટુગાલ) ના શાસનની વાતો ભૂલાતી જાય છે! ગુજરાતને તો પોર્ટુગીઝ શાસન સાથે સીધો પનારો પડ્યો હતો, પણ આપણે તે ઇતિહાસથી પરિચિત છીએ ખરા?

સોળમી સદીમાં ગુજરાતના એક મહત્ત્વના બંદર દીવ પર ‘બેટલ ઑફ દીવ’ ખેલાઈ અને દીવ દ્વારા પોર્ટુગીઝ પ્રજાનો ગુજરાતમાં પગપેસારો થયો તે વાત ભાગ્યે જ કોઇક જાણતું હશે!

આપણે દીવના પ્રવાસે જઈએ ત્યારે જ પોર્ટુગલ  શાસનની હકીકત આપણી નજરે ચઢે છે. પ્રતિ વર્ષ ડિસેમ્બર મહિનો આવે અને 1961ના વર્ષમાં ભારતે પોર્ટુગીઝ સત્તા પાસેથી દીવ-દમણ-ગોવા પાછાં મેળવ્યાં હતાં તે વાત યાદ આવે!

ઇતિહાસ આપણને કેટકેટલું શીખવી જાય છે! 

1498માં પોર્ટુગલના સાહસિક, પ્રવાસી, સાગરખેડૂ વાસ્કો દ ગામાએ હિંદુસ્તાનના કિનારે પગ મૂક્યો. યુરોપના પોર્ટુગલથી નીકળી દરિયા માર્ગે ભારત પહોંચનાર વાસ્કો દ ગામા પ્રથમ યુરોપિયન હતો. આમ, યુરોપથી એટલાંટિક મહાસાગરનો પ્રવાસ ખેડી, આફ્રિકા ખંડના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ થઈ હિંદુસ્તાન પહોંચવા માટેનો સમુદ્ર માર્ગ મળી ગયો.

નવા જળમાર્ગ થકી હિંદુસ્તાન પર પગદંડો જમાવવાની યુરોપિયન પ્રજાઓને લાલસા જાગી. હિંદુસ્તાનથી કાળી મરી અને તજ જેવા મરી-મસાલા તેજાના મેળવવા માટે શરૂ થયેલો વ્યાપાર ભારત પર આધિપત્ય જમાવવાના રાજકારણમાં પલટાતો ગયો. બેટલ ઓફ દીવમાં ગુજરાતે દીવને ખોયું. પોર્ટુગીઝ પ્રજાના હાથમાં દીવ, દમણ અને ગોવા ગયાં હતાં, તે ભારતની આઝાદી પછી ચૌદ વર્ષે દેશને પાછાં મળ્યાં!

‘મધુસંચય’ના આજના લેખમાં હિંદુસ્તાન પહોંચી વ્યાપાર દ્વારા સત્તા જમાવવા પોર્ટુગલનાપ્રારંભિક પ્રયત્નો સાથે સંકળાયેલ તવારીખને સંક્ષિપ્તમાં સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલપર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અજાણી-શી વાતો · સામાન્ય જ્ઞાન

સંખ્યાવાચન: બિલિયન-ટ્રિલિયન-ક્વાડ્રિલિયન તથા ખર્વ-પરાર્ધ સંખ્યાઓ

છેલ્લી ત્રણ સદીઓમાં વિજ્ઞાનની અપ્રતિમ પ્રગતિના લીધે પૃથ્વી અને માનવજીવન સમૂળગાં બદલાતાં ગયાં છે. ઔદ્યોગિક ક્રાંતિના વ્યાપ્ત પછી અનેકવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થતો રહ્યો છે. છેલ્લાં પચાસ વર્ષોમાં કમ્પ્યુટર અને ડિજિટલ રેવોલ્યુશનના પરિણામે જ્ઞાનના સીમાડાઓ વિસ્તર્યા છે એટલું જ નહીં, જીવનના વ્યવહારો પણ ધરમૂળથી પરિવર્તન પામી રહ્યાં છે.

તમામ માનવ-પ્રવૃત્તિઓમાં ડિજિટલ રેવોલ્યુશનના પ્રભાવ તળે ‘ઇન્ફર્મેશન’નો મહાવિસ્ફોટ થયો છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ ટેકનોલોજી અને બિગ ડેટા પ્રચલિત થતાં જંગી આંકડાઓ અને મોટી સંખ્યાઓ દૈનિક વ્યવહારોમાં ઊભરાવાં લાગ્યાં છે.

આવા ડિજિટલ યુગમાં બિલિયન, ટ્રિલિયન અને ક્વાડ્રિલિયન જેવી સંખ્યાઓ વાચકોને ક્યારેક મૂંઝવી જાય છે. પ્રાચીન ભારતીય સંખ્યા પદ્ધતિમાં પ્રચલિત ખર્વ, નિખર્વ, મહાપદ્મથી માંડી પરાર્ધ સુધીની સંખ્યાઓ આજે વિસરાતી જાય છે.

