દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ: કરોડોપતિઓની કેબિનેટ શું પુટિન-રશિયા તરફી?

.

યુએસએના નવ-નિર્વાચિત 45મા પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમની કેબિનેટ-ટીમની પસંદગીમાં વ્યસ્ત છે. આગામી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત કેબિનેટમાં રશિયા-તરફી, “પુતિન-ફ્રેન્ડલી”  ઉદ્યોગપતિઓ અને કેપિટલિસ્ટ અબજોપતિઓ હોય તેવું ચિત્ર ઊભરે છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં સેક્રેટરીઓ તરીકે કરોડોપતિ વ્યવસાયીઓ, બેંકર્સ, ફાઇનાન્સર્સ કે ઉદ્યોગપતિઓ પસંદ થઈ રહ્યા છે..

ડૉનાલ્ડ ટ્રમ્પની ટીમમાં અત્યારના અહેવાલ મુજબ પસંદ થયેલ સેક્રેટરીઓ આ પ્રમાણે છે:

સેક્રેટરી ઑફ સ્ટેટ તરીકે રેક્સ ટિલરસન, ઇંટિરિયર સેક્રેટરી તરીકે રાયન ઝિંકી, ટ્રેઝરી સેક્રેટરી તરીકે સ્ટિવન  ન્યૂચન, કૉમર્સ સેક્રેટરી તરીકે વિલ્બર રૉસ, ડિફેન્સ સેક્રેટરી  તરીકે જનરલ જેમ્સ મેટિસ, એજ્યુકેશન સેક્રેટરી તરીકે બેટ્સી ડિવોસ, હેલ્થ સેક્રેટરી તરીકે ટોમ પ્રાઇસ, હાઉસિંગ-અર્બન ડેવલપમેંટ સેક્રેટરી તરીકે બેન કાર્સન, તથા અન્ય…

ડૉનાલ્ડ ટ્રમ્પની ટીમમાં વ્હાઇટ હાઉસના તેમના ચીફ સ્ટ્રેટેજીસ્ટ તરીકે સ્ટિફન બેનન, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તરીકે માઇક ફ્લિન, એટર્ની જનરલ તરીકે જેફ સેશન્સ અને સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર તરીકે લિન્ડા મૅકમોહન પસંદગી પામ્યા છે.

ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ ટીમ શા માટે વિવાદોમાં? 

ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ ટીમ અત્યારથી જ પ્રશ્નો અને વિવાદોમાં ઘેરાઈ રહી છે. ટ્રમ્પની કેબિનેટ ટીમ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે સંપત્તિવાન કેબિનેટ ટીમ છે, જેમાં કરોડોપતિ ધનિક સભ્યો છે. 70 વર્ષના ડોનાલ્ડ ટ્રંપ સ્વયં બિલ્યનાયર ઉદ્યોગપતિ છે. તેમના કહેવા અનુસાર તે પોતાના ટ્રમ્પ કૉર્પોરેશનનો વહીવટ પોતાના પુત્રોને સોંપી દેશે, પરંતુ પ્રેસિડેન્ટ થયા પછી બિઝનેસમાં તેમનો શું રોલ હશે તે હજી સ્પષ્ટ નથી.

અમેરિકાના પ્રેસિડેન્ટની કેબિનેટમાં સેક્રેટરી ઑફ સ્ટેટ એટલે કે વિદેશ મંત્રીનું સ્થાન સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. સેક્રેટરી ઑફ સ્ટેટ તરીકે નિમાયેલ રેક્સ ટિલરસન વિશ્વવિખ્યાત ઑઇલ કંપની એક્ઝોન-મોબિલના સીઇઓ છે. એક્ઝોન મોબિલ મલ્ટિનેશનલ કંપની છે. આ કંપની રેવન્યુ, માર્કેટ કેપિટલાઇઝેશન, પ્રોફિટેબિલિટી આદિ ધોરણે વિશ્વની સૌથી મોટી કંપનીઓના ફૉર્બ્સ અને ફોર્ચ્યુનના લિસ્ટમાં ઉપરના સ્થાને  આવી ચૂકી છે. એક્ઝોન મોબિલને રશિયા સાથે અંતરંગ બિઝનેસ હિતો છે. આવા ઔદ્યોગિક હિતો સાચવવા એક્ઝોન-મોબિલના સીઇઓ રેક્સ ટિલરસનને રશિયાના પ્રમુખ પુટિન સાથે ‘અંગત’ મિત્રતા હોય તે સ્વાભાવિક છે. આ વિવાદ વકર્યો એટલા માટે છે કે રેક્સ ટિલરસન બહામા-સ્થિત એક અમેરિકન-રશિયન ઓઇલ કંપનીના ડાયરેક્ટર હોવાનું પણ બહાર આવ્યું છે.

