અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

એરોપ્લેનની શોધ: રુડ્યાર્ડ કિપ્લિંગ અને અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

.

એરોપ્લેનની શોધનો યશ ઑરવિલ રાઇટ અને વિલ્બર રાઇટ (રાઇટ બ્રધર્સ, યુએસએ)ને મળે છે, પણ એરોપ્લેનની શોધના પ્રયોગોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ, પ્રેસિડેન્ટ મેકકિન્લી અને અમેરિકન એસ્ટ્રોનોમર- એવિએટર સેમ્યુઅલ લેંગ્લિના નામ શી રીતે જોડાયેલાં છે?

તેમાંયે વળી વિશ્વવિખ્યાત બેસ્ટ સેલર- પુસ્તક ‘જંગલ બુક’ના ઇંગ્લિશ લેખક રુડ્યાર્ડ કિપ્લિંગનું નામ શા માટે ઉમેરાય? શરૂઆતમાં ફ્લાઇંગ મશીન તરીકે ઓળખાયેલાં એરોપ્લેનના પ્રારંભિક પ્રયોગોની વાતો ખૂબ જ રસ પડે તેવી છે.

‘મધુસંચય’ના વાચકો સ્મિથસોનિયન મ્યુઝિયમ્સ’ વિષે જાણે છે.

જગમશહૂર સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશનના ત્રીજા સેક્રેટરી સેમ્યુઅલ લેંગ્લિ (1834-1906) એસ્ટ્રોનોમિ- એસ્ટ્રોફિઝિક્સના નિષ્ણાત વૈજ્ઞાનિક. વળી તેમને વિમાન – ફ્લાઇંગ મશીન એટલે કે એરોપ્લેન બનાવવામાં ઊંડો રસ. લેંગ્લિ નાની ઉંમરમાં વેસ્ટર્ન યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા (વર્તમાન યુનિવર્સિટી ઑફ પિટ્ટ્સબર્ગ)માં ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમિ)ના પ્રોફેસર બન્યા. 1887માં લેંગ્લિ પ્રસિદ્ધ સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશનના સેક્રેટરી નિમાયા. 1890માં તેમણે સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશનના છત્ર નીચે કેમ્બ્રિજ (મેસેચ્યુસેટ્સ)માં સ્મિથસોનિઅન એસ્ટ્રોફિઝિકલ ઓબ્ઝર્વેટરી (SAO) ની સ્થાપના કરી.

1895 પછી લેંગ્લિના હવાઈ જહાજ – ફ્લાઇંગ મશીન – એરોપ્લેન ઉડાડવાના પ્રયોગો સફળતા મેળવવા લાગ્યા. લેંગ્લિએ તેના ફ્લાઇંગ મશીનને ‘એરોડ્રોમ’ નામ આપ્યું હતું. 1897માં અમેરિકાના 25મા પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ વિલિયમ મેકકિન્લીએ લેંગ્લિના પ્રયોગોમાં ખૂબ રસ લીધો. તે સમયે યુએસએના આસિસ્ટંટ સેક્રેટરી ઑફ નેવી તરીકે થિયોડોર રૂઝવેલ્ટ (પાછળથી અમેરિકાના 26મા પ્રેસિડેન્ટ) હતા.

અમેરિકન પ્રેસિડેન્ટ વિલિયમ મેકકિન્લી અને થિયોડોર રૂઝવેલ્ટના પ્રોત્સાહનથી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં સેમ્યુઅલ લેંગ્લિએ હવામાં ઊડી શકે તેવાં હવાઈ જહાજ (એરપ્લેન – એરોડ્રોમ) બનાવવાના પ્રયોગો કર્યા.

તે સમયે બ્રિટીશ લેખક રૂડ્યાર્ડ કિપ્લિંગ અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. ‘મધુસંચય’ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે રૂડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ ભારતમાં 1865માં થયો હતો. તેમના પિતા મુંબઈ (તત્કાલીન બૉમ્બે)ની જાણીતી જે જે સ્કુલ ઑફ આર્ટમાં ફેકલ્ટી હતા. યુવાન રૂડ્યાર્ડ કિપ્લિંગ તેમના બેસ્ટ-સેલર પુસ્તક ‘જંગલ બુક’ની વિશ્વવ્યાપી સફળતાને કારણે પ્રસિદ્ધિમાં આવ્યા હતા.

થિયોડોર રૂઝવેલ્ટ તથા સેમ્યુઅલ લેંગ્લિના અનુરોધથી રૂડ્યાર્ડ કિપ્લિંગ લેંગ્લિના હવાઈ જહાજ એરોડ્રોમનો પ્રયોગ જોવા માટે વૉશિંગ્ટન ડીસીમાં હાજર રહ્યા હતા. વૉશિંગ્ટનની પૉટોમેક નદી પર લેંગ્લિનું એરોડ્રોમ બસો વાર (200 yards) જેટલું ઊડીને પૉટોમેક નદીમાં પડ્યું તેમ રૂડ્યાર્ડ કિપ્લિંગે તેમની આત્મકથા ‘Something of Myself’ (1937)માં લખ્યું છે. જો કે હકીકતમાં તે થોડા વધારે અંતર સુધી ઊડ્યું હતું તેમ પણ નોંધાયું છે. જે હોય તે, પરંતુ પ્રેસિડેન્ટ વિલિયમ મેકકિન્લીને લેંગ્લિના એરોપ્લેન બનાવવાની યોજના ગમી.

