ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

એલન તુરિંગ (ટ્યુરિંગ) તથા કમ્પ્યુટર જગતનું નૉબેલ પ્રાઇઝ ‘તુરિંગ એવોર્ડ’

એલન તુરિંગ (એલન ટ્યુરિંગ) : પરિચય

ઇંગ્લેંડના મહાન ગણિતશાસ્ત્રી – કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલન એમ. તુરિંગ (1912 – 1954) ની સ્મૃતિમાં કમ્પ્યુટર સાયન્સ – ટેકનોલોજીના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન કરનારને કમ્પ્યુટર ક્ષેત્રનું ઉચ્ચતમ ઇનામ “એસીએમ એ. એમ. તુરિંગ એવોર્ડ” આપવામાં આવે છે.

તુરિંગ પ્રાઇઝ (ટ્યુરિંગ પ્રાઇઝ) ને કમ્પ્યુટર જગતનું ‘નોબેલ પ્રાઇઝ’ માનવામાં આવે છે.

પ્રતિભાવાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ તરીકે ઍલન તુરિંગનો  ફાળો ક્રિપ્ટોગ્રાફી, એલ્ગોરિધમ અને થિયરેટિકલ કમ્પ્યુટર સાયન્સના ફિલ્ડમાં નોંધનીય છે.

એલન તુરિંગ: અભ્યાસ

એલન તુરિંગનો જન્મ લંડન, ઇંગ્લેન્ડમાં વર્ષ 1912માં થયો.

તુરિંગ બાળપણથી વિશેષ બુધ્ધિશક્તિ ધરાવતા હતા. ઇંગ્લેંડની પ્રાચીન પ્રતિષ્ઠિત શેરબોર્ન સ્કૂલમાં અભ્યાસ પછી તુરિંગનો ઉચ્ચ અભ્યાસ કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજમાંથી થયો. એલન તુરિંગે વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સમાં ડિગ્રી લીધી.

ત્યાર બાદ 1936-38 દરમ્યાન અમેરિકા જઈ તુરિંગે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં મેથેમેટિક્સ અને ક્રિપ્ટોગ્રાફીનો અભ્યાસ કર્યો. ‘મધુસંચય’ના વાચકોને જ્ઞાત હશે કે મહાન જર્મન-અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. 1938માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીએ એલન તુરિંગને ડૉક્ટરેટ (પીએચડી) ની પદવી એનાયત કરી. અમેરિકાથી તુરિંગ ઇંગ્લેંડ પાછા ફર્યા.

એલન તુરિંગ: કારકિર્દી

1939માં બીજું વિશ્વયુદ્ધ (1939 -1945) ફાટી નીકળ્યું. હિટલરની આગેવાનીમાં જર્મનીએ પોલેંડ અને ફ્રાંસ પર કબજો કરી લીધો. હિટલરનાં દળો ગ્રેટ બ્રિટન પર આક્રમણ કરવા સજ્જ બન્યાં. દ્વિતીય વિશ્વયુદ્ધના આવા મુશ્કેલ સંજોગોમાં ક્રિપ્ટોગ્રાફર – કૉડબ્રેકર તરીકે એલન તુરિંગ પોતાના દેશની મદદે આવ્યા. બ્રિટીશ યુધ્ધખાતાને તુરિંગનું ક્રિપ્ટોગ્રાફીનું જ્ઞાન ખપ લાગ્યું. ઍલન તુરિંગે ક્રિપ્ટોગ્રાફીના જ્ઞાનથી જર્મન સૈન્યોનાં ગુપ્ત મેસેજ ડિકૉડ કરી આવા છુપા સંદેશાઓ બ્રિટીશ દળોને આપી ઇંગ્લેંડની મોટી સેવા કરી.

બીજા વિશ્વયુદ્ધ પછી એલન તુરિંગ હોમોસેક્સ્યુઅલ – સમલૈંગિક – સંબંધોના વિવાદમાં સપડાયા. તે સમયે ઇંગ્લેન્ડમાં હોમોસેક્સ્યુઆલિટી – સમલૈંગિકતા – અંગે કડક કાયદા હતા. હોમોસેક્સ્યુઅલ રીલેશન્સમાં તુરિંગને કાનૂની દાવપેચ અને રૂઢિચુસ્ત બ્રિટીશ સમાજમાં બદનામીનો સામનો કરવાનો વખત આવ્યો. વ્યથિત દશામાં એલન તુરિંગ માત્ર 42 વર્ષની વયે, 1954માં અવસાન પામ્યા. તેમના મૃત્યુ સાથે વિવિધ વિવાદો સંકળાયેલા છે.

એલન તુરિંગ: મરણોત્તર સન્માન

થિયોરેટિકલ કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસનાં દ્વાર ખોલનાર એલન તુરિંગની ખરી કદર તેમનાં મૃત્યુને દાયકાઓ વીત્યા પછી થઈ.