નવી પેઢી પણ પ્રશ્ન કરી બેસે છે: ટ્રિલિયન એટલે શું? ક્વૉડ્રિલિયન એટલે શું? ખર્વ અને પરાર્ધ શું છે? આવો, ‘મધુસંચય’ની આજની પોસ્ટમાં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિની તેમજ ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમની સંખ્યાઓને સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નાસાનું સ્પેસક્રાફ્ટ ‘પાર્કર સોલર પ્રોબ’ સૂર્યના કોરોનાની ઐતિહાસિક સફરે

સૂર્યના કોરોનાને ‘સ્પર્શ’ કરવા અમેરિકાની અવકાશસંસ્થા  ‘નાસા’નું અવકાશયાન ‘પાર્કર સોલર પ્રોબ’ તેજવેગે આગળ ધપી રહ્યું છે. નવેમ્બર 2018 માં તે સૂર્યની કક્ષામાં પહોંચે તેવી યોજના છે.

સૂર્ય અને  કોરોનામાં ઘટતી ઘટનાઓનો અભ્યાસ કરવા પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીક પહોંચનાર વિશ્વનું પ્રથમ સ્પેસક્રાફ્ટ બનશે.

‘પ્રોબ’ એ વૈજ્ઞાનિક સંશોધન અર્થે આઉટર સ્પેસમાં મોકલાતું માનવરહિત સ્પેસક્રાફ્ટ છે.

એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સાયન્ટિફિક ઇંસ્ટ્રુમેન્ટ્સ ધરાવતા પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટને નાસાએ 12 ઑગસ્ટ, 2018ના રોજ ડેલ્ટા-4 હેવી ( DELTA – IV Heavy ) રોકેટની મદદથી અવકાશમાં છોડ્યું હતું. એક મિનિટમાં 11,500 કિલોમીટરથી વધુની વિશ્વવિક્રમી ગતિથી ઊડીને પાર્કર સોલર પ્રોબ જ્યારે સૂર્યના કોરોનાની ‘નિકટ’થી પસાર થશે, ત્યારે તે સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ માનવનિર્મિત ઓબ્જેક્ટ તરીકે વિશ્વવિક્રમ બનાવશે.

અગાઉ સૂર્યની સૌથી નજીકથી પસાર થનાર સ્પેસક્રાફ્ટ ‘હેલિયોસ 2’ નું સૂર્યથી અંતર 43 મિલિયન કિલોમીટરનું હતું. પાર્કર સોલર પ્રોબ સૂર્યને ભ્રમણ કરતાં તેની કક્ષાના ‘પેરિહેલિયન’ પોઇંટ પર સૂર્યથી આશરે 6 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થશે.

અમેરિકાના સુપ્રસિદ્ધ એસ્ટ્રોફિઝિસિસ્ટ યુજીન પાર્કરના સન્માનમાં નાસાએ આ અમેરિકન સ્પેસ મિશનને પાર્કર સોલર પ્રોબ નામ આપ્યું છે. યુજીન પાર્કરે 1958માં સૂર્યના કોરોનામાંથી ઊઠતા સુપરસોનિક સોલર વિંડ (સૌરપવન) ની સમજૂતિ આપતી થિયરી રજૂ કરી હતી.

પાર્કર સોલર પ્રોબ નાસાના સાયન્ટિફિક પ્રોગ્રામ ‘લિવિંગ વિથ અ સ્ટાર’ (એલડબલ્યુએસ) ના અંતર્ગત લોંચ કરવામાં આવ્યું છે.

સૂર્યથી આપણી પૃથ્વીનું અંતર પંદર કરોડ કિલોમીટર (9 કરોડ 30  લાખ માઇલ) જેટલું છે. સૂર્યની નિકટતમ પહોંચનાર અંતરિક્ષયાન બનવા છતાં પાર્કર સોલર પ્રોબ સૂર્યથી આશરે બાસઠ લાખ કિલોમીટરના  ‘સલામત’(?)  અંતરે રહેશે, જ્યાં તાપમાન 1350 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોઈ શકે છે. કોરોનાના ઊંચા તાપમાનને સહન કરવા નાસાએ જંગી ખર્ચ કરીને અવકાશયાનને વિશિષ્ટ રક્ષાત્મક ટેકનોલોજીથી બનાવેલ છે. અતિ આધુનિક સાધન- સામગ્રી અને વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતા પાર્કર સોલર પ્રોબના સમગ્ર સ્પેસ મિશન પર અંદાજે 150 કરોડ ડોલરનો ખર્ચ થશે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. તે પછી નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આંદામાનના નોર્થ સેન્ટિનેલ ટાપુ પર વસતી આદિમ જાતિનાં રહસ્યો

આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ ભારતના હિસ્સારૂપ પ્રદેશો છે. ભારતના યુનિયન ટેરિટરી હોવાથી આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ પર દેશનું આધિપત્ય છે,  છતાં ત્યાંના નોર્થ સેન્ટિનેલ ટાપુની મુલાકાતે કોઈ ભારતીય કે વિદેશી નાગરિક જઈ શકતા નથી. નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડની આસપાસના વિસ્તારને ભારત સરકારે પ્રતિબંધિત જાહેર કરેલ છે.

નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ પર વસતા  સેન્ટિનેલિઝ જનજાતિના સભ્યો બહારના વિશ્વથી તદ્દન અજાણ છે, બિલકુલ આદિમ અવસ્થામાં રહે છે અને બહારના મુલાકાતીને ટાપુની આસપાસ ફરકવા પણ દેતા નથી! સેંકડો વર્ષોથી દુનિયાથી સંપર્કવિહોણી આ રહસ્યમયી આદિવાસી પ્રજા વિશે વિશ્વ આજે પણ અજ્ઞાત છે! સેન્ટિનેલિઝ જનજાતિ કદાચ દુનિયાની આખરી અને એકમાત્ર આદિમ જાતિ છે, જેનો સંપર્ક માનવજાતિ કરી શકી નથી!

આવો, ‘મધુસંચય’ પર આંદામાનના સેન્ટિનેલ આઇલેન્ડની આ પ્રિમિટિવ આદિવાસી પ્રજા વિશે જાણીએ.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

લિડાર ટેકનોલોજી: આર્કિયોલોજી ક્ષેત્રે માયા સંસ્કૃતિનાં રહસ્યો ખોલતું વિજ્ઞાન

હરણફાળ ભરતા અર્વાચીન વિજ્ઞાનની એક અદભુત ભેટ લિડાર ટેકનોલોજી છે.

એગ્રીકલ્ચર, જીયોલોજીકલ સર્વે અને ઑટોનોમસ ટ્રાન્સ્પોર્ટેશનમાં ઉપયોગિતા સાબિત કરનાર લિડાર ટેકનોલોજી  આર્કિયોલોજીમાં પણ આશ્ચર્યજનક રીતે મદદરૂપ થઈ છે. વિશ્વની પ્રાચીન સિવિલાઇઝેશનમાં સમાવિષ્ટ મેસોઅમેરિકન સભ્યતા પર નવો પ્રકાશ રેલવામાં લિડાર ટેકનોલોજીની કામગીરીએ કમાલ કરી છે. લિડાર ટેકનોલોજીએ મધ્ય અમેરિકામાં માયા સંસ્કૃતિના પ્રસાર અને વિકાસનાં રહસ્યો પરથી  પડદા ખોલવાની શરૂઆત કરી છે. ઘોર જંગલોમાં છૂપાયેલા પ્રદેશોની, લેસર કિરણોની મદદથી થ્રી-ડી ઇમેજ બનાવી શકતી લિડાર ટેકનોલોજી પુરાતત્ત્વ વિજ્ઞાન ક્ષેત્રે વરદાનરૂપ સાબિત થઈ છે. આવો, ‘મધુસંચય’ પર માયા સંસ્કૃતિ અને આર્કિયોલોજી ક્ષેત્રમાં લિડાર ટેકનોલોજીના યોગદાન પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

ડૉક્ટર આનંદીબાઈ ગોપાલરાવ જોશી: સ્ત્રી શક્તિની પ્રેરણાદાયી કહાણી

વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણ, ફેમિનિઝમ કે જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો બસો વર્ષ પહેલાં ગૂંજતા થયા ન હતા. સ્ત્રીશિક્ષણ તો બાજુએ રહ્યું, બાળલગ્નની પ્રથા ઘર કરી બેઠી હતી. બાલવિધવાના દુ:ખનો પાર ન હતો. સ્ત્રીને રૂઢિઓની જંજીરોમાં જકડી ઘરમાં પૂરી રાખતો સમાજ કેવો સંકુચિત હશે! આવા સમાજનાં બંધનો તોડીને સ્ત્રીશક્તિને ઉદિત કરનાર વિરલ વિભૂતિઓનાં જીવન પ્રાણવાન હોય છે. રૂઢિચુસ્ત સમાજના વિચારોને અવગણી, મહિલાવર્ગને નવી પગદંડી બતાવનાર એક નિર્ભય, સાહસિક ભારતીય સન્નારી હતાં આનંદીબાઈ ગોપાલરાવ જોશી. જ્યારે ઘરની ચોખટ પાર કરનાર સ્ત્રી સામે આંગળી ઊઠતી, તે જમાનામાં આનંદીબાઈ જોશી અમેરિકા જઈ, મેડિકલનો અભ્યાસ કરી, એમડીની ઉચ્ચ ડિગ્રી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા. આવો, ‘મધુસંચય’ પર વાંચો પૂરી કહાણી.

[અહીંથી આગળ વાંચવા આ લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]