દેશ- દુનિયા · સમાચાર-વિચાર

ગુગનહાઇમ મ્યુઝિયમનું વાન ગોઘનું પેઇન્ટિંગ તથા અમેરિકન પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ

 

આજકાલ અમેરિકાના પ્રેસિડેન્ટનું નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ (વોશિંગ્ટન ડીસી, યુએસએ) અને ન્યૂ યૉર્કમાં આવેલ ગુગનહાઇમ મ્યુઝિયમ વિચિત્ર બાબતે સુરખીઓમાં છે.

આ વિવાદાસ્પદ સ્થિતિના મૂળમાં છે પ્રખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘનું એક પેઇન્ટિંગ ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’. અમેરિકન પ્રેસિડેન્ટને ગુગનહાઇમ મ્યુઝિયમમાં સ્થિત ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’ વ્હાઇટ હાઉસ માટે જોઈએ છે; મ્યુઝિયમને આ પેઇન્ટિંગ આપવું નથી.

ગુગનહાઇમ મ્યુઝિયમ શું છે?
 • અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિયમ્સમાં એક ગુગનહાઇમ મ્યુઝિયમ છે.
 • ન્યૂ યૉર્કની ફિફ્થ એવન્યૂ પર સોલોમન આર. ગુગનહાઇમ મ્યુઝિયમ આવેલ છે.
 • આ મ્યુઝિયમમાં મોડર્ન અને કન્ટેમ્પરરી આર્ટનો સંગ્રહ છે.
 • અમેરિકાના ખ્યાતનામ આર્કિટેક્ટ ફ્રેન્ક લોઇડ રાઇટ દ્વારા નિર્મિત ગુગનહાઇમ મ્યુઝિયમનું બિલ્ડિંગ સ્વયં અનોખા સ્થાપત્યનો નમૂનો છે.
 • આ મ્યુઝિયમમાં ઇમ્પ્રેશનાલિઝમથી માંડી અર્વાચીન ચિત્રકલાના નમૂનાઓ છે.
 • ગુગનહાઇમ મ્યુઝિયમમાં એક વિશેષ આકર્ષણ પોસ્ટ – ઇમ્પ્રેશનિસ્ટ ડચ પેઇન્ટર વિંસેન્ટ વાન ગોઘના બેનમૂન તૈલચિત્રો (ઓઇલ પેઇન્ટિંગ) છે.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

વિન્સેન્ટ વાન ગોઘ કોણ છે?

યુરોપના નેધરલેંડમાં જન્મેલ પોસ્ટ – ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘ (1853-1890) રેમ્બ્રાં (રેમ્બ્રાન્ટ / રેમ્બ્રાંટ) પછીના શ્રેષ્ઠ ડચ આર્ટિસ્ટ લેખાય છે.

પાશ્ચાત્ય ચિત્રકલાને પ્રભાવિત કરનાર મહાન પેઇન્ટર વાન ગોઘનું જીવન જીવન વિરોધાભાસોથી ભરેલ હતું. મધુસંચયના વાચકોને નવાઈ લાગશે કે મહાન સર્જક હોવા છતાં વાન ગોઘ ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓથી પીડિત હતા.

માત્ર દસ વર્ષના ટૂંકા ગાળામાં વાન ગોઘે 850થી વધુ ઓઇલ પેઇન્ટિંગ સાથે બે હજારથી વધારે આર્ટવર્કનું સર્જન કર્યું. આમ છતાં તેમની હયાતીમાં વાન ગોઘનું એક પણ ચિત્ર વેચાયું નહીં! ગરીબી અને હતાશાથી પીડાઈ, છેવટે વાન ગોઘે માત્ર સાડત્રીસ વર્ષની ઉંમરે ફ્રાંસમાં આત્મહત્યા કરી!

સત્યાવીસ વર્ષની ઉંમરે તેમણે પેઇન્ટિંગની શરૂઆત કરી. ફ્રાન્સમાં જીવનના છેલ્લા બે વર્ષોમાં તેમનું સર્જન વિપુલતાની ટોચે પહોંચ્યું. વાન ગોઘે વાઇબ્રંટ રંગોથી અને સિદ્ધહસ્ત બ્રશવર્કથી સૌંદર્ય પ્રગટાવતાં કુદરતી લેન્ડસ્કેપનાં અને સંવેદનાપૂર્ણ પોર્ટ્રેટ્સ સહિત સેંકડો ચિત્રો બનાવ્યાં. તેમનાં આર્ટવર્કની કદર તેમના અવસાન પછી થઈ. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડામમાં વાન ગોઘ મ્યુઝિયમઊભું કરાયું છે.

સાધારણ અવસ્થામાં જીવન જીવનાર વિન્સેન્ટ વાન ગોઘનાં ચિત્રો આજે પણ કરોડો ડોલરની કિંમતે વેચાઇ રહ્યાં છે.

