દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

નાસા (અમેરિકા)એ કરી એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ના સાત ગ્રહોની વિક્રમી શોધ

નાસાએ સૂર્યમંડળ (સૌરમંડળ) ને પાર નવા સાત પ્લેનેટ્સ શોધ્યા

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ તેના સ્પિટઝર ટેલિસ્કોપની મદદથી, આપણા સૂર્યમંડળની બહાર, એક અન્ય તારા – ટ્રેપ્પિસ્ટ – 1 ની આસપાસ સાત નવા પ્લેનેટની શોધની જાહેરાત ‘નેચર’ મેગેઝિન (ફેબ્રુઆરી, 2017) માં કરી છે. આપણી સોલર સિસ્ટમની પાર, અન્ય કોઈ તારાની આસપાસની એક્ઝોપ્લેનેટ સિસ્ટમમાં લગભગ આપણી પૃથ્વીનાં કદનાં સાત ગ્રહો હોવાની જાહેરાત કરી નાસા (યુએસએ)એ અવકાશ સંશોધન ક્ષેત્રે એક વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. નાસાના વૈજ્ઞાનિકો અનુસાર આપણી સોલર સિસ્ટમ (સૌરમંડળ) ની બહારની ‘ટ્રેપિસ્ટ-1’ નામની આ એક્ઝોપ્લેનેટ સિસ્ટમમાં ત્રણેક ગ્રહ તો ‘જીવન-સંભાવના’ ધરાવતા અવકાશમાં આવેલ છે. ‘મધુસંચય’ના વાચકો અવકાશ ક્ષેત્રે સંશોધન તેમજ વૉયેજર મિશન જેવા બહુવિધ સ્પેસ પ્રોગ્રામ ચલાવનાર અમેરિકન અવકાશ સંસ્થા નાસાથી પરિચિત છે.

‘ટ્રેપિસ્ટ-1’: એક્ઝોપ્લેનેટ સિસ્ટમ એટલે શું?

આપણા સૂર્યમંડળ (સૌરમંડળ) ની બહાર, અન્ય કોઈ તારાની આસપાસ જે ગ્રહ ભ્રમણ કરતા હોય, તેવા ગ્રહને  એક્ઝોપ્લેનેટ કહે છે. આપણી સોલર સિસ્ટમની બહારના તારા અને તેના ગ્રહમંડળને ‘એક્ઝોપ્લેનેટ સિસ્ટમ’ (સૂર્યમંડળની બહારનું ગ્રહમંડળ) કહે છે.

પ્રત્યેક સૂર્યમંડળને એક તારો (સૂર્ય) તથા તેની આસપાસ ફરતા ગ્રહ હોય છે. આપણા સૂર્યમંડળથી આશરે 40 પ્રકાશવર્ષ દૂર આવેલ એક તારો ‘ટ્રેપિસ્ટ-1’  છે, જે આપણી પૃથ્વી જેવા ગ્રહો ધરાવે છે. આ ટ્રેપિસ્ટ – 1 તારો અને તેની  આસપાસના ગ્રહોથી બનતા મંડળને ‘ટ્રેપિસ્ટ-1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમ’ કહે છે. આપણી પૃથ્વીના સૂર્યમંડળની બહાર અઢી હજારથી વધારે એક્ઝોપ્લેનેટ સિસ્ટમ છે, જેમાં સાડા ત્રણ હજારથી વધારે એક્ઝોપ્લેનેટ આવેલા છે.

