દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નિકોલાસ ઇફેક્ટ: યુરોપના એક સમાજવ્યાપી આંદોલનની હૃદયસ્પર્શી, પ્રેરક કહાણી

 

નિકોલાસ ગ્રીન

વર્ષ 1994નો સપ્ટેમ્બર મહિનો.

અમેરિકાનો એક ટૂરિસ્ટ પરિવાર યુરોપના દક્ષિણ ઇટલીના વેકેશન-પ્રવાસે હતો.  એક રાત્રે હાઇવે પર ડ્રાઇવ કરતાં આ અમેરિકન પરિવાર – ગ્રીન ફેમિલી– ની કાર પર પર લૂંટારા ત્રાટક્યા.  હુમલાખોરોના ગોળીબારમાં ગ્રીન દંપતિનો સાત વર્ષનો માસુમ પુત્ર નિકોલાસ ગ્રીન જખ્મી થયો.

હૉસ્પિટલમાં જ્યારે નિકોલાસનું મગજ કામ કરતું બંધ થયું, ત્યારે માતા-પિતા માર્ગારેટ અને રેજીનાલ્ડ ગ્રીન પર આભ તૂટી પડ્યું. હિંમત અને સ્વસ્થતા દાખવી ગ્રીન દંપતિએ બ્રેઇન ડેડ નિકોલાસનાં અંગો દાન કરવા નિર્ણય કર્યો. ઇટાલી પ્રત્યે કોઇ જ કટુતા રાખ્યા સિવાય આવો ઉમદા  નિર્ણય કરનાર ગ્રીન દંપતિ પર ઇટાલિયન પ્રજા ઓળઘોળ થઈ ગઈ.

તે સમયે ઇટલીમાં મરણોત્તર અંગદાન – ઓર્ગન ડોનેશન – વિશે જાગ્રતિ ન હતી. અમેરિકન બાળક નિકોલાસનાં જુદાં જુદાં અંગોએ નાનાં- મોટાં સાત ઇટાલિયન- યુરોપિયનોનાં જીવનમાં ચેતના ભરી. જોતજોતામાં નિકોલાસ ગ્રીનનાં અંગદાન – ઑર્ગન ડોનેશન –  ની વાત સમગ્ર ઇટલીમાં ફેલાઈ ગઈ. ગ્રીન દંપતિના આ ઉમદા, માનવતાવાદી સત્કૃત્યથી ઇટાલિયન સમાજમાં જાગરૂકતા ફેલાઈ અને ઇટલીમાં અંગદાન માટે જુવાળ ઊમટ્યો. નિકોલાસ ગ્રીનનાં અંગદાનથી પ્રેરાઈને ઇટલી અને યુરોપમાં જ નહીં, વિશ્વભરમાં ઑર્ગન ડોનેશન માટે એક ઝુંબેશ શરૂ થઈ.

“નિકોલાસ ઇફેક્ટ” શું છે?

પોતાના માસુમ પુત્રને અકાળે ગુમાવ્યા પછી ગ્રીન દંપતિએ જે ઉદાહરણીય પરિપક્વતા દ્વારા માનવતાપ્રેરક નિર્ણયો લીધા અને માનવસમાજે, સમગ્ર દુનિયાએ તેમની ઉચ્ચ ભાવનાઓને જે જુસ્સાથી બિરદાવી તેને ‘નિકોલાસ ઇફેક્ટ’ કહેવામાં આવે છે. એક માસુમ અમેરિકન બાળક નિકોલાસથી પ્રેરાઈને અંગદાન વિષે આવેલ જાગરૂકતા પણ ‘નિકોલાસ ઇફેક્ટ’નો જ એક ભાગ. બે દાયકામાં તો ઇટલીમાં અંગદાનના કિસ્સા ત્રણગણા વધી ગયા. નિકોલાસ ઇફેક્ટ હેઠળ યુરોપ અને વિશ્વના દેશોમાં પણ અંગદાનનો મહિમા વધી ગયો.

નિકોલાસ ઇફેક્ટથી માનવજાતનાં સંવેદનશીલ હૃદયો માનવતાના નવા તાંતણે બંધાતાં જાય છે.

નિકોલાસ ગ્રીનનાં અંગોએ કોનાં જીવનમાં પ્રાણ ફૂંક્યો?
 • બાળક નિકોલાસનાં અંગોએ સાત પીડિત વ્યક્તિઓમાં નવજીવન ફૂંક્યું! તેમાંના બે-ચાર તો જીવનની આશા ખોઈ બેઠેલા હતાં!
 • નિકોલાસનું હાર્ટ (હૃદય) રોમના પંદર વર્ષના બાળક એન્ડ્રીઆ (આંદ્રિયા મોંજિઆર્ડો)ને મળ્યું.
 • લિવર સિસિલીની કોમામાં સરી પડેલી 19 વર્ષની યુવતીને મળ્યું, કોમામાંથી બહાર આવતાં તે સ્વસ્થ થઈ અને તેણે લગ્ન કર્યાં. આ યુવતીને બાળક થયું, તેને નિકોલાસ નામ આપ્યું.
 • નિકોલાસની બે કીડનીઓ પૈકી એક ચૌદ વર્ષની બાળાને તથા બીજી કીડની સિસિલીના એક અગિયાર વર્ષના બાળકને મળી.
 • એક યુવતીના શરીરમાં પેંક્રિયાસનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. કદાચ આ યુવતી હવે જીવિત નથી.
 • રોમન બાળક આંદ્રિયા (એન્ડ્રીઆ) યુવાન થઈ ફૂટબોલર બન્યો અને 37 વર્ષની વયે ફેબ્રુઆરી 2017માં અવસાન પામ્યો.
રેજીનાલ્ડ ગ્રીન તથા નિકોલાસ ગ્રીન ફાઉન્ડેશન

