અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?

.

ઑગસ્ટ મહિનો પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, જાપાન પર એટમબોંબ  અને ભારત છોડો આંદોલન સાથે વિવિધ યાદો ખડી કરે છે.

હાલ ઉત્તર કોરિયા (નોર્થ કોરિયા) અને અમેરિકા વચ્ચે તણાવભર્યા સંબંધો વિશ્વને પરમાણુયુદ્ધ તરફ ધકેલતા હોય તેવો ભય ઊભો થયો છે. આના છાંટા અન્ય દેશોને ઊડે તો વિશ્વયુદ્ધ જેવી સ્થિતિથી બચવું મુશ્કેલ બને!

અમેરિકા – ઉત્તર કોરિયાની સમસ્યા

‘મધુસંચય’ના વાચકો જાણે છે કે, આના મૂળમાં અમેરિકા – ઉત્તર કોરિયાની વર્ષો જૂની તંગદિલી છે. હાલ ઉત્તર કોરિયાની વધતી પરમાણુ ક્ષમતા અમેરિકાને ખટકી રહી છે. અમેરિકાએ વારંવાર ઉત્તર કોરિયાને તેનો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ પડતો મૂકવા સમજાવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પની અપીલો નોર્થ કોરિયાના શાસક કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન) ને મંજૂર નથી. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી નવા નવા પરમાણુ પ્રયોગ કે બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણની જાહેરાતો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અકળાવે છે કારણ કે પ્રત્યેક જાહેરાત અમેરિકા માટે પડકારરૂપ બને છે. હાલમાં ઉત્તર કોરિયાએ જાહેરાત કરી છે કે તે અમેરિકા પર પરમાણુ હુમલો કરવા સક્ષમ છે.

અત્યારે ઑગસ્ટ 2017ના પ્રથમ પખવાડિયામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે.

