દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઇસરો (ભારત) નો વિશ્વવિક્રમ: એક સાથે 104 સેટેલાઇટ લોંચ કર્યા

.

આજે 15 ફેબ્રુઆરી, 2017, બુધવારની સવારે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન – ઇસરો –એક સાથે 104 સેટેલાઇટને લોંચ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો (ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO )PSLV – C37 લોંચ વ્હીકલની મદદથી કાર્ટોસેટ-2 સિરીઝના અનુસંધાને, શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) થી એક જ રોકેટ દ્વારા 104 ઉપગ્રહ – સેટેલાઇટને અવકાશમાં તરતા મૂકીને મોટી સિદ્ધિ મેળવી છે.

આ 104 સેટેલાઇટ પૈકી 3 સેટેલાઇટ ભારતના છે, બાકીના 101 સેટેલાઇટ અન્ય છ દેશોના છે. 101 વિદેશી સેટેલાઇટમાંથી 96 અમેરિકાના તથા ઇઝરાયેલ, નેધરલેંડ્ઝ, સ્વિટ્ઝરલેંડ, યુએઇ અને કજાખસ્તાન દરેક દેશનો એક – એમ પાંચ સેટેલાઇટ છે. ભારતના ત્રણ સેટેલાઇટમાં મુખ્ય સેટેલાઇટ કાર્ટોસેટ – 2 સિરીઝનો છે. જ્યારે અન્ય બે નાના ઉપગ્રહ – INS-1A અને INS-1B – નામના નેનોસેટેલાઇટ છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન – (ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO ) ના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેંટર ખાતેથી 104 સેટેલાઇટ સાથે પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ 15 ફેબ્રુઆરીના રોજ સવારે 9.28 મિનિટે અવકાશમાં છોડાયું હતું. માત્ર સત્તર મિનિટના ઉડ્ડયન પછી 9.45 વાગ્યે PSLV – C37 તેના 104 ઉપગ્રહોને આકાશમાં તરતા મૂકવા સજ્જ હતું. પૃથ્વીથી આશરે 520 કિલોમીટર અંતર પર ઉપયુક્ત ઓર્બિટમાં સૌ પ્રથમ ભારતના કાર્ટોસેટ – 2 સિરીઝના મુખ્ય સેટેલાઇટને અવકાશમાં તરતો મૂકાયો હતો. ત્યાર પછીના દસ- પંદર મિનિટના ગાળામાં જ અન્ય તમામ સેટેલાઇટ અવકાશમાં તરવા લાગ્યા હતા.

આમ, ભારતની અંતરીક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ એક જ મિશનમાં, એક જ લૉંચ વ્હીકલની મદદથી એક સાથે એક સમયે 104 સેટેલાઇટ લોંચ કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. આ અગાઉ એક સાથે સૌથી વધારે સેટેલાઇટ લૉંચ કરવાનો વિક્રમ રશિયાના નામે હતો. રશિયાએ 19 જૂન, 2014ના રોજ 37 સેટેલાઇટ લોંચ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો હતો, જે હવે ઇસરોના આજના  PSLV – C37ના સફળ મિશન પછી ભારતના નામે થયો છે.

અવકાશ સંશોધન અને પરીક્ષણ ક્ષેત્રે ભારતની આજની ઝળહળતી સફળતા સાથે ભારતના અંતરિક્ષ સંશોધન ક્ષેત્રના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈને યાદ કરવા ઘટે. ‘મધુસંચય’ના વાચકો જાણતા હશે કે ભારતમાં અંતરીક્ષ યુગના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ હતા. અવકાશ સંશોધન માટે ઇસરોની સ્થાપનાનો શ્રેય અમદાવાદમાં જન્મેલા ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈને જાય છે. ડો. વિક્રમ સારાભાઈ ગુજરાતમાં કાપડ-મિલ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સહિત ઘણા ઉદ્યોગો વિકસાવનાર ગુજરાતી ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પુત્ર હતા.