સેમ્યુઅલ લેંગ્લિને એરોપ્લેનના સંશોધન અર્થે અમેરિકન સરકારના વૉર ડિપાર્ટમેન્ટ તરફથી 50,000 ડોલર તથા સ્મિથસોનિઅન ઇન્સ્ટિટ્યૂશન તરફથી 20,000 ડોલરની સહાયતા મળી. લેંગ્લિએ સતત પ્રયોગો કરી સફળ એરોપ્લેન બનાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. પણ સફળ એરોપ્લેન ઉડાડવાની રેસમાં લેંગ્લિ કરતાં રાઇટ બ્રધર્સ આગળ નીકળી ગયા.

1903ના  ડિસેમ્બરની 17મી તારીખે હવાથી પણ ભારે તેવું ફ્લાઇંગ મશીન – એરોપ્લેન – નિયંત્રણપૂર્વક ઉડાડવાનો ઓરવિલ રાઇટ અને વિલ્બર રાઇટનો પ્રયોગ સંપૂર્ણ સફળ થયો. રાઇટ બ્રધર્સને એરોપ્લેનના સર્જક તરીકેનું માન મળ્યું. આ પછી પણ સેમ્યુઅલ લેંગ્લિ અને રાઇટ બ્રધર્સ વચ્ચે ફ્લાઇંગ મશીનની શોધ અંગે દાવા- વિવાદો થતા રહ્યા, પણ એરોપ્લેનની પ્રથમ પાવર્ડ,  નિયંત્રિત ફ્લાઇટ – ઉડાડનાર તરીકે રાઇટ બ્રધર્સને માન્યતા મળી.

* ** * ** ** ** ** ** *

મધુસંચય સંક્ષેપ: (History of Aeroplane in Gujarati) પૂરક માહિતી:
 • ઑરવિલ રાઇટ અને વિલ્બર રાઇટ (રાઇટ બ્રધર્સ): Wilbur Wright (1867 -1912) & Orville Wright (1871- 1948). Wright brothers (USA) successfully managed the first sustained flight of a powered flying machine /aircraft /
 • સેમ્યુઅલ લેંગ્લિ (1838 – 1906): Samuel Pierpont Langley. Third Secretary of Smithsonian Institution, Washington DC, USA. American astronomer-astrophysicist. Aviator. Inventor.
 • રૂડ્યાર્ડ કિપ્લિંગ/ રુડયાર્ડ કિપ્લીંગ (1865-1936): Rudyard Kipling.  British writer born in India. Author of ‘The Jungle Book’(1894).First author to be awarded the Nobel Prize in English literature in 1907. At 42, the youngest ever English writer to receive the Nobel Prize.
 • પ્રેસિડેન્ટ વિલિયમ મેકકિન્લી/ મેકિન્લી (1843 – 1901): William McKinley. 25th President of USA. Assassinated while ‘in office’ in 1901. Third American president to be assassinated after Abraham Lincoln and James Garfield.
 • પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટ/ રુઝવેલ્ટ (1858-1919): Theodore Roosevelt. 26th President of the US..

* *** * *** ** ** *** * *** * * *** * *** ** *** * **** * *** *

 

9 thoughts on “એરોપ્લેનની શોધ: રુડ્યાર્ડ કિપ્લિંગ અને અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

 1. પ્રિય હરીશ ભાઈ
  તમારો પરિચય થવાથી મને ઘણો આનંદ થયો છે .
  હું અમદાવાદમાં હું પોલીસ હેડ કોન્સ્ટેબલ હતો . છેલ્લે હું l . i . b . માંથી રિટાયર્ડ થઇ અમેરિકામાં મારા ભાઈ પ્રભાશંકરના તેડાવવાથી અમેરિકા આવ્યો . દુ :ખીત હૃદયે મારે કહેવું પડે છે કે બે વરસ પહેલાં પરલોક ગયો છે . આ મારા ભાઈએ અને એની વાઈફ એલિઝાબેથે મને અમેરિકામાં ઘણા જોવા લાયક સ્થળો બતાવ્યા છે . એરોપ્લેનનાં શોધક રાઈટ બ્રધરનું સ્થળ એમણેજ બતાવેલું .

  1. આપનો પરિચય આપના બ્લૉગ ‘આતાવાણી’ પરથી થયો છે. મને આનં દ થાય છે. આપનો વિશેષ પરિચય કરવો મને ગમશે.
   આતાજી! આપનું ઇ-મેલ આઇ-ડી આપના બ્લૉગ પર મને ન મળ્યું. મારા આ બ્લૉગ પર સ્વાગત / પરિચય પર મારું ઇ-મેલ આઇ ડી છે. આપ પાસેથી સૌરાષ્ટ્રના તત્કાલીન લોકજીવન વિષે અને આપના જીવન ઘડતરની કેટલીક વાતો વિષે જાણવું છે. જો આપને અનુકૂળ હોય તો આપ મને આપનું ઇ-મેલ આઇ ડી મારા પર મોકલી શકો? ધન્યવાદ.

  1. You are right, My friend, in mentioning S P Talpade. There are many claims, counter-claims and controversies on the subject. The problem is to decide: How to define a successful flight? Flight of what? Flown how? In what manner? For how long? How far was it stable and controlled? And so on and so forth. . .There are many claimants….. Talpade is the prominent name from our country and thanks for mentioning it.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s