ટ્રેપિસ્ટ (ટ્રેપ્પિસ્ટ) શું છે?
 • ટ્રેપિસ્ટ દક્ષિણ અમેરિકાના ચિલી (Chile, South America) દેશમાં સ્થાપિત એક રોબોટિક ટેલિસ્કોપ છે, જેનું નિયંત્રણ બેલ્જિયમના લિજ શહેરથી થાય છે.
 • ટ્રેપિસ્ટ ટેલિસ્કોપનું પૂરું લાંબું નામ ‘ટ્રાંસિટિંગ પ્લેનેટ્સ એંડ પ્લેનેટસિમલ્સ સ્મોલ ટેલિસ્કોપ’ છે, જેનું એક્રોનિમ (ટૂંકું રૂપ) ટ્રેપ્પિસ્ટ છે. અર્થાત TRAPPIST is the acronym for “TRAnsiting Planets and Planetesimals Small Telescope”.
 • ચિલી સ્થિત ‘લા સિલા ઑબ્ઝર્વેટરી’ ના ટ્રેપ્પિસ્ટ ટેલિસ્કોપ દ્વારા શોધી કઢાયેલ પ્રથમ તારાને ટ્રેપિસ્ટ-1 (TRAPPIST – 1 ) નામ આપવામાં આવેલું.
 • આ ‘ટ્રેપિસ્ટ-1’ અતિશય ઠંડો ડ્વાર્ફ સ્ટાર (Dwarf Star) છે જેનું કદ આપણા સૂર્ય કરતાં લગભગ દસમા ભાગ જેટલું હોવાનું મનાય છે.
 • 2015-16માં આ ટ્રેપ્પિસ્ટ – 1 તારાની આસપાસ ત્રણ ગ્રહો ટ્રેપ્પિસ્ટ ટેલિસ્કોપની મદદથી શોધાયાની જાહેરાત થઈ હતી. નાસાના એક અન્ય અમેરિકન ટેલિસ્કોપ સ્પિટઝરની મદદથી આ બાબતે વિશેષ સંશોધન થયું હતું.
સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ

સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપને નાસા (અમેરિકા)એ 2003માં કાર્યરત કરેલું હતું. સ્પિટ્ઝર ટેલિસ્કોપનું સંચાલન કેલિફોર્નિયા (અમેરિકા)માં નાસાની ‘જેટ પ્રોપલ્સન લેબોરેટરી’ કરે છે. ‘મધુસંચય’ના વાચકો ‘કેલ્ટેક’થી પરિચિત છે. સ્પિટ્ઝર ટેલિસ્કોપ મિશનની સફળતામાં ‘કેલ્ટેક’ – કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીનો મોટો ફાળો છે. ઇન્ફ્રારેડ રિજીયનમાં કામ કરી શકે તેવું સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ ઇંફ્રારેડ એસ્ટ્રોનોમી માટે અતિ ઉપયોગી છે. સ્પેસ રિસર્ચમાં અતિઅદ્યતન એવા સ્પિટઝર ટેલિસ્કોપથી ટ્રેપિસ્ટ – 1 તારાની આસપાસ ત્રણ કહેવાતા ગ્રહોમાંથી માત્ર બે જ ગ્રહ હોવાનું નક્કી થયું છે. ઉપરાંત સ્પિટઝર ટેલિસ્કોપથી ટ્રેપ્પિસ્ટ – 1  તારાના અન્ય પાંચ ગ્રહો પણ શોધાયા છે. આમ ટ્રેપ્પિસ્ટ – 1 તારાને લગભગ પૃથ્વી જેવડા સાત પ્લેનેટ્સ છે. નાસાના વૈજ્ઞાનિકોએ ફેબ્રુઆરી 2017ના ‘નેચર’ મેગેઝિનના અંકમાં ટ્રેપ્પિસ્ટ – 1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમના સાત ઉપગ્રહો શોધાયાની વિક્રમી જાહેરાત કરી છે. સોલર સિસ્ટમ બહારના કોઈ પણ તારાના સાત ગ્રહો શોધવાની નાસાની જાહેરાત વિક્રમ રૂપ છે. ટ્રેપિસ્ટ-1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમનું મહત્ત્વ એટલા માટે છે કે તેના સાત ગ્રહોમાંથી ત્રણ પ્લેનેટસ પર જીવન હોવાની કે જીવન વિકસાવી શકવાની શક્યતાઓ છે.

