ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

મેસેડોનિયા : આજનું મેસેડોનિયા

.

આજે મેસેડોનિયા ઉત્તરી ગ્રીસનો એક આંતરિક,  મોટો પ્રદેશ છે; ઉપરાંત મેસેડોનિયા (FYROM) ગ્રીસની ઉત્તરે આવેલો સ્વતંત્ર દેશ પણ છે.

આધુનિક મેસેડોનિયા દેશને સમજવા યુરોપના દક્ષિણ-પૂર્વમાં આવેલ બાલ્કન પેનિન્સ્યુલા પર નજર નાખવી પડે. બાલ્કન પેનિન્સ્યુલાના દેશોને  બાલ્કન દેશો કહે છે. રોમાનિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, સર્બિયા, બલ્ગેરિયા, આલ્બેનિયા, મેસેડોનિયા આદિ દેશોને બાલ્કન દેશો કહે છે.

વર્તમાન રિપબ્લિક ઑફ મેસેડોનિયાનો સંબંધ નજીકના ઇતિહાસમાં યુગોસ્લાવિયા સાથે છે. યુરોપમાં સ્લાવિક ભાષાઓ  બોલતી એક ઇન્ડો-યુરોપિયન પ્રજાને આપણે સ્લાવ તરીકે જાણી છીએ. સ્લાવ પ્રજાનો ઉદય ઇસુની પાંચમી-છઠ્ઠી સદીમાં થયો. યુરોપમાં સ્લાવ પ્રજામાં ઝેક, પોલિશ, રશિયન, સર્બ્સ, ક્રોએટ્સ, મેસેડોનિઅન્સ આદિ લોકોનો સમાવેશ થાય છે.

યુગોસ્લાવિયા અને પ્રેસિડેન્ટ ટીટો

1918માં યુગોસ્લાવિયા અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનું સત્તાવાર નામ ‘કિંગ્ડમ ઑફ સર્બ્સ, ક્રોએટ્સ એન્ડ સ્લોવેન્સ’ હતું. 1929માં ત્યાં સત્તાપલટો થતાં ડિક્ટેટરશીપ સ્થપાઈ અને દેશનું નામ યુગોસ્લાવિયા થયું. 1944-45માં ફરી સત્તાપલટો થતાં યુગોસ્લાવિયા રિપબ્લિક બન્યું. 1944થી 1980 સુધી માર્શલ જોસિપ બ્રોઝ ટીટોએ યુગોસ્લાવિયાની બાગડોર સંભાળી. તેઓ શરૂઆતમાં યુગોસ્લાવિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા. માર્શલ ટીટો 1953માં પ્રથમ પ્રેસિડેન્ટ  થયા ત્યારથી પોતાના અવસાન સુધી – 1980 સુધી – તે પદ પર રહ્યા. ‘મધુસંચય’ના વાચકો જાણે છે કે પ્રેસિડેન્ટ ટીટો અમેરિકા- રશિયાની કોલ્ડ વોર સમયે ગુટ નિરપેક્ષ સંગઠન (નન-એલાઇન્ડ મુવમેંટ: NAM) ના પ્રણેતા હતા.

યુગોસ્લાવિયામાંથી મેસેડોનિયા FYROM

1980માં પ્રેસિડેન્ટ ટીટોના મૃત્યુ પછી થોડા વર્ષોમાં યુગોસ્લાવિયા વિભાજિત થવા લાગ્યું.

1991- 92થી 2006 સુધીમાં યુગોસ્લાવિયામાંથી નવા ઘટક દેશો જન્મ્યા. સ્લોવેનિયા, ક્રોએશિયા, મેસેડોનિયા તથા અન્ય….. 1991માં તત્કાલીન યુગોસ્લાવિયાથી છૂટા પડેલ નવા દેશ મેસેડોનિયાને 1993માં યુનાઇટેડ નેશન્સ (યુએન) ની મેમ્બરશીપ મળી. પણ તેના ‘મેસેડોનિયા’ નામ સામે ઐતિહાસિક – ભૌગોલિક કારણોસર ગ્રીસને વાંધો પડ્યો. ગ્રીસના ઉત્તરીય પ્રદેશનું નામ મેસેડોનિયા છે. ગ્રીસના વિરોધને કારણે હાલ નવા દેશ મેસેડોનિયાનું નામ “ફોર્મર યુગોસ્લાવ રિપબ્લિક ઑફ મેસેડોનિયા (FYROM)” રાખવામાં આવ્યું છે.

પ્રાચીન ગ્રીસ અને મેસેડોનિયાની ધરતીમાં ધરબાયેલી કેટલીક વાતો બહાર આવી રહી છે. થેસ્સાલોનિકી (ગ્રીસ) ના આર્કિયોલોજીસ્ટ પ્રોફેસર મેનોલિસ એન્ડ્રોનિકોસ (મેનોલિસ એંડ્રોનિકોસ) નાં ધીરજભર્યાં સંશોધનો સફળ થયાં છે. વર્જીના ટાઉન (ગ્રીસ) પાસેથી એલેક્ઝાંડર ધ ગ્રેટના પિતા ફિલિપ બીજા સહિત મેસેડોનિયાના અન્ય રાજવીઓનાં સમાધિસ્થાનો અને પ્રાચીન ખંડેરો મળી આવ્યાં છે. આઇગાઇ (આઇગૈ) નાં આ અવશેષો ગ્રીસ – મેસેડોનિયાના પ્રાચીન ઇતિહાસ પર પ્રકાશ ફેંકે છે.

ગ્રીસ અને મેસેડોનિયા (FYROM) વચ્ચેના મતભેદોની વાત કરીએ તો ચર્ચા પૂરી જ ન થાય. ટૂંકમાં એવું કહેવાય કે મેસેડોનિયાની પ્રજા સ્લાવ છે, જ્યારે ઉત્તર ગ્રીસના મેસેડોનિયન ગ્રીક  છે. બંને દેશોમાં એક વર્ગ ગ્રીક- મેસેડોનિયન પ્રજા એક જ હોવાનું માને છે. બીજો વર્ગ એવું માને છે કે ગ્રીક અને મેસેડોનિયન પ્રજા પણ ભિન્ન છે, બંનેની સંસ્કૃતિ પણ ભિન્ન છે.

*** *

મધુસંચય સંક્ષેપ: વર્તમાન મેસેડોનિયા

બાલ્કન દેશો : Balkan countries in the Balkan peninsula

યુગોસ્લાવિયા : માર્શલ ટીટો: Yugoslavia: Marshal Josip Broz Tito (1892-1980)

મેસેડોનિયા FYROM : Macedonia FYROM (Former Yugoslav Republic Of Macedonia)

સિકંદર: એલેક્ઝાંડર ધ ગ્રેટ : Alexander the Great (356-323 BC)

આઇગાઇ (આઇગૈ) : Aigai (The ancient capital of Macedonia, Greece)

થેસ્સાલોનિકી (ગ્રીસ) : Thesaaloniki (Greece, Famous for Aristotle University)

મેનોલિસ એન્ડ્રોનિકોસ (મેનોલિસ એંડ્રોનિકોસ) : Manolis Andronikos

** **** * ** *** ** ****  ** *** ** * *  ** ***  * ** * ** *** * *** * *

3 thoughts on “મેસેડોનિયા : આજનું મેસેડોનિયા

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s