દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આપની પ્રતિભા ચમકાવો! વિશ્વભરમાં નામના મેળવો!

.

આપ સર્જનશીલ છો? આપ પાસે ક્રિએટિવ આઇડિયા છે?

શાળા-કોલેજોના વિદ્યાર્થીમિત્રો, યુવાનો, આબાલ-વૃદ્ધ સૌ જાગો! આપની પાસે કોઈ ‘હટકે’ વિચાર, આઇડિયા, સર્જનશીલતા, અનોખી પ્રોડક્ટ કે પ્રૉજેક્ટ છે?

અનોખી તકો આપની રાહ જુએ છે! સફળતા આપના કદમ ચૂમવા સામે ચાલીને આપની પાસે આવી રહી છે! સ્કૂલ-કોલેજો અને તમામ સંસ્થાઓ આગળ આવો!  આપના  વિદ્યાર્થીઓને, કર્મચારીઓને પોતાની પ્રતિભા ચમકાવવા પ્રેરણા આપો!

આપનો એક વિચાર આપને વિશ્વમંચ પર લઈ જઈ શકે છે. અમેરિકામાં ‘મેકર ફેર’ કે  ‘વર્લ્ડ સાયન્સ ફેસ્ટિવલ’, તો ભારતમાં ‘મેકરફેસ્ટ’ આપને પ્રસિદ્ધિના શિખરે લઈ જઈ શકે છે. ઘડીભરમાં આપ દુનિયાના બુદ્ધિજીવીઓ, ઇન્વેસ્ટર્સ કે ઉદ્યોગપતિઓની નજરમાં આવી શકો છો!

ગુજરાતનું ગૌરવ: કિશોર હર્ષવર્ધન ઝાલાની અપ્રતિમ સફળતા
 • આપે હર્ષવર્ધન ઝાલાની ઝળહળતી સફળતા વિશે મારા ‘મધુસંચય’, ‘અનામિકા’ તથા ‘અનુપમા’ બ્લૉગ પર વાંચેલ છે.
 • ચૌદ વર્ષના ગુજરાતી કિશોર હર્ષવર્ધન ઝાલાએ આપસૂઝથી લેન્ડ માઇન્સ ડિટેક્ટિંગ ડ્રોન બનાવ્યો.
 • અમદાવાદની શાળામાં ભણતા નાનકડા હર્ષવર્ધને આ ડ્રોનને સુશ્રી આશાબહેન જાડેજા દ્વારા પ્રેરિત ‘મેકર ફેસ્ટ’માં રજૂ કર્યો. બસ, કિશોરને જરૂરી પ્લેટફોર્મ અને પ્રસિદ્ધિ મળી ગયાં.
 • આ કિશોર ઉદ્યોગપતિ હર્ષવર્ધન ઝાલાએ પોતાની કંપની ‘એરોબોટિક્સ7’ સ્થાપી અને ગુજરાત સરકાર સાથે વાયબ્રંટ ગુજરાત 2017માં પાંચ કરોડ રૂપિયાના એમઓયુ કર્યા.
 • ‘મેકર ફેસ્ટ’થી ચમકેલા હર્ષવર્ધન ઝાલાને ગુગલના સહયોગથી સંચાલિત અમેરિકન સંસ્થા ‘પીસજામ’ દ્વારા વિશ્વપ્રસિદ્ધ ‘હીરો એવોર્ડ’થી નવાજવામાં આવ્યા.
 • માત્ર પંદર વર્ષની ઉંમરે આ પ્રતિષ્ઠિત એવોર્ડ ‘હીરો એવોર્ડ’ મેળવનાર અમદાવાદના હર્ષવર્ધન ઝાલા પ્રથમ ભારતીય છે.
‘મેકર ફેસ્ટ’ શું છે?
 • ‘મેકર ફેસ્ટ’ ક્રિએટિવિટી અને નવીન આઇડિયાઓને પ્રોત્સાહન આપતો એક અનોખો ફેસ્ટિવલ છે.
 • અમેરિકાના ‘મેકર ફેર’થી પ્રેરિત થઈને ‘મોટવાણી જાડેજા ફેમિલી ફાઉંડેશન’ ના નેજામાં સુશ્રી આશાબહેન જાડેજા ભારતમાં ‘મેકર ફેસ્ટ’નું સંચાલન કરે છે. સુશ્રી આશાબહેનની દૂરદ્રષ્ટિ કાબિલે-તારીફ! ‘મેકર ફેસ્ટ’ના મિશન માટે આશાબહેનને અભિનંદન!
 • ‘મેકર ફેસ્ટ’ એવો ફેસ્ટિવલ છે જ્યાં ક્રિએટિવ સર્જકો ભેગા થઈ ‘મેકિંગ’ની, નવીન સર્જન કરવાની કલા શીખે છે. વળી તેઓ પોતાની સર્જનશીલતા સૌ પાર્ટિસિપન્ટ્સ/ વિઝિટર્સ સાથે શેર કરે છે.
 • ભારતભરના આર્ટિસ્ટ્સ, હૉબિસ્ટ્સ અને ક્રિએટર્સ પ્રતિવર્ષ ‘મેકર ફેસ્ટ’માં પોતાની સર્જનકલા પ્રદર્શિત કરે છે. તેઓ આર્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજીના પોતાના જ્ઞાનને વ્યાવહારિક એપ્લિકેશન રૂપે રજૂ પણ કરે છે.
 • ‘મેકર ફેસ્ટ’માં નવતર ડિઝાઇનનાં ઇલેક્ટ્રો-મિકેનિકલ સાધનો, રીમોટ કંટ્રોલ ટૂલ્સ, ટોય અને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સનાં અવનવાં સાધનો, સ્કૂલના વિદ્યાર્થીઓનાં રસપ્રદ પ્રૉજેક્ટ્સથી લઈને પરફોર્મિંગ આર્ટ્સ અને હેંડીક્રાફ્ટ્સનાં ઇનોવેટિવ સર્જનો આવકાર્ય છે.
 • અહીં સ્ટાર્ટઅપને ઉત્તેજન આપનાર ઇન્વેસ્ટર્સ તથા નાના મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ આવે છે.
 • ‘મેકર ફેસ્ટ’ એક ઓપન ફેસ્ટિવલ છે જ્યાં આબાલવૃદ્ધ સૌ વિઝિટ કરી શકે છે; પ્રવૃત્તિઓમાં ભાગ પણ લઈ શકે છે. આપ વોલંટિયર થઈ સેવા પણ આપી શકો છો.
 • આ ફેસ્ટિવલમાં આપ આપનું બુથ રાખી શકો છો, સ્ટેજ પર ડેમોન્સ્ટ્રેશન કરી શકો છો અને વર્કશોપમાં ભાગ પણ લઈ શકો છો.
 • ‘મેકર ફેસ્ટ’માં ભાગ લઈને આપ ગુજરાત અને ભારતનાં શ્રેષ્ઠ સર્જકો અને ઇનોવેટર્સના સંપર્કમાં આવો છો.
મેકર ફેસ્ટ 2018
 • અમદાવાદના આંગણે આગામી ‘મેકર ફેસ્ટ 2018’ની જાહેરાત થઈ ચૂકી છે. જાન્યુઆરી,2018માં અમદાવાદમાં ‘મેકર ફેસ્ટ 2018’ યોજાનાર છે.
 • ‘મેકર ફેસ્ટ 2018’ સ્કૂલ ઑફ એન્જીનિયરિંગ એંડ એપ્લાઇડ સાયંસિઝ, અમદાવાદ યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ ખાતે 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી 2018 સુધી ત્રણ દિવસમાટે યોજાશે.
 • આ માટેની વિગતો આપને ‘મેકર ફેસ્ટ’ની વેબસાઇટ પરથી મળશે.