યુનિવર્સ: અવકાશ સંશોધનના મુખ્ય હેતુઓ

આપણા બ્રહ્માંડ (યુનિવર્સ)માં કરોડો ગેલેક્સી (તારામંડળોનો કિશાળ સમૂહ) આવેલ છે. પ્રત્યેક ગેલેક્સીમાં કરોડો તારાઓ (સ્ટાર) આવેલા છે. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે આપણી ગેલેક્સીનું નામ ‘આકાશગંગા’ (મિલ્કી વે) છે. આપણી આકાશગંગામાં કરોડો તારાઓ છે. તેમાં આપણો સૂર્ય પણ એક તારો જ છે. આપણા સૂર્ય અને તેની ફરતે આપણી પૃથ્વી સહિત આઠ ગ્રહો આપણું સૂર્યમંડળ (સોલર સિસ્ટમ) રચે છે. આપણા સૂર્યમંડળની બહાર પણ આકાશગંગામાં આપણા સૂર્ય જેવા કરોડો તારાઓ (સૂર્ય) છે. તેમાંના કેટલાક તારાઓને પોતાના ગ્રહો હોઈ શકે. આમ, બ્રહ્માંડમાં અસંખ્ય સૂર્યમંડળો તેમજ અસંખ્ય એક્ઝોપ્લેનેટ હોઈ શકે. આવા એક્ઝોપ્લેનેટ પૈકી કેટલાક ગ્રહ પર જીવનની સંભાવના હોઈ પણ શકે! તે માટે આપણે અવકાશનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. અવકાશ સંશોધનના અનેક હેતુઓમાંથી એક હેતુ માનવજીવન માટે રહેવા યોગ્ય અન્ય ગ્રહની શોધ કરવાનો છે; વળી બીજો હેતુ યુનિવર્સ (બ્રહ્માંડ)ની ઉત્પત્તિને સમજવાનો પણ છે.

** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ – સંક્ષેપ: ટ્રેપિસ્ટ – 1 ના સાત ગ્રહોની શોધ (MADHUSANCHAY post-summary):
 • નાસાએ સાત ઉપગ્રહ સાથેની એક્ઝોપ્લેનેટ સિસ્ટમ શોધ્યાની જાહેરાત કરી
 • પૃથ્વીથી 40 પ્રકાશવર્ષ દૂર આવેલ તારા ટ્રેપિસ્ટ – 1 ને સાત ગ્રહો
 • આ સાત નવા એક્ઝોપ્લેનેટ શોધ્યાની જાહેરાત ‘નેચર’ મેગેઝિન (ફેબ્રુઆરી, 2017) માં
 • બે પાવરફુલ ટેલિસ્કોપ ટ્રેપિસ્ટ (ટ્રેપ્પિસ્ટ) તથા સ્પિટ્ઝર (સ્પિટઝર) ની મદદથી તથા અન્ય ટેલિસ્કોપના અવલોકનો પછી ‘ટ્રેપિસ્ટ-1’  એક્ઝોપ્લેનેટ સિસ્ટમ શોધાઈ

** ** ** ** ** ** ** ** **

મધુસંચય લેખ: નાસા (અમેરિકા)એ કરી એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ના સાત ગ્રહોની વિક્રમી શોધ: પૂરક માહિતી
 • નાસા / નેસા (નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, યુએસએ)
 • NASA (National Aeronautics and Space Administration: USA)
 • ‘નેચર’ મેગેઝિન / નેચર જર્નલ  (અમેરિકા): ‘Nature’, Nature Journal/ Magazine, USA
 • સૂર્યમંડળ (સૌરમંડળ) : The Solar system
 • સૂર્યમંડળ (સૌરમંડળ) ની બહાર એક્ઝોપ્લેનેટ સિસ્ટમ: Exoplanet system (outside the solar system)
 • ટ્રેપિસ્ટ (ટ્રેપ્પિસ્ટ) ટેલિસ્કોપ, ચિલી, દક્ષિણ અમેરિકા: TRAPPIST, Chile, South America
 • સ્પિટ્ઝર / સ્પિટઝર સ્પેસ ટેલિસ્કોપ: (Spitzer Space Telescope: SST)
 • ટ્રેપ્પિસ્ટ – 1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમ: TRAPPIST-1 Exoplanet System
 • એક પ્રકાશવર્ષ = 9,460,700,000,000 કિલોમીટર (આશરે)
 • એક  પ્રકાશવર્ષ = 9.46 x 1012 કિલોમીટર (આશરે)
 • ઇન્ફ્રારેડ  એસ્ટ્રોનોમી/ ઇંફ્રારેડ એસ્ટ્રોનોમી:  Infrared astronomy
 • જેટ પ્રોપલ્સન લેબોરેટરી, નાસા , પાસાડેના, કેલિફોર્નિયા, અમેરિકા 
 • Jet Propulsion Laboratory, NASA, Pasadena, California, USA
 • કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (‘કેલ્ટેક’), કેલિફોર્નિયા, યુએસએ
 • California Institute of Technology (Caltech), California, USA

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** 

8 thoughts on “નાસા (અમેરિકા)એ કરી એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ના સાત ગ્રહોની વિક્રમી શોધ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s