 • 1999માં ખ્યાતનામ અમેરિકન મેગેઝિન ‘ટાઇમ’ દ્વારા તુરિંગને ‘વીસમી સદીની સૌથી મહત્વની સો વ્યક્તિઓ’ની યાદીમાં સમાવાયા.
 • 2002માં બીબીસીના એક સર્વેમાં તુરિંગને સૌથી મહાન સો બ્રિટીશ વ્યક્તિઓમાં  સ્થાન મળ્યું.

દરમ્યાન ઇંગ્લેન્ડમાં હોમોસેક્સ્યુઅલ – સમલૈંગિક – સંબંધોના કાયદા બદલાયા.  2009માં બ્રિટીશ ગવર્નમેન્ટ વતી પ્રાઇમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉને એલન તુરિંગ પર થયેલ કાયદાકીય કાર્યવાહી અને માનહાનિ અંગે માફી માગી.

ઇન્ફર્મેશન ટેકનોલોજી – આઇટી ક્ષેત્રની વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ ઇન્ટેલ અને ગુગલ એલન તુરિંગની કદર કરવા આગળ આવી. ઇન્ટેલ અને ગુગલની ઉદાર નાણાકીય સહાયથી કમ્પ્યુટર ફિલ્ડમાં તુરિંગ એવોર્ડ (ટ્યુરિંગ એવોર્ડ) ની સ્થાપના કરાવામાં આવી.

આજે અમેરિકાના ‘એસોસિયેશન ફોર કમ્યુટિંગ મશીનરી’ (એસીએમ) દ્વારા કમ્પ્યુટર ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ અને દૂરોગામી અસર કરનાર નોંધપાત્ર ટેકનીકલ યોગદાન અર્થે પ્રતિવર્ષ “એસીએમ એ. એમ. તુરિંગ એવોર્ડ” આપવામાં આવે છે. ગુગલની નાણાકીય સહાયથી અપાતો દસ લાખ ડોલરનો “એસીએમ એ. એમ. તુરિંગ એવોર્ડ” કંપ્યુટર ક્ષેત્રનું નૉબેલ પ્રાઇઝ ગણાય છે.

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ – સંક્ષેપ: એલન તુરિંગ તથા કમ્પ્યુટર જગતનું નૉબેલ પ્રાઇઝ ‘તુરિંગ એવોર્ડ’
(Alan M.Turing and ACM A.M. Turing Award)
 • ઇંગ્લેંડના મહાન ગણિતશાસ્ત્રી, થિયરેટિકલ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલન એમ. તુરિંગ (એલાન તુરિંગ / એલન ટ્યુરિંગ)
 • ક્રિપ્ટોગ્રાફી, એલ્ગોરિધમ, થિયરેટિકલ કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસમાં તુરિંગનું પાયારૂપ પ્રત્યક્ષ/ અપ્રત્યક્ષ યોગદાન
 • બીજા વિશ્વયુદ્ધ સમયે ક્રિપ્ટોગ્રાફી અને કૉડ-બ્રેકિંગના જ્ઞાનથી તુરિંગ પોતાના દેશ ગ્રેટ બ્રિટનની મદદે
 • બદનામીથી વ્યથિત થયેલ તુરિંગનું માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન
 • એલન તુરિંગની સ્મૃતિમાં અપાય છે કમ્પ્યુટર ફિલ્ડનું સર્વોચ્ચ બહુમાન તુરિંગ પ્રાઇઝ / તુરિંગ એવોર્ડ

** ** ** ** ** ** **

‘મધુસંચય’ લેખ : એલન તુરિંગ તથા કમ્પ્યુટર જગતનું નૉબેલ પ્રાઇઝ ‘તુરિંગ એવોર્ડ: પૂરક માહિતી
 • એલન એમ. તુરિંગ (એલાન તુરિંગ / એલન ટ્યુરિંગ) : Alan Mathison Turing (1912 – 1954)
 • ક્રિપ્ટોગ્રાફી, એલ્ગોરિધમ અને થિયરેટિકલ કમ્પ્યુટર સાયન્સ : Cryptography, Algorithm and Theoretical Computer Science
 • કેમ્બ્રિજ યુનિવર્સિટી : University of Cambridge, UK
 • આલ્બર્ટ આઇન્સ્ટાઇન : Albert Einstein
 • પ્રિન્સ્ટન યુનિવર્સિટી : Princeton University, USA
 • એસોસિયેશન ફોર કમ્યુટિંગ મશીનરી : Association for Computing Machinery – ACM (USA)
 • ટ્યુરિંગ એવોર્ડ / એસીએમ એ. એમ. તુરિંગ એવોર્ડ : (ACM A.M. Turing Award)

*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * ****  * *** * * **

 

Advertisements

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s