 

આપ સૌ વાચકમિત્રોને મારી અપીલ

ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં ટેલેંટ છે, જિજ્ઞાસા છે, સૂઝ છે, નવું કરવાની ધગશ છે, ક્રિએટિવિટી છે. હું માનું છું કે  યોગ્ય પ્રોત્સાહન, દિશાસૂચન અને તક મળે તો ગુજરાતના વિદ્યાર્થીઓ ત્વરિત પ્રગતિ કરી શકે છે. આથી મારા વિવિધ ગુજરાતી બ્લૉગ્સ પર મેં વારંવાર શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ-સંચાલકોને અપીલ કરી છે. સૌને પ્રેરણા મળે તે માટે નાનકડા કિશોર હર્ષવર્ધન ઝાલા,  તેમના ‘એરોબોટિક્સ 7’ અને સુશ્રી આશાબહેન જાડેજાના ‘મેકર ફેસ્ટ’ને હું બિરદાવતો રહ્યો છું.

આપ જે કોઈ વાચકમિત્રો આ પોસ્ટ વાંચો તે વિશે આપના મિત્રો, સંબંધીઓ, પરિચિત બાળકો-યુવાનો-શિક્ષકોને જરૂર માહિતી આપશો.

આવો, આપણે સૌ ગુજરાતમાં ક્રિએટિવિટીને વધાવીએ!

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – સંક્ષેપ: આપની પ્રતિભા ચમકાવો! વિશ્વભરમાં નામના મેળવો!
 • આપની પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરવાની વધતી તકો
 • આપની ટેલેંટ અને ક્રિએટિવિટીને આપ પ્રદર્શિત કરતા રહો
 • અમદાવાદની શાળાના કિશોર હર્ષવર્ધન ઝાલાએ માત્ર ચૌદ વર્ષની ઉંમરે વિશ્વમાં નામ રોશન કર્યું
 • હર્ષવર્ધન ઝાલાએ સ્થાપી પોતાની કંપની ‘એરોબોટિક્સ 7’
 • ગુજરાત અને ભારતના ઇનોવેટર સર્જકોને પોતાની ક્રિએટિવિટી રજૂ કરવા ‘મેકર ફેસ્ટ’ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ
 • આગામી ‘મેકર ફેસ્ટ 2018’ અમદાવાદમાં 5 – 7 જાન્યુઆરી, 2018 દરમ્યાન

 

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – પૂરકમાહિતી: આપની પ્રતિભા ચમકાવો! વિશ્વભરમાં નામના મેળવો!

 

 

Blog

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s