ઇતિહાસમાં ઑગસ્ટ મહિનો
 • ઇતિહાસમાં ઑગસ્ટ મહિનો ભારે ઊથલપાથલનો સાક્ષી રહ્યો છે.
 • વર્ષ 1914ના જુલાઈના અંત સાથે આરંભાયેલ પહેલું વિશ્વયુદ્ધ ઑગસ્ટ 1914માં વ્યાપક બન્યું.
 • ત્રીજી ઑગસ્ટના રોજ જર્મનીએ ફ્રાંસ સામે અને ચોથી ઑગસ્ટના રોજ ઇંગ્લેન્ડે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. પછી તો દુનિયા આખી પ્રથમ વિશ્વયુદ્ધના ભરડામાં આવી ગઈ!
 • વર્ષ 1939માં દુનિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તો હતી જ.
 • બીજા વિશ્વયુદ્ધની ચિનગારીઓ ઑગસ્ટ 1939માં દેખાવા લાગી હતી.
 • ઑગસ્ટ પૂરો થતાંવેંત, 1 સપ્ટેમ્બર, 1939ના રોજ જર્મનીના હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરતાં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
 • જ્યારે બીજું વિશ્વયુદ્ધ ભીષણ બનતું જતું હતું, ત્યારે 8 ઑગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધીજીમુંબઈમાં ક્વિટ ઇન્ડિયા મુવમેંટ / ભારત છોડો આંદોલનની જાહેરાત કરી.
 • બીજા વિશ્વયુદ્ધનો અંત લાવનાર ઘટનાઓ ઑગસ્ટ 1945માં બની. અમેરિકાએ જાપાન પર બે પરમાણુ બોંબ ફેંક્યા – ઑગસ્ટ 6 ના રોજ હીરોશિમા પર; ઑગસ્ટ 9ના રોજ નાગાસાકી પર.
 • બસ, જાપાનની શરણાગતિ થઈ.
1962ની ક્યુબાની મિસાઇલ કટોકટી /ક્યુબાનું મિસાઇલ સંકટ
 • અત્યારે ઑગસ્ટ 2017માં યુએસએ અને નોર્થ કોરિયા વચ્ચેની તંગદિલી વિશ્વને ધ્રુજાવી રહી છે, ત્યારે 1962ની ક્યુબાની મિસાઇલ કટોકટી યાદ આવે છે.
 • શું  અમેરિકાના પ્રેસિડેન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ 1962ની ક્યુબન મિસાઇલ ક્રાઇસિસને નજરમાં રાખી કાંઈ રસ્તો શોધી શકશે?
 • અત્યારની માફક, 1962માં પણ ક્યુબાની મિસાઇલ કટોકટી વેળા વિશ્વ છેક પરમાણુ યુદ્ધના અંતિમ પગથિયે પહોંચી ગયું હતું.
 • તે સમયે અમેરિકાના પ્રમુખ હતા જહોન કેનેડી, જ્યારે યુએસએસઆર (સોવિયેત રશિયા)ના પ્રીમિયર (વડાપ્રધાન) હતા નીકિતા ખ્રુશ્ચેવ.
 • અમેરિકાના વિરોધી રંગે રંગાયેલ દેશ ક્યુબાના સરમુખત્યાર શાસક હતા ફિડલ કાસ્ટ્રો.
 • તે સમય અમેરિકા – રશિયા વચ્ચેના શીત યુદ્ધ (કોલ્ડ વોર) નો હતો. અમેરિકાએ રશિયાનો યુરોપ પર પ્રભાવ નિયંત્રણમાં રાખવા ગ્રીસ અને ઇટાલીમાં બેલિસ્ટિક મિસાઇલ ગોઠવેલાં હતાં.
 • અમેરિકાના પાડોશી દેશ ક્યુબાએ રશિયાને આમંત્રણ આપ્યું; ક્યુબાના શાસક ફિડલ કાસ્ટ્રોએ પોતાને ત્યાં બેલિસ્ટિક મિસાઇલ ગોઠવવા રશિયાને સગવડ કરી આપી. અમેરિકા ભડકી ઊઠ્યું!
 • અમેરિકાએ રશિયન શસ્ત્ર-સરંજામ ક્યુબા લાવતાં રશિયાનાં  જહાજોને રોકવા ક્યુબાની મિલિટરી નાકાબંધી કરી. રશિયા ધૂંધવાઈ ઊઠ્યું.
 • બંને દેશો વચ્ચે યુદ્ધની નોબતો ગાજવા લાગી. બંને દેશો કોઈ પણ ઘડીએ એક બીજા પર પરમાણુ શસ્ત્રો ધરાવતાં મિસાઇલ છોડી પરમાણુ યુદ્ધ શરૂ કરી દે તેમ હતું.
 • પણ અમેરિકાના પ્રેસિડેન્ટ  જહોન કેનેડીએ રાજકીય કુનેહથી સોવિયેત રશિયા (યુએસએસઆર) ના વડાપ્રધાન નીકિતા ખ્રુશ્ચેવ સાથે મંત્રણાઓ કરી. બંને નેતાઓએ સમજૂતિ કરી દેશ અને દુનિયાને પરમાણુ યુદ્ધથી બચાવી લીધાં.
 • ત્યારની અને હાલની પરિસ્થિતિઓમાં અસમાનતા હોવા છતાં, પરમાણુયુદ્ધની શક્યતાઓ જોતાં આપણને 1962ની ક્યુબા મિસાઇલ કટોકટી યાદ આવી જ જાય. તેથી કેટલાક રાજકીય નીરિક્ષકો અત્યારે અમેરિકા – ઉત્તર કોરિયા વચ્ચેની સ્થિતિને 1962ની ક્યુબા મિસાઇલ ક્રાઇસિસ/ કટોકટી સાથે સરખાવે છે. આવી પરિસ્થિતિને ઇંગ્લિશ ભાષામાં ‘ગેઇમ ઑફ ચિકન’ કહેવામાં આવે છે.
‘ગેઇમ ઑફ ચિકન’ શું છે?