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા – રશિયા વચ્ચેના સંબંધો વણસેલા રહ્યા છે. વર્ષો સુધી બંને સુપર પાવર વચ્ચે કોલ્ડ વૉર – શીત યુદ્ધ – જેવી સ્થિતિ રહી છે. પુટિનનાં રશિયા સાથે સંબંધ સુધારવાની ડૉનાલ્ડ ટ્રમ્પની વાતો સૌને શંકાસ્પદ લાગતી હતી, તે ટાંકણે અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં રશિયાએ ટ્રમ્પ તરફી ભાગ ભજવ્યાની વાતોએ ભૂકંપ સર્જ્યો હતો. ટ્રમ્પનો રશિયન પ્રમુખ પુતિન પ્રત્યેનો સોફ્ટ કોર્નર જગજાહેર હતો. હવે રેક્સ ટિલરસનની વિદેશ મંત્રી તરીકેની નિમણૂક અને એક્ઝોન મોબિલનાં રશિયા સાથેનાં કનેક્શન્સ અમેરિકન મીડિયામાં ભડકો થઈ ચગ્યાં છે. અમેરિકામાં સૌને લાગી રહ્યું છે કે શું ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ રશિયા તરફી છે? શું બિઝનેસ હિતો સાચવવા  ટ્રમ્પ અને પુટિન વચ્ચે કશું રંધાઈ રહ્યું છે?

ટ્રમ્પની કેબિનેટ: અમેરિકાના ઇતિહાસમાં સૌથી ધનિક ટીમ

વળી ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર સુધી પસંદ કરાયેલ ટીમ કરોડોપતિઓની ટીમ હોય તેવું લાગે છે. અનધિકૃત અને અંદાજિત આંકડાઓ પર વિશ્વાસ કરીએતો, ત્રીસ હજાર કરોડ જેટલી સંપત્તિ ધરાવનાર સ્વયં ડૉનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત તેમની કેબિનેટમાં અન્ય બે સેક્રેટરીઓ એજ્યુકેશન મિનિસ્ટર બેટ્સી ડિવોસ અને ડેપ્યુટી સેક્રેટરી ઑફ કૉમર્સ તરીકે નિમાયેલ ટોડ રિકેટ્સ પણ 30000 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. કૉમર્સ સેક્રેટરી વિલ્બર રૉસની 18000 કરોડની સંપત્તિ અને  સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર લિન્ડા મૅકમોહનની સંપત્તિ પણ દસેક હજાર કરોડની મનાય છે. આંકડા વત્તા-ઓછા હોય તો પણ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા પસંદ થઈ રહેલ ટીમ અમેરિકાના પ્રમુખપદના ઇતિહાસમાં સૌથી ધનિક ટીમ હોવાનું મનાય છે.

***** ***** *****

‘મધુસંચય’ સંક્ષેપ: અમેરિકાના આગામી પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પની સંભવિત કેબિનેટ ટીમ
 • સેક્રેટરી ઑફ સ્ટેટ:  રેક્સ ટિલરસન (Rex Tillerson)
 • ઇંટિરિયર સેક્રેટરી:  રાયન ઝિંકી (Ryan Zinke)
 • ટ્રેઝરી સેક્રેટરી:  સ્ટિવન  ન્યૂચન (Steven Mnuchin)
 • કૉમર્સ સેક્રેટરી:  વિલ્બર રૉસ (Wilber Ross)
 • ડિફેન્સ સેક્રેટરી:  જનરલ જેમ્સ મેટિસ (General James Mattis)
 • એજ્યુકેશન સેક્રેટરી:  બેટ્સી ડિવોસ (Betsy DeVos)
 • હેલ્થ સેક્રેટરી:  ટોમ પ્રાઇસ (Thomas Edmunds ‘Tom’ Price)
 • હાઉસિંગ – અર્બન ડેવલપમેંટ સેક્રેટરી:  બેન કાર્સન (Ben Carson)

ઉપરાંત

 • ચીફ સ્ટ્રેટેજીસ્ટ (વ્હાઇટ હાઉસ):  સ્ટિફન બેનન (Stephen Bannon)
 • નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA): માઇકલ ફ્લિન (Michael Flynn)
 • સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેટર: લિન્ડા મૅકમોહન (Linda McMohan)

*** *** *** ***

*  ** * **  ** *** ** ** * *** *** ** *

પ્રિય વાચક મિત્ર!

હવે તદ્દન નવા પ્રકારની, એકદમ ટૂંકી, નવી જ રચનાઓ ગુજરાતી ભાષામાં!

માત્ર પંદર સેકંડની મુક્તપંચિકા અને … માત્ર બે મિનિટની લઘુલિકાઓ!

આપને મારી લઘુકથાઓ – લઘુલિકાઓ- વાંચવાની મઝા આવશે, અને મઝાની મુક્તપંચિકાઓ માણવાની પણ!

આપને મારા નવા બ્લૉગ “મુક્તપંચિકા અને લઘુલિકા”ની મુલાકાત લેવા નિમંત્રણ! આભાર.

*  ** * **  ** *** ** ** * *** *** ** *

Advertisements

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s