***

આજના ઇસરો મિશન વિષે આટલું અવશ્ય જાણો:
 • ઇસરો (ISRO, India)એ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ PSLV – C37 લોંચ વ્હીકલની મદદથી 15 ફેબ્રુઆરી, 2017ના રોજ અંતરીક્ષમાં 104 સેટેલાઇટ લોંચ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.
 • PSLV – C37ને 104 સેટેલાઇટ સાથે ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના શ્રીહરિકોટા સ્થિત ઇસરોના રોકેટ લોંચિંગ સેન્ટર – સતીશ ધવન સ્પેસ સેંટર (SDSC SHAR) – થી મોકલાયું હતું.
 • PSLV – C37ની આ 39મી અંતરીક્ષ યાત્રા (ફ્લાઇટ) હતી. જ્યારે અંતરીક્ષમાં છોડાયું, ત્યારે પીએસએલવી લૉંચ વ્હીકલ આશરે 44 મીટર ઊંચું હતું અને 320 ટન વજન ધરાવતું હતું.
 • લૉંચ થયેલ સેટેલાઇટમાંથી ભારતના 3, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના  96 તેમજ ઇઝરાયેલ, નેધરલેંડ્ઝ, સ્વિટ્ઝરલેંડ, યુએઇ અને કઝખસ્તાન તે પાંચ દેશનો દરેક એક – એમ કુલ 104 સેટેલાઇટ છે.
 • અમેરિકાના 96 સેટેલાઇટ પૈકી 88 ક્યુબસેટ સેટેલાઇટ સાન ફ્રાંસિસ્કો (કેલિફોર્નિયા, યુએસએ) ની અર્થ રિમોટ સેંસિંગ/ સેટેલાઇટ ઇમેજરી ક્ષેત્રે કાર્યરત કંપની પ્લેનેટ (PLANET)ના છે. પ્લેનેટ કંપનીની સ્થાપના અમેરિકાની નાસા (NASA) સંસ્થાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકોએ કરી હતી. “મધુસંચય’ના વાચકોને એ જાણવામાં રસ પડશે કે અમેરિકન કંપની પ્લેનેટના  ક્યુબસેટ સેટેલાઇટ  એક પ્રકારના નેનો સેટેલાઇટ છે અને તેનું વજન લગભગ પાંચેક કિલોગ્રામ જેટલું જ હોય છે. ક્યુબસેટ સેટેલાઇટને  Doves પણ કહેવામાં આવે છે. પ્લેનેટ માટે ગર્વની વાત એ છે કે તેના એક સાથે  88 ક્યુબસેટ નેનોસેટેલાઇટ લોંચ થવાનો પણ વિક્રમ છે.
 • આ મિશનના 104 સેટેલાઇટમાં પૃથ્વીના ઑબ્ઝર્વેશન માટે ભારતનો મુખ્ય સેટેલાઇટ કાર્ટોસેટ – 2 છે. તેનું વજન આશરે સાતસો કિલોગ્રામ હતું. ભારતના આ પ્રકારના સેટેલાઇટનો ઉપયોગ ‘રિમોટ સેંસિંગ સર્વિસ’ માટે થાય છે. આવા સેટેલાઇટ જમીન ઉપયોગિતા અને માપણી, રોડ મોનિટરિંગ, જળસ્રોતોના સર્વે વગેરે માટે ઉપયોગી બની શકે.

***

‘મધુસંચય’ સંક્ષેપ: ઇસરો (ભારત) દ્વારા લોંચ થયા 104 સેટેલાઇટ (Madusanchay Post-summary)
 • ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) / ઇસરો
 • ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન
 • Indian Space Research Organisation – ISRO : Department of Space
 • પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ/ Polar Satellite Launch Vehicle/ PSLV – C37
 • સતીશ ધવન સ્પેસ સેંટર, શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ
 • Satish Dhawan Space Centre SDHC SHAR, Sriharikota, Andhra Pradesh, India
 • કાર્ટોસેટ – 2 (ઇસરો): Cartoset – 2 (ISRO)
 • પ્લેનેટ (યુએસએ) : ક્યુબસેટ – નેનો-સેટેલાઇટ : Planet (USA): Cubesat : Nano-Satellite
 • PLANET, San Francisco, California, USA
 • નાસા / નેસા (National Aeronautics and Space Administration: NASA, USA)

નોંધ: પ્રમાણભૂત શબ્દકોશમાં અંતરિક્ષ / અંતરીક્ષ બંને જોડણી જોવા મળે છે.

**********

 

5 thoughts on “ઇસરો (ભારત) નો વિશ્વવિક્રમ: એક સાથે 104 સેટેલાઇટ લોંચ કર્યા

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s