ગેઇમ ઑફ ચિકન  ( ગેઇમ ઓફ ચિકન ) બે પ્રતિદ્વંદ્વીઓ વચ્ચેની રમત કે સ્પર્ધાત્મક ભાસતી પરિસ્થિતિ છે. અહીં સંયોગો જ એવા  ઊભા થાય કે એક પ્રતિદ્વંદ્વી નમતું જોખે, તે બંને સ્પર્ધકોના હિતમાં છે. એક સ્પર્ધક પોતાના પ્રતિસ્પર્ધી પર સતત નજર રાખે ને ઇચ્છે કે તે ઝૂકે! પણ જો પ્રતિસ્પર્ધી નમતું ન જ જોખે, તો પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં સ્પર્ધક ખુદ ઝૂકીને બંનેને બચાવી લે! જે નમતું જોખે તે ‘ચિકન’ કહેવાશે, કાયર  ગણાશે. ‘ગેઇમ ઑફ ચિકન’માં સવાલ એ છે કે બેમાંથી નમતું કોણ જોખે? કોણ ચિકન કે બુઝદિલ કે ‘લુઝર’ બનવા તૈયાર થાય?

ધારો કે એક સાંકડા રસ્તા પર બે દિશામાંથી સામસામી પૂર ઝડપે આવતાં બે વાહનો એકબીજા પર ધસી જશે તો બંને ટકરાશે, બંને વિનાશને વરશે. પરંતુ જો એક વાહન સાઇડ પર ચાલી જઈ, સામેના વાહનને  રસ્તો આપી દે તો અથડામણ ટળી શકે. પણ બેમાંથી પહેલ કોણ કરે? જે પહેલાં ઝૂકશે તે સંકટ તો ટાળી શકશે, પણ તે ચિકન – કાયર – કહેવાશે.

વોશિંગ્ટન અને પ્યોંગયાંગ, અમેરિકા અને  ઉત્તર કોરિયા, અમેરિકન પ્રેસિડેન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન) મમતે ચઢ્યા છે. શું કોઈ ‘ચિકન’ બની શકશે? શું દેશ અને દુનિયાને પરમાણુયુદ્ધથી બચાવવા ડોનાલ્ડ ટ્રંપ ઝૂકી શકે ખરા?

યુદ્ધની ભયાનકતા એટલી વરવી હોય છે, તેનાં પરિણામો એટલાં વિનાશક હોય છે કે કોઈ પણ દેશ યુદ્ધ કરતાં પહેલાં દસ વખત વિચારે. અમેરિકા અને ઉત્તર કોરિયાને પણ યુદ્ધ નોતરવું તો નથી જ..

અમેરિકાના પ્રેસિડેન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને અણુયુદ્ધથી, વિશ્વયુદ્ધથી બચાવવાનો કોઈ માર્ગ શોધશે ખરા?

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – સંક્ષેપ: વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?
 • અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વણસતા સંબંધો
 • ઉત્તર કોરિયાની વધતી જતી પરમાણુ ક્ષમતા વિશ્વશાંતિ માટે ચિંતાનો વિષય
 • પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધને ઑગસ્ટ સાથે સંબંધ
 • અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ જહોન કેનેડીએ રાજકીય કુનેહથી ઉકેલી 1962ની ક્યુબાની મિસાઇલ કટોકટી (ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ)
 • શું અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ યુદ્ધ ટાળી શકશે?

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – પૂરક માહિતી: વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?
 • અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ / ડૉનાલ્ડ ટ્રંપ: President Donald Trump, USA
 • ઉત્તર કોરિયાના શાસક કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન): Kim Jong Un, North Korea
 • ક્યુબાના પ્રમુખ ફિડલ કાસ્ટ્રો: Fidel Castro, Ex-President, Cuba
 • ક્યુબાની મિસાઇલ કટોકટી/ ક્યુબાનું મિસાઇલ સંકટ, 1962: Cuban Missile Crisis, 1962
 • પહેલું / પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 18): First World war / WW I (1914 – 1918)
 • બીજું / દ્વિતીય વિશ્વયુદ્ધ (1939 – 45): Second World War / WW II (1939 – 1945)
 • ‘ગેઇમ ઑફ ચિકન’ / ગેઇમ ઓફ ચિકન: Game of Chicken

** ** ** ** ** ** **

 

2 thoughts on “વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s