વાન ગોઘનાં ચિત્રમાં વ્હાઇટ હાઉસનો રસ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પને ગૃહસજાવટનો શોખ છે. મધુસંચયના વાચકો જાણતા હશે કે રાજધાની વોશિંગ્ટન (ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા) માં આવેલ પોતાના ઑફિશિયલ રેસિડેન્સ વ્હાઇટ હાઉસની સાજસજ્જા માટે ટ્રમ્પ દંપતિ ઉત્સુક છે. અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રંપ અને ફર્સ્ટ લેડીને ન્યૂ યૉર્કના સોલોમન આર. ગુગનહાઇમ મ્યુઝિયમમાં રહેલ વિન્સેન્ટ વાન ગોઘનું પેઇન્ટિંગ લેન્ડસ્કેપ વિથ સ્નો’ (1888) વ્હાઇટ હાઉસને સજાવવા પસંદ પડ્યું. અમેરિકામાં પ્રણાલી છે કે અમેરિકન પ્રેસિડેન્ટ વ્હાઇટ હાઉસની સજાવટ અર્થે અમેરિકાના રાષ્ટ્રીય મ્યુઝિયમ્સમાંથી મનપસંદ આર્ટિફેક્ટ્સ ‘લોન’ પર લઈ શકે. વ્હાઇટ હાઉસના અધિકારીએ ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’ પેઇન્ટિંગ માટે ગુગનહાઇમને વિજ્ઞપ્તિ મોકલી.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

વ્હાઇટ હાઉસ અને ગુગનહાઇમ મ્યુઝિયમ વચ્ચે વિસંવાદ

ગુગનહાઇમ મ્યુઝિયમ, ન્યૂ યૉર્કના અધિકારીને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સાથે મનમેળ નથી. ગુગનહાઇમે વાન ગોઘના વર્ષ 1888ના પેઇન્ટિંગ ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’ માટેની વ્હાઇટ હાઉસની વિનંતીનો અસ્વીકાર કર્યો છે, પણ સાથે તેના બદલે મ્યુઝિયમમાં ઉપયોગમાં લેવાતું એક અતિ કીમતી ગોલ્ડન ટોઇલેટ (કોમોડ) આપવા ઓફર કરી છે.

‘અમેરિકા’ નામનું આ સુવર્ણ ટોઇલેટ અનોખું છે. હકીકતમાં તે ઇટલીના કલાકાર મૌરિઝિઓ કેટેલાન (મોરિઝિયો કેટિલાન) દ્વારા 18 કેરેટ સોનાથી બનેલ સ્થાપત્ય છે.

ઇટાલીના ઠઠ્ઠાખોર કલાકાર મોરિઝિયો કેટિલાન લેખનકાર્ય પણ કરે છે; આર્ટ વર્ક પણ કરે છે. મોરિઝિયો પોતાના આગવા સર્જન દ્વારા સમાજના આડંબરભર્યા વિચાર વ્યવહારોની મજાક ઊડાવે છે. અમેરિકામાં છલકાતા વૈભવના આડંબરની ઠેકડી ઉડાવવા મૌરિઝિયોએ ગુગનહાઇમ મ્યુઝિયમને દસ લાખ ડોલરની કિંમતનું અમેરિકાનામક આ ગોલ્ડન ટોઇલેટ ભેટ કર્યું હતું. ‘અમેરિકા’ એક ફંકશનલ – વાપરી શકાય તેવું – ટોઇલેટ છે અને તેને વર્ષ 2016થી મ્યુઝિયમના મુલાકાતીઓ માટે વપરાશમાં લેવાયું છે. વાન ગોઘના પેઇન્ટિંગને બદલે મ્યુઝિયમે વ્હાઇટ હાઉસને ગોલ્ડન ટોઇલેટ ‘અમેરિકા’ આપવાની ઓફર કરી છે.

શું વ્હાઇટ હાઉસ ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટ્ટિલાનના આ વ્યંગસૂચક સ્થાપત્યનો સ્વીકાર કરશે?

* * * * * * * * * * * *

મધુસંચય લેખ – સંક્ષેપ: ગુગનહાઇમ મ્યુઝિયમનું વાન ગોઘનું પેઇન્ટિંગ તથા અમેરિકન પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ
 • ન્યૂ યૉર્ક (યુએસએ)ના ગુગનહાઇમ મ્યુઝિયમમાં બેનમૂન કલાકૃતિઓનો સંગ્રહ
 • વ્હાઇટ હાઉસ દ્વારા ગુગનહાઇમને વિન્સેન્ટ વાન ગોઘનું પેઇન્ટિંગ ‘લેન્ડસ્કેપ વિથ સ્નો’ લોન પર આપવા વિજ્ઞપ્તિ
 • વાન ગોઘનું પેઇન્ટિંગ આપવા ગુગનહાઇમની અસંમતિ
 • વ્હાઇટ હાઉસને ઇટાલિયન કલાકાર મોરિઝિયો કેટ્ટિલાનનું સ્થાપત્ય ‘અમેરિકા’ (ગોલ્ડન ટોઇલેટ) આપવા ગુગનહાઇમ મ્યુઝિયમની તૈયારી

* * * * * * * * * *

મધુસંચય લેખ – પૂરક માહિતી: ગુગનહાઇમ મ્યુઝિયમનું વાન ગોઘનું પેઇન્ટિંગ તથા અમેરિકન પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ
 • ગુગનહાઇમ મ્યુઝિયમ, ન્યૂ યૉર્ક, યુએસએ : Guggenheim Museum, New York, USA
 • ફ્રેન્ક લોઇડ રાઇટ : Frank Lloyd Wright (1867 – 1959)
 • વિન્સેન્ટ વાન ગોઘ : Vincent van Gogh (1853 – 1890)
 • લેન્ડસ્કેપ વિથ સ્નો : Landscape with Snow
 • મૌરિઝિઓ કેટેલાન (મોરિઝિયો કેટિલાન): Maurizio Cattelan (1960 – ), Italy

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * *

2 thoughts on “ગુગનહાઇમ મ્યુઝિયમનું વાન ગોઘનું પેઇન્ટિંગ તથા અમેરિકન પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s