મૂળ કેલિફોર્નિયા, અમેરિકાના નિવાસી નિકોલાસના પિતા રેજીનાલ્ડ ગ્રીને પુત્રની સ્મૃતિ જીવંત રાખવા ‘નિકોલાસ ગ્રીન ફાઉન્ડેશન’ નામક સંસ્થા સ્થાપી છે.

નિકોલાસ ગ્રીન ફાઉન્ડેશન વિશ્વમાં ઑર્ગન ડોનેશન અંગે જાગરૂકતા ફેલાવે છે. આ ફાઉંડેશન અંગદાન વિષે માહિતી આપે છે, ઑર્ગન ડોનરને પ્રેરણા આપે છે તેમજ વિવિધ માધ્યમોથી ઑર્ગન ડોનેશનની પ્રવૃત્તિઓનો પ્રચાર કરે છે. રેજીનાલ્ડ ગ્રીન આજે વૃદ્ધ ઉંમરે નિકોલાસ ગ્રીન ફાઉન્ડેશન માટે લેખનકાર્ય તેમજ  પ્રવાસ-પ્રવચન આદિ પ્રવૃત્તિઓ કરે છે.

રેજીનાલ્ડ ગ્રીનનાં બે પુસ્તકો “ધ નિકોલાસ ઇફેક્ટ”  અને “ધ ગિફ્ટ ધેટ હીલ્સ” લોકપ્રિય થયાં છે.

ઉપસંહાર

અનેકવિધ પ્રવૃત્તિઓ અને સ્મારકો નિકોલાસ ગ્રીનને આજે પણ જીવંત રાખે છે. નિકોલાસ ગ્રીન પર પુસ્તકો અને વીડિયો/ ટીવી ફિલ્મો તો છે જ. આ અમેરિકન બાળકની યાદમાં અમેરિકામાં સ્કોલરશીપ અપાય છે તથા રમત સ્પર્ધાઓ પણ યોજાય છે. બ્રુસ હેસન નિર્મિત કેલિફોર્નિયાનું ચિલ્ડ્રન બેલ ટાવર નિકોલાસ ગ્રીનની યાદ તાજી કરે છે. ઇટલીનાં કેટલાક રસ્તાઓ, બગીચા અને શાળાઓનાં નામ સાથે નિકોલાસ ગ્રીનનું નામ જોડાયેલ છે.

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – સંક્ષેપ: નિકોલાસ ઇફેક્ટ: યુરોપના એક સમાજવ્યાપી આંદોલનની હૃદયસ્પર્શી, પ્રેરક કહાણી
 • ઇટલીમાં અમેરિકન પર્યટક બાળક નિકોલાસ ગ્રીનની હત્યા (1994)
 • નિકોલાસનાં માતાપિતાએ પુત્રનાં અંગોનું કરેલ દાન – ઑર્ગન ડોનેશન
 • નિકોલાસનાં અંગોએ સાત વ્યક્તિઓનાં જીવનમાં પ્રાણ ફૂંક્યો
 • ઇટલીમાં શરૂ થઈ અંગદાનની ઝુંબેશ – સમગ્ર યુરોપ અને વિશ્વમાં ઑર્ગન ડોનેશન અંગે આવે જાગરૂકતા – “નિકોલાસ ઇફેક્ટ”

** ** ** ** ** ** **

મધુસંચય’ લેખ – પૂરક માહિતી: નિકોલાસ ઇફેક્ટ: યુરોપના એક સમાજવ્યાપી આંદોલનની હૃદયસ્પર્શી, પ્રેરક કહાણી

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

 

5 thoughts on “નિકોલાસ ઇફેક્ટ: યુરોપના એક સમાજવ્યાપી આંદોલનની હૃદયસ્પર્શી, પ્રેરક કહાણી

  1. જ્યારે મેં પ્રથમ વખત નિકોલાસ વિશે બ્રિટીશ મીડિયામાં વાંચ્યું, ત્યારે હું પણ એવો તો ભાવવિભોર થઈ ગયો હતો!
   આપ તો ચિંતક પણ છો, જુગલભાઈ! જ્યારે આપણે મૃત્યુના રહસ્યને સમજી શક્યા નથી, ત્યારે આવી વાતો આપણા હૃદયના એક ખૂણાને સ્પર્શી જાય છે!
   આપના પ્રતિભાવ બદલ આભાર!

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s